તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Zydus Cadila's Corona Vaccine Trial Almost Complete, Expected To Start Vaccination By The End Of July Or In August

જુલાઈથી બાળકોનું વેક્સિનેશન શરૂ!:ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિનનું ટ્રાયલ અંતિમ તબક્કામાં, એક મહિના પછી વેક્સિનેશન શરૂ થઈ શકે છે

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકોના વેક્સિનેશ માટે 25થી 26 કરોડ ડોઝની આવશ્યકતા

દેશમાં ત્રીજી લહેર પહેલા કોરોનાવાયરસના ડેલ્ટા+ વેરિયન્ટે પગ પેસારો કર્યો છે. આ લહેર નાના બાળકોને ટાર્ગેટ કરી શકે છે. તેવામાં બાળકોની કોરોના વેક્સિન પણ ટૂંક સમયની અંદર એટલે કે જુલાઈ મહિનામાં માર્કેટમાં આવી શકે છે. અત્યારે ભારત બાયોટેકની કોવેક્સિન, ફાઇઝર અને ઝાયડસ કેડિલાની વેક્સિનને માન્યતા મળી શકે છે.

કોવિડ વર્કિંગ ગ્રુપના અધ્યક્ષ ડૉ. આન્કે અરોરાએ રવિવારે જણાવ્યું હતું કે ઝાયડસ કેડિલાની વેક્સિનના ટ્રાયલ લગભગ પૂરા થઈ ગયા છે. જુલાઈના અંત સુધી અથવા ઓગસ્ટમાં અમે 12થી 18 વર્ષના બાળકોને વેક્સિન આપવાની શરૂઆત કરી શકીશું.

રોજ 1 કરોડ ડોઝ લગાડવાનો લક્ષ્યાંક
તેમણે કહ્યું કે ICMRએ એક અભ્યાસ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ત્રીજી લહેર આવતા હજુ વાર લાગશે. દેશમાં દરેકને વેક્સિન આપવા માટે અમારી પાસે 6-8 મહિનાનો સમય છે. આગામી દિવસોમાં અમારું લક્ષ્ય છે કે દરરોજ 1 કરોડ ડોઝના ઇન્જેક્શન અપાય.

AIIMS ચીફે કહ્યું- બાળકોની વેક્સિન આવ્યા પછી શાળાઓ શરૂ કરી શકાશે
AIIMS ચીફ ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે બાળકોની કોરોના વેક્સિન આવવીએ સૌથી મોટી ઉપલબ્ધી હશે. આનાથી શાળાઓને ફરીથી ખોલવા અને આઉટડોર એક્ટિવિટી શરૂ કરવાનો માર્ગ મોકળો બની જશે. ગુલેરિયાએ આ વાત શનિવારે ન્યૂઝ એજન્સી PTI સાથે વાતચીત દરમિયાન કરી હતી.

બાળકો માટે ત્રણ વેક્સિન

  • ભારત બાયોટેકની કોવેક્સિનને 2 અને 18 વર્ષના બાળકો પર કરાયેલા ફેઝ 2 અને 3 ટ્રાયલના પરિણામ સપ્ટેમ્બર સુધી આવશે. ડ્રગ રેગ્યુલેટર દ્વારા મંજૂર મળ્યા પછી તે સમયના અંતરાળમાં ભારતની અંદર બાળકો માટે વેક્સિન આવી શકે છે.
  • જો આની પહેલા ફાઇઝરની વેક્સિનને મંજૂરી મળી જશે તો આ પણ બાળકો માટે એક યોગ્ય વિકલ્પ રહેશે.
  • એક વરિષ્ઠ સરકારી અધિકારીના જણાવ્યા પ્રમાણે, ઝાયડસ કેડિલા પણ જલદી પોતાની કોરોના વેક્સિન ZyCoV-Dને તાત્કાલિક ધોરણે વપરાશમાં લેવાની મંજૂરી માટે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાને અપ્લાઈ કરી શકે છે.

બાળકોના શિક્ષણ પર માઠી અસર, શાળાઓ શરૂ કરવી આવશ્યક
ડો.ગુલેરિયાએ કહ્યું કે, જો ઝાયડસ વેક્સિન મંજૂર થઈ જાય તો અમારી પાસે વધુ એક વિકલ્પ રહેશે. જોકે, બાળકોમાં મોટાભાગના કેસો હળવા ચેપના હોય છે, એમ તેમણે જણાવ્યું હતું. વળી કેટલાક બાળકોમાં તો લક્ષણો પણ દેખાતા નથી. જોકે, તેઓ ચેપના વાહક હોઈ શકે છે.

તેમણે કહ્યું કે રોગચાળાને કારણે છેલ્લા દોઢ વર્ષમાં બાળકોના શિક્ષણ પર માઠી અસર પડી છે. જેથી શાળાઓ ફરીથી ખોલવી પડશે. વેક્સિનેશ આમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવશે. કોરોના મહામારીને નાથવા માટે આ એક સારો ઉપાય રહેશે.

બાળકો માટે 25થી 26 કરોડ ડોઝની આવશ્યકતા
બાળકોમાં કોરોના સંક્રમણની સમીક્ષા કરવા, મહામારી સાથે સંકળાયેલી નવી રીતો શોધવા અને તેના માટેની તૈયારીઓને વધુ મજબૂત બનાવવા માટે એક રાષ્ટ્રીય નિષ્ણાત જૂથની રચના કરવામાં આવી છે. બાળકોના વેક્સિનેશન મુદ્દે, નીતિ આયોગના સભ્ય ડૉ. વી.કે.પૉલે તાજેતરમાં કહ્યું હતું કે આ ગ્રુપ નાનું નથી. મારા અંદાજ મુજબ 12થી 18 વર્ષની ઉંમરના બાળકોની સંખ્યા લગભગ 13થી 14 કરોડ છે. આ માટે અમારે 25થી 26 કરોડ ડોઝની જરૂર પડશે.

સરકારે તાજેતરમાં જાણ કરી હતી કે અત્યારસુધી કોરોનાવાયરસ બાળકો માટે એટલો ઘાતક નીવડ્યો નથી. તેમ છતાં જો વાયરસનો અલગ સ્ટ્રેન બહાર આવે તો કોવિડ કેસોમાં વધારો નોંધાઈ શકે છે. જોકે આવી કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમે અત્યારથી જ તૈયારીઓ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...