તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • At Least 75 Killed In IS claimed Baghdad Blast: Officials

ઈરાકઃ બગદાદમાં આતંકી હુમલો, 79નાં મોત, ISISએ સ્વીકારી જવાબદારી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બગદાદ: ઇરાકની રાજધાની બગદાદમાં રવિવારે સવારે આતંકીઓએ રોજાદારોને પણ ન છોડ્યા. પરિવારની સાથે રમજાનની ખરીદી કરવા માટે નીકળેલા લોકોને બે અલગ-અલગ બોમ્બ વિસ્ફોટોથી ઉડાવી નાખ્યા. વિસ્ફોટોમાં 126 લોકો માર્યા ગયા છે. પોલીસે જણાવ્યું કે પ્રથમ હુમલો મધ્ય બગદાદમાં આવેલા ભરચક બજાર કરાડામાં એક કારમાં મુકાયેલી વિસ્ફોટક સામગ્રીથી થયો. જ્યારે બીજો હુમલો શહેરના પૂર્વ ભાગમાં થયો છે. બંને હુમલામાં આશરે 200 લોકો ઘવાયા છે, જે પૈકી કેટલાકની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની સંભાવના છે.
ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)એ પહેલા હુમલાની જવાબદારી સ્વીકારી છે. આઇએસ તરફથી જારી કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે તેઓએ જાણીજોઇને શિયા મુસ્લિમોને નિશાન બનાવ્યા છે. બીજા હુમલાની જવાબદારી અન્ય કોઇ સંગઠને સ્વીકારી છે. આશરે એક સપ્તાહ પહેલાં જ ઇરાકી દળોએ બગદાદથી 50 કિલોમીટર દૂર પશ્ચિમમાં આવેલા ફલૂજા શહેરને આઇએસના કબજામાંથી મુક્ત કરાવ્યું છે. આતંકી તેનાથી પણ ખિજાઇ ગયા છે.
શું છે સમગ્ર ઘટના...
- શનિવારે મોડી રાત્રે કારાડા વિસ્તારમાં આવેલી રેસ્ટોરન્ટ અને શોપિંગ એરિયાની આસપાસ કાર બ્લાસ્ટ્સ થયા હતા.
-જેમાં અંદાજે 83 લોકોનાં મોત થયા છે અને 131થી વધુ લોકો ઘાયલ થયા હતા.
- રમઝાન મહિનાને કારણે બજારોમાં લોકોની ભારે ભીડ હતી.
- એક બ્લાસ્ટ શિયા વિસ્તારમાં કરવામાં થયો હતો.
- હુમલાની આતંકી સંગઠન ISISએ જવાબદારી લીધી છે.
- સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આસપાસની દુકાનોમાં આગ લાગી ગઈ હતી.
- આ પહેલા મધ્ય બગદાદના એક વ્યસ્ત બજારમાં કાર બ્લાસ્ટ થયો હતો જેમાં છ લોકોનાં મોત થયા હતા.
આતંકી હુમલાની ઘટનામાં વધારો થયો
- ઉલ્લેખનીય છે કે જુન 2014માં ઈરાકના ઉત્તર અને પશ્ચિમી વિસ્તારોમાં આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટે પોતાની પકડ જમાવી ત્યારથી સમગ્ર દેશમાં હિંસાની ઘટનામાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો.
- ઈરાકની સેનાએ આતંકીઓનું ગઢ ગણાતા ફલ્લુઝાહને મુક્ત કરાવ્યા બાદ હુમલાઓની ઘટનામાં વધારો થયો છે.
ઈરાકમાં સતત આતંકી હુમલા
- 9 જુને બગદાદ પાસે બે બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં 30 લોકોનું મોત થયુ હતુ.
- 17 મેના રોજ બગદાદમાં શ્રેણીબદ્ધ 4 બ્લાસ્ટમાં 69 લોકોનાં મોત થયા હતા.
- 11 મેએ કાર બ્લાસ્ટમાં 93 લોકોનાં મોત થયા હતા. આ વખતે પણ બગદાદને નિશાન બનાવવામાં આવ્યું હતુ.
- 1મેએ સાઉથ સિટી સમાવામાં બે કાર બ્લાસ્ટમાં 33 લોકોનાં મોત થયા હતા.
ઉશ્કેરાયેલા લોકોએ વડાપ્રધાનને ચોર કહ્યા

નજરે જોનાર એક વ્યક્તિએ જણાવ્યું કે વિસ્ફોટથી વસ્ત્રો અને સેલફોનની દુકાનોમાં આગ લાગી ગઇ હતી. હુમલાના થોડાક સમય પછી ઇરાકના વડાપ્રધાને ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. લોકો વડાપ્રધાન હૈદર અલ-અબાદીને ચોર કહી રહ્યા હતા. તેમના કાફલાની સામે ચીસો પાડી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ફૂટેજ હતા.
અગાઉ ચાર હુમલામાં 225 મોત
- 1 મે સમાવામાં બે બ્લાસ્ટ 33 મોત
- 11 મે કારમાં બ્લાસ્ટ 93 મોત
- 17 મે બગદાદમાં ચાર બ્લાસ્ટ 69 મોત
- 9 જૂન બગદાદ પાસે બે બ્લાસ્ટ 30 મોત
વધુ ફોટોગ્રાફ માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો....

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ સ્થિતિઓ સારી બનેલી છે. માનસિક શાંતિ રહેશે. તમે તમારા આત્મવિશ્વાસ અને મનોબળની મદદથી કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સમર્થ રહેશો. કોઇ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત પણ તમારી આર્થિ...

વધુ વાંચો