તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Zydus Cadilla To Seek Approval For Emergency Use Of 'ZyCoV D' Vaccine, Fourth Corona Vaccine To Be Available Soon

કોરોના સામે વધુ એક શસ્ત્ર:ટૂંક સમયમાં જ મળી શકે છે ચોથી વેક્સિન-'ZyCoV-D'; ઈમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી માંગશે ઝાયડસ કેડિલા

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે ટૂંક સમયમાં જ ચોથુ હથિયાર

ભારતને કોરોના સામે ચોથુ 'શસ્ત્ર' મળે તેવી સંભાવના મજબૂત થઈ ગઈ છે. અમદાવાદ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલાએ આ મહિનામાં તેની કોવિડ-19 વેક્સિન 'ZyCoV-D'ની ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મેળવવા માટેની અરજી કરી શકે છે. કંપનીને વિશ્વાસ છે કે આ વેક્સિનની મે મહિનામાં જ મંજૂરી મળી જશે. કંપની દર મહિને એક કરોડ કોરોના વેક્સિનના ડોઝ બનાવવાનો દાવો કરી રહી છે.

એક અહેવાલ મુજબ, જો મંજૂરી આપવામાં આવશે તો ZyCoV-D ભારતના Covid-19 વેક્સિનેશન અભિયાનમાં ઉપયોગમાં લેવામાં આવતી ચોથી રસી હશે. મેડ ઇન ઇન્ડિયા, કંપનીની યોજના વેક્સિનનું ઉત્પાદન દર મહિને 3-4 કરોડ ડોઝ સુધી વધારવાની છે. આ માટે તે અન્ય બીજી બે ઉત્પાદક કંપનીઓ સાથે પહેલેથી જ વાતચીત કરી રહી છે.

ઇન્ટ્રાડેર્મલ ઇન્જેક્શન ડોઝમાં આપી શકાય છે
વેક્સિનને આદર્શ રીતે 2 થી 8 ડિગ્રી તાપમાન વચ્ચે સંગ્રહિત થવી જોઈએ. તે 25 ડિગ્રી તાપમાને પણ ઓરડાના તાપમાનની સ્થિતિમાં પણ સ્થિર રહે છે. તેનો ડોઝ લગાવવો પણ સરળ છે. ડેવલપર્સએ આ માહિતી આપી છે. તેમનું કહેવું છે કે તેને ઇન્ટ્રાડેર્મલ ઇન્જેક્શન દ્વારા તેને ઈંજેક્ટ કરી શકાય છે.

જો ZyCoV-Dનો ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપવામાં આવે છે, તો દેશના વેકસીનેશન અભિયાનમાં આવતી ખામીને દૂર કરવામાં મદદ મળશે. તમને જણાવી દઈએ કે પહેલા એપ્રિલમાં ઝાયડસ કેડિલાએ જાહેરાત કરી કે તેમની દવા Virafinને કોવિડ -19ના હળવા કેસોની સારવાર માટે ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ તરફથી પ્રતિબંધિત ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે.

ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મેળવવા માટે ખૂબ નજીક : શર્વિલ પટેલ
મીડિયા સાથેની એક મુલાકાતમાં શર્વિલ પટેલે કોરોના વેક્સિન ZyCoV-Dના તમામ પાસાઓ પર વાત કરી હતી. તેઓએ કહ્યું કે અમારી વેક્સિન ઈમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી મેળવવા માટે ઘણી નજીક છે. તેમણે કહ્યું, 'મને એ જણાવતાં ખૂબ જ આનંદ થાય છે કે કોવિડ સામે ભારતની પ્રથમ સ્વદેશી રીતે વિકસિત ડીએનએ વેક્સિન, જે અમારી ZyCoV-D છે, મંજૂરીની ઘણી નજીક પહોંચ્યા છીએ.'

12 થી 17 વર્ષની વયના બાળકોને પણ વેક્સિનની ટ્રાયલમાં સામેલ કરવામાં આવ્યા
શર્વિલ પટેલે કહ્યું કે, "અમે ક્લિનિકલ ટ્રાયલ માટે અમારી બધી ભરતી લગભગ પૂર્ણ કરી લીધી છે. ભારતમાં કોવિડ વેક્સિનની ટ્રાયલ માટે આપણે અત્યાર સુધીમાં સૌથી વધુ દર્દીઓની ભરતી કરી છે. ટ્રાયલના ભાગ રૂપે વેક્સિન અપાયેલા સ્વયંસેવકોની સંખ્યા 28,000 છે. " શર્વિલ પટેલે એમ પણ કહ્યું હતું કે તેમની કંપનીએ 12-17 વર્ષની વયના બાળકોને પણ વેક્સિનની ટ્રાયલ માટે સામેલ કરવામાં આવ્યા છે.

શર્વિલ પટેલે જણાવ્યું હતું કે અસરકારકતા ડેટા પ્રાપ્ત થતાં જ અમે ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મેળવવા અરજી કરીશું. તેમણે કહ્યું કે જેવી જ મંજૂરી મળતાંની સાથે જ જુલાઈથી Zydus Cadila કોવિડ -19 વેક્સિનનું ઉત્પાદન શરૂ કરી દેશે.

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે અમે મે મહીનાના મધ્યમાં અમારી વેક્સિનની અસરકારકતાના ડેટા જોવા મળશે. અમે વેક્સિનના મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવાની અપેક્ષા રાખીએ છીએ," તેમણે કહ્યું કે મે સુધીમાં કંપની કોવિડ -19 વેક્સિનના મર્યાદિત ઉપયોગ વિશે નિયમનકારો સાથે વાત કરવાની સ્થિતિમાં હશે.