• Gujarati News
  • Moment An Office Worker Jumped Out Of A Window After Apparently Being Berated By Her Boss

બોસ ગુસ્સે થતા યુવતીએ ઓફિસની બારીમાંથી કુદીને કર્યો આપઘાત: VIDEO વાયરલ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્ક: પોતાના બોસના ગુસ્સાથી કંટાળી એક મહિલા કર્મચારીએ બારીમાંથી કુદીને આપઘાત કર્યો હતો. ઓફિસમાં લગાવવામાં આવેલા સીસીટીવીમાં આ ક્ષણ કેદ થઈ હતી. બાદમાં આ વીડિયો સોશિયલ સાઈટ્સ પર વાયરલ થયો હતો.
શું છે ઘટના ?
હાલ સોશિયલ સાઈટ્સ પર એક વીડિયો વાયરલ થયો છે. ઓફિસમાં એક મહિલા કર્મચારીએ પોતાના બોસનાં ગુસ્સાથી કંટાળી બારીમાંથી કુદીને આપઘાત કર્યો હતો. મહિલાના આપઘાત પહેલા ઓફિસમાં લગાવેલા સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ હતી. સીસીટીવીમાં કેદ થયેલા વીડિયોમાં સૌપ્રથમ બોસ એક મહિલા પાસે આવે છે અને તેના પર ગુસ્સો કરે છે ત્યારબાદ બોસ ત્યાંથી જતો રહે છે પરંતુ બોસના ગુસ્સાથી મહિલાને લાગી આવે છે અને તે અચાનક ઉભી થઈને બારીમાંથી કુદી જાય છે. ત્યાર બાદ ઓફિસમાં હાજર અન્ય કર્મચારીઓ બારી પાસે જાય છે. અને ત્યાર બાદ અચાનક બનેલી ઘટનાને કારણે તેઓ પણ દંગ રહીં જાય છે. ઉલ્લેખનીય છે કે સોશિયલ સાઈટ્સ પર વાયરલ થયેલો આ વીડિયા ક્યારે અને ક્યાંનો છે તે બહાર આવ્યું નથી.