તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Zydus Cadila May Seek Approval For Emergency Use Of Corona Vaccine Next Week, The World's First DNA Vaccine

દેશને ચોથી રસી મળવાની આશા:ઝાયડસ કેડિલા આગામી સપ્તાહે કોરોના વેક્સિનના ઇમર્જન્સી યુઝની મંજૂરી માગી શકે છે, આ દુનિયાની પ્રથમ DNA વેક્સિન હશે

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતની મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં સામેલ ઝાયડસ કેડિલા આગામી સપ્તાહે પોતાની કોરોના વેક્સિન ઝાયકોવ-ડીના ઈમર્જન્સી યુઝ અપ્રૂવલ માટે સેન્ટ્રલ ડ્રગ્સ રેગ્યુલેટરને અપ્લાઇ કરી શકે છે. ઓફિશિયલ સૂત્રોએ શુક્રવારે આ જાણકારી આપી હતી.

જો આ વેક્સિનને મંજૂરી મળી જશે તો આ કોરોના વાયરસ વિરુદ્ધ દુનિયાની પ્રથમ DNA વેક્સિન થશે. આ સાથે જ દેશમાં ઉપલબ્ધ વેક્સિનની સંખ્યા 4 થઈ જશે. અત્યારસુધી ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ, ભારત બાયોટેકની કોવેક્સિન અને રશિયાની સ્પુતનિક-V ઉપયોગમાં લેવાઈ રહી છે.

ફેઝ-3 ટ્રાયલનું ડેટા એનેલિસિસ લગભગ તૈયાર
એક અધિકૃત સૂત્રએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે વેક્સિનની ફેઝલ-3 ટ્રાયલનો ડેટા એનેલિસિસ લગભગ તૈયાર છે. કંપનીએ સરકારને આ જાણકારી આપી છે કે તે આગામી સપ્તાહે વેક્સિનના ઈમર્જન્સી યુઝના લાઇસન્સ માટે અરજી કરી શકે છે. આ વેક્સિનનો ટેસ્ટ પુખ્તો ઉપરાંત 12થી 18 વર્ષનાં બાળકો પર પણ કરવામાં આવી રહ્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે અમદાવાદની આ કંપની આગામી સપ્તાહે લાઇસન્સ માટે આવે છે તો આશા છે કે અમારી પાસે એ જોવા માટે પૂરતો ડેટા હોય કે શું આ વેક્સિન બાળકોને પણ આપી શકાય એમ છે?

ઝાયડસ કેડિલા આગામી સપ્તાહે પોતાની કોરોના વેક્સિન ઝાયકોવ-ડીના ઈમર્જન્સી યુઝ અપ્રૂવલ માટે સેન્ટ્રલ ડ્રગ્સ રેગ્યુલેટરને અપ્લાઈ કરી શકે છે.
ઝાયડસ કેડિલા આગામી સપ્તાહે પોતાની કોરોના વેક્સિન ઝાયકોવ-ડીના ઈમર્જન્સી યુઝ અપ્રૂવલ માટે સેન્ટ્રલ ડ્રગ્સ રેગ્યુલેટરને અપ્લાઈ કરી શકે છે.

સ્ટોરેજ માટે કોલ્ડચેઇનની જરૂર નહીં
ડીએનએ-પ્લાજ્મિડ બેઝ્ડ ઝાયકોવ-ડી ત્રણ ડોઝવાળી વેક્સિન હશે. એને 2થી 4 ડીગ્રી સે. તાપમાન પર સ્ટોર કરી શકાય છે. આ માટે કોલ્ડચેઈનની જરૂર નથી. આનાથી દેશના દૂરના વિસ્તારોમાં તેનું ટ્રાન્સપોર્ટેશન સરળ બની જાય છે. આ વેક્સિનને ડેવલપ કરવામાં નેશનલ બાયોફાર્મા મિશન પાસેથી મદદ મળી છે.

આ રીતે કામ કરે છે આ વેક્સિન
પ્લાજ્મિડ DNA માનવ શરીરમાં જવાથી વાઇરલ પ્રોટીન બની જાય છે. આ શરીરને વાયરસના વાસ્તવિક હુમલા જેવો અનુભવ કરાવે છે. આનાથી શરીરમાં વાયરસ પ્રત્યે મજબૂત ઈમ્યુન રિસ્પોન્સ વિકસિત થાય છે. આ વાયરસને વિકસતા રોકે છે. જો કોઈ વાયરસ પોતાનો આકાર-પ્રકાર બદલે છે એટલે કે એમાં મ્યૂટેશન થાય છે તો આ વેક્સિન થોડાં જ સપ્તાહોમાં બદલી શકાય છે.