તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Zydus Cadila Get Approval For Clinical Trial, First Indian Company To Manufacture Antibody Cocktails

કોરોના અપડેટ:ઝાયડસ કેડિલાને ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી મળી, એન્ટિબોડી કોકટેલ તૈયાર કરનાર પ્રથમ ભારતીય કંપની

9 દિવસ પહેલા
ફાઈલ તસવીર
  • ઝાયડસની ZyCoV-D વેક્સિનના કુલ 3 ડોઝ લોકોને આપવામાં આવશે, આ એક નીડલ-ફ્રી વેક્સિન હશે

ભારતની ચોથી સૌથી મોટી કંપની ઝાયડસ કેડિલાને એન્ટિબોડી કોકટેલ બનાવવાની મંજૂરી પ્રાપ્ત થઈ ગઈ છે. છેલ્લા કેટલાક સમય પહેલા જ ઝાયડસ કેડિલાએ ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા પાસેથી એન્ટિબોડી કોકટેલના ટ્રાયલની મંજૂરી પ્રાપ્ત કરી હતી.

તમને જણાવી દઈએ કે ઝાયડસ ભારતની એક માત્ર એવી કંપની છે, જેને કોરોના પોઝિટિવ દર્દીઓ માટે મોનોક્લોનલ એન્ટિબોડી આધારિત કોકટેલ તૈયાર કર્યું છે. આ કોકટેલ સામાન્ય અને હળવા લક્ષણ ધરાવતા કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર માટે વપરાશમાં આવશે.

કોરોના સંક્રમિત દર્દીઓ માટે રાહતના સમાચાર
કંપનીના જણાવ્યા પ્રમાણે, આ બે મોનોક્લોનલ એન્ટિબોડીનું એક કોકટેલ છે જે પ્રાકૃતિક એન્ટિબોડીની કોપી કરે છે અને તે શરીરમાં સંક્રમણ વિરૂદ્ધ લડત આપવામાં ઉપયોગી સાબિત થાય છે. કેટલાક દિવસો પહેલા ઝાયડસ હેલ્થકેર લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર ડૉ. શરવિલ પટેલે કહ્યું હતું કે અત્યારના કપરા કાળમાં દર્દીઓને સારી સારવાર મળી રહે તે માટે વધુ સુરક્ષિત અને પ્રભાવી કોઈ ઉપાય શોધવાની આવશ્યકતા છે. અત્યારે એવા વિવિધ વિકલ્પોને શોધવા અત્યંત આવશ્યક છે, જે કોરોના સંક્રમિત દર્દીઓની મુશ્કેલીઓમાં ઘટાડો કરી શકે.

ઝાયડસ કેડિલા સાથે સંલગ્ન કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો
ગુજરાત રાજ્યના અમદાવાદ સ્થિત આવેલી ફાર્મા કંપની ઝાયડસ કેડિલાનું દવા નિર્માણ ક્ષેત્રમાં સારૂ નામ છે. આ કંપની અત્યારે ZyCoV-D નામથી કોરોનાની દવા બનાવી રહી છે, જેનું પ્રોડક્શન જૂનથી શરૂ થઈ શકે છે. મોટી ઉંમરના લોકો પર ટ્રાયલ પૂર્ણ થઈ ગયા છે અને આ દવા ટૂંક સમયમાંજ માર્કેટમાં બહાર આવી શકે છે. અત્યારે કોરોના મહામારી સામે નાના બાળકોને રક્ષણ આપવા માટે પણ વિવિધ વેક્સિન કંપનીઓએ પ્રયોગો હાથ ધર્યા છે, જેમાં પણ ઝાયડસની કંપની આગળ છે. તેઓએ ZyCoV-D વેક્સિનના બાળકો પર ટ્રાયલ કરવાના શરૂ પણ કર દીધા છે.

ઝાયડસની વેક્સિનના 3 ડોઝ અપાશે, તે નીડલ-ફ્રી હશે
ઝાયડસ કેડિલાની આ વેક્સિનને 2-8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર સ્ટોર કરવાની આવશ્યકતા રહેલી હોય છે. પરંતુ આ વેક્સિન 25 ડિગ્રી તાપમાન ધરાવતા રૂમમાં પણ 4 મહિના સુધી તટસ્થ રહી શકે છે, જે ભારત દેશ માટે મહત્ત્વપૂર્ણ છે. વળીં, અત્યારે ભારતમાં જેટલી પણ વેક્સિનના ડોઝ લોકોને અપાઈ રહ્યા છે એનો કુલ કોર્સ 2 ડોઝનો હોય છે. પરંતુ ઝાયડસની આ વેક્સિનના કુલ 3 ડોઝ લોકોને આપવામાં આવશે. પ્રત્યેક 1 મહિના પછી આનો 1 ડોઝ લગાડવામાં આવી શકે છે. આનો ડોઝ લેવો પણ સરળ છે કારણ કે આ નીડલ-ફ્રી છે.

અન્ય સમાચારો પણ છે...