• Gujarati News
  • ધીણોધર, થાનને વિશ્વકક્ષાએ ટુરસ્ટિોને આકર્ષવા મોટી તકો મળશે

ધીણોધર, થાનને વિશ્વકક્ષાએ ટુરસ્ટિોને આકર્ષવા મોટી તકો મળશે

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા વહીવટી તંત્ર અને લોક સહયોગથી પ્રથમવાર આયોજિત અખિલ કચ્છ આરોહણ અવરોહણ ટ્રેકિંગ સ્પધૉમાં કચ્છભરમાંથી ૨૫૦થી વધુ સ્પર્ધકો ઉત્સાહભેર જોડાયા હતા.
સવારે ઉત્તેજનાપૂર્ણ વાતાવરણમાં સટાર્ટ આપતાં જ સ્પધૉઓ શિખરભણી શેર લગાવી હતી અને રોમાંચ વચ્ચે ભુજના પીન્ટુ વાઘેલાએ માત્ર ૨૨ મિનિટ અને ૧૪ સેકન્ડમાં આરોહણ અવરોણ પુરું કરીને પ્રથમ ઇનામ મેળવ્યું હતું. બીજા ક્રમે આવેલા ગાંધીધામના મનસિંહ યાદવ માત્ર ૪ સેકન્ડ પાછળ રહ્યા હતા.
±ાી વિભાગમાં ૩૯ મિનિટ અને ૨૦ સેકન્ડમાં આરોહણ, અવરોહણ પૂરું કરીને લાખિયારવીરાની વષૉ સથવારાએ મેદાન માર્યું હતું. કોટડા (ચ) ના રહીશ ૬૫ વર્ષના સીનીયર સીટીઝન સુલેમાન લોઢીયાએ પપ મિનીટમાં ટ્રેકિંગ પૂરું કરી યુવાનોને સરમાવે એ રીતે જોશભેર ભાગ લીધો હતો.
આ અવસરે કચ્છીમંત્રી વાસણભાઇ આહિરે સ્પર્ધકોની સાહસિકતા બિરદાવતા કહ્યું હતું કે, અહીં પ્રકૃતિમાં આયુર્વેદની વનસ્પતિનો ખજાનો પડ્યો છે. રાજ્ય સરકાર આ સ્થળને પ્રવાસન ક્ષેત્રે વિકસાવવાની તકો ઊભી કરવા આવા આયોજન લોક ભાગીદારીથી વધુમાં વધુ કરશે. તંત્ર દ્વારા દર વર્ષે જાન્યુઆરીમાં ટ્રેકિંગનું આયોજન કરવા અનુરોધ કર્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું
...અનુસંધાન પાનાનં.૯
કે, પ્રવાસન નગિમ દ્વારા રૂ. ૨૫ લાખની ગ્રાન્ટ ફાળવાઇ છે. આ ગ્રાન્ટમાંથી આગામી એક વર્ષમાં પાયાની સુવિધાઓ ઉભી કરાશે.
પ્રારંભમાં સ્વાગત પ્રવચન નાયબ વન સંરક્ષક ડી.ટી.વસાવડાએ કર્યું હતું. નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઇ સોમજિયાણીએ ધીણોધરને પ્રવાસન કેન્દ્રમાં સ્થાન અપાવવા તેમજ થાન-ધીણોધર માર્ગને સી.સી.રોડ બનાવવા રજૂઆત કરી હતી. જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન પ્રધ્યુમનસિંહ જાડેજાએ પાવરપટ્ટીમાં ચેકડેમની માગણી રજૂ કરી હતી. જિલ્લા પંચાયત પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન કેશુભાઇ પટેલે ધીણોધરના સ્થાનનો તબક્કાવાર વિકાસ થાય તેવો અનુરોધ કર્યો હતો. વનવિભાગના અધિકારી સંપટે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું.
નખત્રાણાના પ્રાંત અને સ્પધૉના લાયઝન અધિકારી એસ.પી.મુનિયાએ પ્રવાસન ઇવેન્ટ દર વર્ષે યોજાશે તેવો નિદેઁશ આપી ડિસેમ્બરના અંતમાં અગર તો જાન્યુ.ના પ્રથમ અઠવાડિયામાં યોજાશે.
આ કાર્યક્રમમાં ભુજ એ.પી.એમ.સી.ના હઠુભા જાડેજા, લાલજીભાઇ રામાણી, જયસુખભાઇ પટેલ, નખત્રાણાના સરપંચ ડાયાભાઇ સેંઘાણી, ખેંગારભાઇ રબારી, માવજીભાઇ પટેલ, છગનલાલ પટેલ, લક્ષ્મીભાઇ નાથાણી, હિતેશભાઇ ગોસ્વામી, ભૂપેન્દ્રભાઇ ભાનુશાલી, વનવિભાગના વસાવડા, સંપન્નભાઇ, ટી.ડી.ઓ. રબારી, મોહનભાઇ રબારી, હરેશભાઇ રાજાણી જોડાયા હતા. પેટ્રોલિંગ પી.વી.જાડેજા, પી.એસ.આઇ. મહેન્દ્રસિંહ રાણાએ કર્યું હતું. સંચાલન પી.ડી.છાભૈયા, આભારવિધિ બળદેવભાઇએ કરી હતી.
ધીણોધર ઝડપભેર સર કરનારા વજિેતા સ્પર્ધકો
પુરૂષ વિભાગ
(૧) પીન્ટુુુુુુુ વાઘેલા (ભુજ ૨૨ મિ.૧૪ સે.)
(૨) મેનસિંહ જાદવ (ગાંધીધામ ૨૨ મિ.૧૮ સે.)
(૩) રમેશ એન કોલી (વિથોણ ૨૪ મિ. ૨૦ સે.)
(૪) ગણપતસિંહ સોઢા (ગોધિયાર ૨૪મિ. ૫૩ સ)
(૫) વંશ ગોવિંદ ભીમા (ભુજ ૨૫ મિ. ૮ સે.)
±ાી વિભાગ
(૧) વષૉ સથવારા (લાખીયાવીરા ૩૯ મિ. ૨૦ સે.)
(૨) ભૂમિકા જે. સોમજીયાણી (વિરાણીમોટી ૪૦ મિ.૩૪સે.)
(૩) ભિકત સોમજીયાણી (વિરાણી મોટી ૪૦ મિ. ૫૫ સે.)
(૪) ખાતુન શબીના (ભુજ ૪૩ મિ. ૨૨ સે.)
(૫) કેશરાણી દિવ્યા (નખત્રાણા ૪૫મિ.૫૬ સે.)