તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ધો.10-12 બોર્ડ પરીક્ષાનાં ફોર્મ સાથે હવે આધાર કાર્ડ ફરજિયાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ 2017માં લેવાનારી બોર્ડ પરીક્ષા માટે ફોર્મ ભરવા માંગતા ધો.10-12ના વિદ્યાર્થીઓએ ફોર્મમાં ફરજિયાતપણે આધાર કાર્ડ નંબર ભરવાનો રહેશે. જે વિદ્યાર્થીઓનાં ફોર્મમાં આધારકાર્ડ નહીં હોય તેવાં ફોર્મ સ્વીકારશે નહીં તથા તે ફોર્મ ભરી શકશે નહીં.

પરીક્ષા માટેનાં ઓનલાઇન ફોર્મ ભરવાની કાર્યવાહી સપ્ટેમ્બર માસથી શરૂ થશે. ઓનલાઇન ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં બોર્ડે ધો.10-12ની પરીક્ષામાં ઉપસ્થિત થવા માંગતા રાજ્યભરના વિદ્યાર્થીઓ પાસેથી તેમનાં આધારકાર્ડની વિગતો માંગી છે. પરિપત્રને પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તો બીજી બાજુ શિક્ષક સંઘોમાં પણ પરિપત્રને લઇને હોબાળો મચ્યો છે.

આધારકાર્ડ ક્યાંથી મળશે?

વિદ્યાર્થીઓ પોતાના વિસ્તારની વોર્ડ ઓફિસમાંથી આધાર કાર્ડ નંબર લઇ શકે છે.
આધારકાર્ડ માટે વિદ્યાર્થીઓ પાસે જન્મનો દાખલો, રહેઠાણનો પુરાવો, રેશનકાર્ડ, અભ્યાસનો પુરાવો સહિતની વિગતો-સર્ટિફિકેટ લઇ જવાનાં રહેશે.
આધાર કાર્ડ નંબર માટે અરજી કરનારા વિદ્યાર્થીઓને અરજી કર્યાના એક મહિનાની આસપાસ તેમના રહેઠાણ પર આધારકાર્ડ મોકલી આપવામાં આવે છે.
પ્રતિક્રિયાઓ

-ભવિષ્યમાં સરકારના શિષ્યવૃત્તિ અને અન્ય લાભો મળી શકે તે માટે આધારકાર્ડ નંબર ફરિજયાતપણે માંગવામાં આવ્યા છે. માત્ર 80 ટકા વિદ્યાર્થીઓ પાસે આધાર કાર્ડ છે.: આર.આઇ.પટેલ, સચિવ, GSEB

-ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષામાં બેસવા માંગતા વિદ્યાર્થીઓ પાસે જો આધારકાર્ડ નંબર હોય તો તેને બોર્ડ પરીક્ષા માટે ફોર્મ ભરતા રોકી શકાય નહીં. બોર્ડે આવા નિર્ણયો લાગુ કરતાં પહેલાં વાલી મંડળ સાથે વાતચીત કરીને તેમને વિશ્વાસમાં લેવાં જરૂરી છે. : ભરતઅધ્વર્યુ, પ્રમુખ, વાલી મંડળ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ સ્થિતિઓ સારી બનેલી છે. માનસિક શાંતિ રહેશે. તમે તમારા આત્મવિશ્વાસ અને મનોબળની મદદથી કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સમર્થ રહેશો. કોઇ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત પણ તમારી આર્થિ...

વધુ વાંચો