સ્થાપત્યોની જાળવણી માટે અઢી કરોડ... પણ!

12 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છના ઈતિહાસની સાક્ષી પૂરતા સ્થાપત્યો પુરાતત્વ ખાતાની ઉદાસીનતાનો ભોગ બની રહ્યા છે ૨૦૦૧માં આવેલા ભૂકંપે કચ્છમાં વિનાશ વેર્યો. અને એમાં પણ ખાસ તો હજારો વર્ષ જૂની ઈતિહાસની સાક્ષી પૂરતી ઇમારતોને વ્યપાક પ્રમાણમાં નુકસાન થયું. ધરતીકંપને એક દાયકો પૂર્ણ થવા આવ્યો છે. ‘કચ્છડો બારે માસ’ છે. પ્રવાસન, ઉદ્યોગો, ગ્રામ્યજીવન બધુ જ પ્રગતીના પંથે છે. તો પાછળ શું રહી ગયું ? એ જે અહીંના પ્રાચીન સ્થાપત્યો જેના પ્રત્યે રાજ્ય સરકાર અને આર્કોલોજી વિભાગ બન્ને જ ઉદાસીનતા સેવી રહ્યા છે. ઈતિહાસ કારો પણ કહે છે કે, આ પુરાતત્વીય ઇમારતોનો ખજાનો માત્ર પુસ્તકોમાંજ ન રહી જાય તે માટે સરકાર અને પુરાતત્વ ખાતાના બાબુઓને આળસ મરડી કામે લાગવુ પડશે. સરકારે કચ્છમાં પ્રવાસનને વેગીલું બનાવવા કરોડો રૂપિયાના એંધાણ કર્યા છે પરંતુ અહીની સમૃધ્ધ કલા અને સ્થાપત્યોનો વારસો મંદિરો, મિસ્જદો, મહેલોમાં ધરબાયેલો છે. જેને જોવા દેશ વિદેશથી હજારો પ્રવાસીઓ આવ્યા છે. અને આ પુરાતત્વીય ઇમારતોના સમારકામ ન થતા અફસોસ પણ વ્યક્ત કર્યો હતો. તો કેટલાક લોકો ઇમારતોની ખસ્તા હાલત જોઇ દુ:ખી થયા. હજારો વર્ષ જૂની અહીની કલા-કારીગરી ખરેખર કાબીલે તારિફ છે પરંતુ જાળવણીના અભાવે તે નાશ પામી રહી છે. ભુજમાં આવેલી પુરાતત્વ ખાતાની ઓફિસે જ્યારે કોઇ વ્યક્તિ માહિતી માટે જઇ ચડે તો એને ડેલે હાથ દઇ પરત ફરવું પડે છે. કારણ સ્ટાફનો અભાવ. કચ્છ એક મોટો જિલ્લો છે જેમાં આવેલા પુરાતત્વીય સ્મારકોની જાળવણી કે, સમારકામ માટે કોઇ સ્ટાફ જ નથી. માત્ર કલાર્ક અને સિનિયર કલાર્ક સિવાય બાકીની બધીજ ખુરશીઓ હંમેશા ખાલી પડેલી જોવા મળે છે તો રાજ્ય સરકાર દ્વારા ખાલી પડેલી જગ્યાઓ શા માટે ભરવામાં નથી આવતી એ સવાલનો જવાબ કોઇ આપી શકતું નથી. કચ્છનો કલાથી સમૃધ્ધ વૈભવી ઈતિહાસ કાળધર્મ પામે એ પહેલાં પગલા લેવાશે ખરા....? એક દાયકાથી પૂરાતત્વખાતા દ્વારા ઇમારતોની સુધારણાની કામગીરી ચાલી રહી છે. પરંતુ હજુ સુધી પૂર્ણ થઇ તો જવાબ મળે છે ‘ના’ , કેમ ? ‘સ્ટાફનો અભાવ’, નવો સ્ટાફ કેમ નથી મૂકાતો ? ‘સરકાર ભરતી નથી કરતી’ અને આ સાથે દલીલો પર પૂર્ણ વિરામ. બાકી બધુ કરશુ, થશે, થઇ રહ્યુ છે, વિચાર શું આ શબ્દોમાં સરકારી તંત્રના જવાબો ખતમ થઇ જાય છે. ખાલી પડેલી