તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નરેન્દ્ર મોદીની સોલાર સિટી યોજના : સૂર્યનગરી પરિયોજના માટે ફાળવાયાં કરોડો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: ગાંધીનગરને સોલર સિટી મતલબ કે સૂર્યનગરી બનાવવાની કલ્પના કરવા સાથે તેના માટેની યોજના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ અમલી બનાવી હતી. હવે આ યોજનાને વધુ વેગવાન બનાવવા માટે રાજ્ય સરકારે નવા બજેટમાં પ્રથમવાર 42 કરોડ જેવી જંગી રકમની જોગવાઇ કરી છે. આગામી દિવસોમાં પાટનગરમાં સરકારી શૈક્ષણિક સંકૂલો અને સરકારી સહાય મેળવતી સંસ્થાઓના મકાનના ધાબાઓ પર સોલર પેનલ લગાવીની વીજ ઉત્પાદ્દન કરવા માટેની યોજના હાથ ઘધરવામાં આવશે.
Paragraph Filter

- સોલર સિટી પરિયોજના માટે 42 કરોડ ફાળવાયાં
- પાટનગરમાં હવે સરકારી શાળા-કોલેજ અને સંસ્થાઓનાં ધાબે વીજ ઉત્પાદન કરાશે

શહેર આસપાસ બે સ્થળે આ યોજના અંતર્ગત 10 મેગાવોટના બે પાવર પ્લાન્ટ કાર્યાન્વિત કરવામાં આવ્યા છે અને રૂફટોપ પોલિસી અમલી કરવામાં આવી છે. જેમાં ખાનગી મિલકતધારક પણ પોતાના મકાનના ધાબા પર સોલર સિસ્ટમ લગાડાવીને વીજળીનું ઉત્પાદન કરી પોતાના ઘરમાં તેનો ઉપયોગ કરવાની સાથે જો વાપરતા વીજળી વધે તો તે સરકારને વેચીને કમાણી કરી શકે છે. આ ઉપરાંત છેલ્લા 5 વર્ષ દરમિયાન પાટનગર સ્થિત મોટા ભાગની સરકારી કચેરીઓના ધાબા પર સોલર પેનલ મૂકીને વીજ ઉત્પાદન કરાઇ રહ્યું છે. બીજી બાજુ સરકારી બંગલા ટાઇપ આવાસોમાં સોલર વોટર હિટર અને એક પંખો તથા બે ટ્યુબલાઇટ ચાલે તેવી ક્ષમતાની સોલર સિસ્ટમ લગાડવામાં આવી છે.

રાજ્યકક્ષાના મંત્રી ગોવિંદભાઇ પટેલે મંગળવારે વિધાનસભા ગૃહમાં રજૂ કરેલા જવાબમાં જણાવ્યું હતું કે ગાંધીનગરને સોલર સિટી અને કાર્બન ન્યુટ્રલ સિટી તરીકે વિકસાવવા માટે ખાસ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. તેના અંતર્ગત આ વખતના બજેટમાં ~ 42 કરોડની ફાળવણી કરવામાં આવી છે. હવે પ્રોજેક્ટને આગળ ધપાવવા માટે સરકારી માલિકીની શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી સહાય મેળવતી સંસ્થા સંગઠનના પરિષર અને ધાબામાં સોલર સિસ્ટમ લગાડાશે.
આગળ વાંચો એલઇડી લાઇટ અને ટેકનોલોજી અપાશે, બેટરી બેંક દ્વારા વીજ સંગ્રહની યોજના
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો