તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતનાં ‘નાથ’ બન્યા વિજય રૂપાણી, જુઓ નવા મુખ્યપ્રધાનની ‘ખાસ’ તસવીરો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: આનંદીબેન પટેલે ફેસબુક પર મોવડીમંડળ સમક્ષ ધરેલી વિનંતી બાદ ગુજરાતનાં રાજકારણમાં આવેલા ઉછાળાનો અંત આવ્યો છે. ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીના નામની જાહેરાત થતા બે દિવસથી ભાજપના કેન્દ્રીય નેતાઓ દ્વારા ગુજરાતના નવા મુખ્યપ્રધાનની આરંભાયેલી શોધ પર પૂર્ણવિરામ મુકાય ગયું છે. ગુજરાતના 16માં મુખ્યમંત્રી તરીકે મહાત્મા મંદિર ખાતે વિજય રૂપાણીએ શપથ લીધા છે. વિજય રૂપાણીના મંત્રીમંડળમાં નીતિન પટેલ સહિત કુલ 24 મંત્રીઓ છે. જેમાં આઠ કેબિનેટ કક્ષાના અને 16 રાજ્યકક્ષાના મંત્રીઓના સમાવેશ થાય છે. જૂના મંત્રીમંડળમાંથી ત્રણ કેબિનેટ અને 6 રાજ્યકક્ષાના મળીને કુલ 9 મંત્રીઓ કપાયા છે. તેમના સ્થાને કેબિનેટમાં ત્રણ અને રાજ્યકક્ષામાં નવ નવા ચહેરાનો સમાવેશ કરાયો છે.
વિજયભાઇનો જન્મ બર્માના રંગૂનમાં થયો હતો તે જન્મે બર્મીસ છે પરંતુ ગુજરાતના રાજકોટમાં આવીને વસતાં કર્મે ગુજરાતી બન્યા હતાં. 1971થી રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ સાથે જોડાયેલા રૂપાણીએ ભાજપ અને સરકારનાં અલગ અલગ હોદ્દા પર કામ કર્યું છે. દિવ્યભાસ્કર ડોટ કોમ આજે તમારી સમક્ષ વર્ષ 2016માં બનેલા ગુજરાતનાં 16માં મુખ્યપ્રધાન વિજય રૂપાણીની 16 ખાસ તસવીરો રજૂ કરી રહ્યું છે.
રાજકોટ અને મુખ્યમંત્રી પદ

1973માં મુખ્યમંત્રી બનેલા ઘનશ્યામભાઇ ઓઝા મૂળ સુરેન્દ્રનગરના હતા. પરંતુ તેમનું નિવાસસ્થાન રાજકોટના રામકૃષ્ણનગરમાં હતું. તેમના પુત્ર રાજકોટના જાણીતા પીડિયાટ્રીશિયન હતા. કેશુભાઇ પટેલ પણ રાજકોટમાં જ નિવાસસ્થાન ધરાવે છે. નરેન્દ્રભાઇ પણ રાજકોટ-2ની બેઠક પર જ ધારાસભ્ય બન્યા હતા અને હવે વિજયભાઇએ રાજકોટને એ ગૌરવ અપાવ્યું છે.

પ્રથમ વખત ધારાસભ્ય બન્યા અને સીધા જ સીએમ પણ બની ગયા

વિજયભાઇ આમ તો 30 કરતા વધારે વર્ષની રાજકીય કારકિર્દી ધરાવે છે, પણ ધારાસભ્ય તો તેઓ 2014માં બન્યા અને સીધું મુખ્યમંત્રી પદ મળ્યું. નરેન્દ્ર મોદી પણ સીધા મુખ્યમંત્રી બન્યા હતા અને બાદમાં વિજયભાઇની જ વિધાનસભા સીટથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

વજુભાઇ વાળાએ ખાલી કરેલી બેઠકનો ‘ચમત્કાર’

વજુભાઇ વાળાએ રાજકોટ-2ની બેઠક મુખ્યમંત્રી બન્યા નરેન્દ્રભાઇ મોદી માટે ખાલી કરી હતી તે સમયે સીએમ બનેલા નરેન્દ્રભાઇ આજે વડાપ્રધાન છે. ફરી એક વખત વજુભાઇએ એ બેઠક રૂપાણી માટે ખાલી કરી અને હવે વિજયભાઇ રાજ્યના મુખ્યમંત્રી બન્યા.
વિજય રૂપાણીનો કેરીયર ગ્રાફ

વિજય રમણીકભાઇ રૂપાણી
એજ્યુકેશન: બીએ, એલએલબી
જન્મ તારીખઃ 2 ઓગસ્ટ 1956
જન્મ સ્થળઃ રંગૂન (મ્યાનમાર)
1980માં અંજલીબેન સાથે લગ્ન
1977થી 78 રાજકોટની ધર્મેન્દ્ર કોલેજમાં જીએસ રહ્યા
1976 માર્ચ થી ફેબ્રુઆરી 1977 સુધી 11 મહિના કટોકટીમાં મીસા હેઠળ કારાવાસ
1978 થી 81 ABVPમાં પ્રદેશ મહામંત્રી
1981થી 87 રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય રહ્યા.
1983માં રાજકોટ શહેર ભાજપ મહામંત્રી તરીકે નિમણૂક થઇ.
1987માં કોર્પોરેટર તરીકે ચૂંટાયા અને ડ્રેનેજ કમિટીના ચેરમેન બન્યા.
1988 થી 93 રાજકોટ મનપામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા.
1995 થી 96 કોર્પોરેશનમાં બીજી વખત કોર્પોરેટર અને ફરી સ્ટેન્ડિંગ ચેરમેન
1996થી 97 રાજકોટના મેયર બન્યા
1997થી 98 પ્રદેશમાં સહપ્રવક્તા થયા
1998માં પ્રદેશ ભાજપના મહામંત્રી
1998 થી 2001 સંકલ્પ અમલીકરણ સમિતિના ચેરમેન બન્યા.
2006 ટુરિઝમ કોર્પો.ના ચેરમેન.
2006થી 2012 રાજ્યસભાના સભ્ય
2006 થી 2009માં પ્રદેશ મહામંત્રી.
2009માં આર.સી ફળદુ પ્રદેશ પ્રમુખ હતા ત્યારે ત્રીજી વખત પ્રદેશ મહામંત્રી.
2013 મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન તરીકે વરણી થઇ.
2014, 19 ઓક્ટોબરમાં રાજકોટ-2 વિધાનસભાની પેટાચૂંટણીમાં ધારાસભ્ય.
2014, 19 નવેમ્બર માં કેબિનેટ મંત્રી તરીકે વરણી કરવામાં આવી.
2016, 19 ફેબ્રુઆરીએ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક થઇ.
2016, 5 ઓગસ્ટના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જાહેરાત.
આગળ જુઓ વિજય રૂપાણીની કેટલીક ખાસ તસવીરો....
અન્ય સમાચારો પણ છે...