• Gujarati News
  • National
  • Zina's Supporter Calls Sardar Patel In CWC Meeting, BJP Says This Is The Culmination Of Gandhi Family's Flattery

કોંગ્રેસ નેતાના નિવેદન પર બબાલ:CWCની મીટિંગમાં સરદાર પટેલને ગણાવ્યા ઝીણાના સમર્થક, ભાજપે કહ્યું- આ તો ગાંધી પરિવારની ખુશામતગીરીની પરાકાષ્ઠા છે

એક મહિનો પહેલા

કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની મીટિંગમાં પાર્ટીના એક નેતાના નિવેદન પર હોબાળો થઈ ગયો છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં દેશના પ્રથમ ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કરવામાં આવ્યું છે.

ભાજપનો આરોપ છે કે કોંગ્રેસના નેતા તારિક હમીદ કર્રાએ મીટિંગમાં સરદાર પટેલને મોહમ્મદ અલી ઝીણાના સમર્થક ગણાવ્યા છે. તારિક હમીદ કર્રા PDPમાંથી કોંગ્રેસમાં આવ્યા છે. તેઓ કોંગ્રેસ કાર્યસમિતિના આમંત્રિત સભ્ય છે.

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ સોમવારે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે 16 ઓક્ટોબરે કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં દેશના લોખંડી પુરુષ સરદાર પટેલનું અપમાન કરાયું છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની સામે આ પ્રકારનું નિવેદન કરવું તે ખુશામતગીરીની એક પરાકાષ્ઠા છે.

કોઈને પણ અપમાનિત કરી શકે છે કોંગ્રેસના નેતા
સંબિત પાત્રાએ કહ્યું કે, 'આજે તે વાત સ્પષ્ટ થઈ ગઈ કે પોતાના પરિવારની વિરાસતને ઉપર રાખવા માટે નહેરુ-ગાંધી રાજવંશને ઉપર રાખવા માટે તેઓ સુભાષચંદ્ર બોઝ હોય કે વીર સાવરકર કે પછી હોય સરદાર પટેલ કોઈને પણ અપમાનિત કરવાના હોય, કોઈના પણ નામે ભ્રમ ફેલાવવાનો હોય, કોંગ્રેસ પાર્ટી આ બધું જ કરી શકે છે.' પાત્રાએ સરદાર પટેલના નિવેદન પર કોંગ્રેસ પાર્ટી પાસે જવાબ માગ્યો છે.

ભાજપના પ્રવક્તાએ શું કહ્યું?
ભાજપના પ્રવક્તાએ કહ્યું, 'આજે અખબારોમાં છપાયું છે કે 2 દિવસ પહેલાં મળેલી CWCની બેઠકમાં કાશ્મીરને લઈને કેટલાંક સવાલો ઊભા થયા હતા. બેઠકમાં કાશ્મીરને લઈને ભ્રમનું વાતાવરણ ઊભું કરાયું. એવું પણ કહેવામાં આવ્યું કે જવાહરલાલ નહેરુજીએ જમ્મી કાશ્મીરને હિંદુસ્તાનમાં ઈન્ટીગ્રેટ કર્યું.' એવું પણ કહેવામાં આવ્યું કે આ સમગ્ર પ્રયોજનમાં સરદાર પટેલ ઝીણાની સાથે જ હતા. ઝીણાની સાથે મળીને પટેલ કાશ્મીરને હિંદુસ્તાનથી અલગ રાખવાનો પ્રયાસ કરી રહ્યાં હતા.

કોણ છે આ કોંગ્રેસના નેતા, જેમના નિવેદનથી બબાલ ઊભી થઈ
મીડિયા રિપોર્ટ મુજબ, ગાંધી પરિવારની પ્રશંસા કરતા કર્રાએ જવાહર નહેરુની જોરદાર પ્રશંસા કરી હતી. કર્રાએ એમ પણ કહ્યું કે જમ્મુ કાશ્મીરના લોકો આજે ભારતમાં છે તો તેનો શ્રેય માત્રને માત્ર પંડિત નહેરુને જાય છે. તેઓએ આરોપ લગાવ્યો કે સરદાર પટેલ મોહમ્મદ અલી ઝીણાના ગ્રુપમાં હતા અને જમ્મુ કાશ્મીરને પાકિસ્તાનમાં મેળવવા માગતા હતા.

આ વચ્ચે કોંગ્રેસના નેતાઓએ તેમને મુદ્દાઓ પર જ વાત રાખવાની સલાહ આપી. કર્રાએ એમ પણ જણાવ્યું કે સરદાર પટેલ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રહી ચુક્યા છે. ભારતના એકીકરણમાં તેમનું અતુલનીય યોગદાન રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...