વચગાળાના જામીન:ઝુબૈરને સુપ્રીમકોર્ટના આદેશ પર જામીન મળ્યા પણ છુટકારો નહીં

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ કેસ સંબંધમાં કોઇ નવી પોસ્ટ ન કરવા કોર્ટની સલાહ

હિન્દુ સંતોને હેટમોન્ગર્સ (નફરત ફેલાવનારા) કહેવા બદલ ઉત્તર પ્રદેશના સીતાપુરમાં દાખલ એફઆઇઆર મામલે સુપ્રીમકોર્ટે ઓલ્ટ ન્યૂઝના સહસંસ્થાપક મોહમ્મદ ઝુબૈરને 5 દિવસના વચગાળાના જામીન આપ્યા છે. જોકે, આ જામીન માત્ર સીતાપુરમાં દાખલ કેસ માટે જ છે. દિલ્હીમાં થયેલા કેસો મામલે ઝુબૈર હજુ પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં જ રહેશે.

સુપ્રીમકોર્ટનાં જસ્ટિસ ઇન્દિરા બેનરજી અને જસ્ટિસ જે. કે. માહેશ્વરીની બેન્ચે આદેશ કર્યો કે ઝુબૈર સીતાપુર મેજિસ્ટ્રેટની કોર્ટનું અધિકારક્ષેત્ર છોડીને નહીં જાય અને બેંગલુરુમાં કે અન્ય સ્થળોએ થયેલા કેસોના ઇલેક્ટ્રોનિક પુરાવા સાથે ચેડાં પણ નહીં કરે. સાથે જ કોર્ટે ઝુબૈરને આ કેસ સંબંધમાં કોઇ નવી પોસ્ટ કે ટ્વીટ ન કરવા સલાહ આપી. નોંધનીય છે કે ઝુબૈરે નરસિંહાનંદ સરસ્વતી, બજરંગમુનિ તથા અન્ય એક સંતને હેટમોન્ગર કહ્યા હતા.

રોહિત રંજનની ધરપકડ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી
રાહુલ ગાંધીના ભાષણના કથિત ચેડાંવાળા વીડિયો મુદ્દે વિવાદમાં આવેલા ઝી ન્યૂઝના એન્કર રોહિત રંજનની ધરપકડ પર સુપ્રીમકોર્ટે રોક લગાવી છે. જસ્ટિસ ઇન્દિરા બેનરજી અને જસ્ટિસ જે. કે. માહેશ્વરીની બેન્ચે રોહિત સામે દાખલ વિવિધ કેસોમાં તેને વચગાળાની રાહત આપી છે. કોર્ટે આ કેસમાં તમામ ફરિયાદો એક જગ્યાએ ટ્રાન્સફર કરવાની રોહિતની માગ પર કેન્દ્ર સરકારને નોટિસ જારી કરીને જવાબ માગ્યો છે.

અન્ય સમાચારો પણ છે...