જગ્યાઓ ક્યારે ભરાશે ? પુરાતત્વ સ્મારકોનીક જાળવણી અને પુનરોદ્ધારનું કાર્ય જેના હસ્તક છે. તેવી રાજ્ય સરકારની ભુજ સ્થિત કચેરીઓમાં માત્ર બે વ્યક્તિઓનો સ્ટાફ મૂકી સંતોષ માની લેવામાં આવે છે. જિલ્લાના ૨૦ જેટલા ઐતિહાસિક સ્મારકોની જાળવણી જેમના શિરે છે અન. જેના માટે ઓછામાં ઓછો ૨૦ જણાનો સ્ટાફ જોઇએ ત્યા માત્ર કલાર્ક અને હેડ કલાર્ક ફરજ પર મૂકી રાજ્ય સરકાર હાશકારો કરી બેસી જાય છે.જ્યારે પૂરારક્ષક સહાયક, અધીક્ષક, ફોટોગ્રાફર, ટેકિનકલ અસિસ્ટન, એન્જિનિયર અને ચોકીદારની જગ્યાઓ ખાલી પડી છે. જે અંગે કોઇ પાસે જવાબ નથી. લોકો પણ શબ્દોની કોતરણી કરી ઇમારતોનું સૌદર્ય બગાડે છે પુરાતત્વ ખાતામાં નવી ભરતીના અભાવે ઐતિહાસિક ઇમારતોને જાહેર જનતા દ્વારા પાનની પિચકારી કે પોતાના પ્રેમનો સાક્ષી બનાવા તેના પર ચાકુ વડે નામ કોતરી તેમની ખૂબસુરતીને દાગદાર કરવામાં આવી રહી છે. સ્થળ પર ચોકીદાર ના અભાવે લોકો તેનો ગેરલાભ પણ ઉઠાવે છે. કચ્છનો ઈતિહાસ માત્ર ફાઇલોમાં જ કેદ કચ્છના પુરાતત્વીય સ્થાપત્યોને રાજ્ય સરકાર દ્વારા રક્ષિત તો કરાયા પરંતુ ક્યાં ? તો જવાબ છે ‘માત્ર ફાઇલોમાં’ બાકી બધું રામ ભરોસે. જીઅસડીએમ ગુજરાત સ્ટેટ ડિઝાસ્ર્ટર મેનેજમેન્ટ દ્વારા ઐતિહાસિક સ્મારકોની જાળવણી અને રિપેરિંગ માટે બે કરોડ સીતેર લાખ અને પિસ્તાલીસ હજારની ગ્રાન્ટ ફાળવવામાં આવી પરંતુ એક દાયકમામાં કામ કેટલુ થયું તો કે, ૨૪ લાખનું બાકીની રકમ સંઘરી રખાય છે. ભૂકંપ ગ્રસ્ત સ્થાપત્યો માટે ફાળવાયેલી ગ્રાન્ટ શિવ મંદિર- કેરા ૧,૨૬,૯૩,૦૦૦/-(એકા કરોડ છવીસ લાખ ત્રાણું હજાર) કંથકોંટ દરવાજો ૪૫,૦૦,૦૦૦/-(પીસ્તાલીસ લાખ) પૂરેશ્વર મંદિર-મંજલ ૮૬,૦૫,૦૦૦/-(છયાંસી લાખ પાંચ હજાર) સૂર્ય મંદિર-કંથકોટ ૬,૬૩,૦૦૦/-(છ લાખ ત્રેસઠ હજાર) જૈન મંદિર-કંથકોટ ૫,૩૫,૦૦૦/-(પાંચ લાખ પાંત્રીસ હજાર) મેક મડોg બંગલો-અંજાર ૯,૮૭,૦૦૦/-(નવ લાખ સત્યાસી હજાર) ભરેશ્વર મંદિર ૨,૬૨,૦૦૦/-(બે લાખ બાસઠ હજાર) રામકૂંડ-ભુજ ૧,૫૬,૦૦૦/-(એકા લાખ છપ્પન હજાર) શૈલ ગુફા- સિયોત ૭૫,૨૦૦/- (પંચોતેર હજાર બસ્સો) પુરાતત્વ ખાતા હેઠળ આવતી કચ્છની ઐતિહાસિક ઇમારતો રામકૂંડ શિવ મંદિર ભરેશ્વર મંદિર શૈલ ગુફા -૧ શૈલ ગુફા -૨ પૂરેશ્વર મંદિર વડીમેડી, પદ્ધર ગઢ કંથકોટ દરવાજો જૈન મંદિર સૂર્ય મંદિર લખપત કિલ્લો, ગુરુદ્વારા આઇનો ડેરો મેક મર્ડો બંગલો - ભીતચિત્રો, ભૂવડેશ્વર મહાદેવ મંદિર