Related Placeholder
અજબ-ગજબ ડેસ્ક : 32 વર્ષના સમવયસ્ક મેટ અને જેસિકા, આ એવુ કપલ છે જેણે નોકરી છોડી, બધો સામાન વેચીને નાવડી લઈને દુનિયા જોવાનું નક્કી કર્યું. તેમણે આ પ્રવાસમાં પોતાની સાથે માત્ર એક બિલાડી રાખી હતી. બંનેને નાવડી ચલાવતા નહોતું આવડતું એટલે એક બે મહિના નહીં પણ પૂરા ત્રણ વર્ષ સુધી નાવ ચલાવવાનું શીખ્યાં. આ બંને 2011 સુધી તો અમેરિકાના મિશિગન શહેરમાં રહેતાં હતા. પાંચ વર્ષોમાં કરેલા 16 દેશોના પ્રવાસમાં અત્યારસુધી એ લોકો જમેકા, ક્યૂબા, પેરુ અને બહામસ જેવા દેશો ફરી ચૂક્યાં છે. મેટ સેલ્સ મેનેજર હતા જ્યારે તેમની પ્રેમિકા જેસિકા એક ઇશ્યોરન્સ ફર્મમાં કામ કરતી હતી. પૈસા બચાવવા માટે આ બંને રેસ્ટોરન્ટમાં જમવાને બદલે બોટમાં જ કંઇક ખાઈ લેતા હોય છે. પોતાની ટ્રિપ વિશે તેમણે પોતાના બ્લોગ પર લખ્યું છે કે એક મહિનામાં આશરે 700 યૂરો એટલે આશરે 50,000 રૂ.નો ખર્ચો થાય છે. આવા પ્રવાસના શોખીનોને તેમના jsailing.com બ્લોગ પરથી ટિપ્સ પણ મળી શકે છે.