તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંધ્રપ્રદેશ: બેંગ્લુરુ-નાંદેડ એક્સપ્રેસને અથડાઈ ટ્રક, કર્ણાટકના MLA સહિત 6ના મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેંગ્લુરુ: આંધ્રપ્રદેશના અનંતપુરમાં રવિવારની મોડી રાત દરમિયાન બેંગલુરુથી નાંદેડ જતી એક્સપ્રેસ ટ્રેનને એક ટ્રક અથડાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કર્ણાટકના એમએલએ વ્યંકટેશ નાયક સહિત છ લોકોનાં મોત થયા છે જ્યારે 25 લોકો ઘાયલ થયા છે. માહિતી પ્રમાણે, મૃત્યુ પામેલા લોકોમાં ચાર પેસેન્જર છે જ્યારે બાકીના બે લોકોમાં એક ટ્રક ડ્રાઈવર અને બીજો ક્લીનર છે.
ટ્રકની બ્રેક ફેલ થઈ હતી
સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ ઘટના રાત્રે અંદાજે 2 કલાકે થઈ હતી. માનવામાં આવે છે કે, ટ્રકે ક્રોસિંગ પર ટ્રેનને ટક્કર મારી હતી, ટ્રકમાં ગ્રેનાઈડ ભરેલા હતા અને રેલવે ક્રોસિંગ પર પહોંચતા જ તેની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. ક્રોસિંગ ગેટ બંધ હોવા છતા નિયંત્રણ ગુમાવેલી ટ્રકે તેને તોડી દીધું અને ટ્રનને અથડાઈ ગઈ. અકસ્માતનના કારણે ટ્રેનના ચાર કોચ પાટા પરથી ઉતરી ગયા હતાં. ઘટનાની તપાસ કરવા માટે સીનિયર રેલવે ઓપિસર ઘટના સ્થળ પર પહોંચી ગયા હતાં.
રેલવેના પીઆરઓ અનિલ સક્સેનાએ જણાવ્યું છે કે, રેલવે મંત્રી સુરેશ પ્રભુ પરિસ્થિતિ પર ધ્યાન રાખી રહ્યા છે. આ અકસ્માત માટે હેલ્પ લાઈ નંબહર પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. જે આ પ્રમાણેના છે: 09701374062, 09493548005, 09448090399, 00873763945549
આ સિવાય બેગ્લુરુ સ્ટેશન ઉપર પણ હેલ્પ લાઈન ડેસ્ક બનાવવામાં આવ્યા છે. આ નંબર ઉપરથી પણ ઘટના સંબંધીત માહિતી મળી શકશે. તે નંબર આ પ્રમાણેના છે: 8022354108,0731666751, 08022156553