• Gujarati News
  • National
  • YouTube Is Not Good For Kids, With Streaming Companies Turning To Kid Shows, A 60% Increase In Demand

ધ ઇકોનોમિસ્ટમાંથી:યુટ્યૂબ બાળકો માટે સારું નથી, સ્ટ્રીમિંગ કંપનીઓ કિડ શો તરફ વળી, માગમાં 60%નો વધારો

ન્યૂ દિલ્હી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એન્ટરટેઈનમેન્ટ : ડિઝની, નેટફ્લિક્સ, પેરામાઉન્ટે બાળકોનાં કન્ટેન્ટ પાછળ કરોડોનું રોકાણ કર્યું

મહામારીનો સમય બાળકો અને કિશોરોના વાલીઓ પર ભારે પડ્યો છે. સ્કૂલો બંધ થવાને કારણે તેમણે પોતાના કામની સાથે બાળકો પર પણ નજર રાખવી પડી છે. જોકે, તેમને સોશિયલ મીડિયા, ફિલ્મો અને વીડિયોના માધ્યમથી થોડી રાહત જરૂર મળી છે. ડેટા ફર્મ પેરટ એનાલિટિક્સના એક અભ્યાસમાં જોવા મળ્યું કે, અમેરિકામાં 2020થી સપ્ટેમ્બર, 2021 સુધી ફિલ્મોની સર્ચ સાઈટ આઈએમડીબી પર બાળકોના શોની માગમાં 60%નો વધારો થયો છે. આ સમય દરમિયાન અન્ય જોનરની ફિલ્મો, વીડિયોની માગ 23% વધી છે.

તેની સાથે જ સોશિયલ મીડિય ક્ન્ટેન્ટ અંગે પણ માતા-પિતાની ચિંતામાં વધારો થયો છે. પ્યૂના તાજા સરવે અનુસાર લગભગ અડધા વાલીઓએ કહ્યું કે, યુવાનો વચ્ચે સૌથી વધુ લોકપ્રિય યુટ્યૂબનું કન્ટેન્ટ બાળકો માટે સારું નથી. અનેક લોકો ટિકટોપ જેવી એપને નુકસાનકારક માને છે. આગામી દિવસોમાં વાંધાજનક કન્ટેન્ટમાંથી મુક્તિ મળી શકે છે. અનેક સ્ટ્રીમિંગ કંપનીઓએ બાળકો પર કેન્દ્રિત ફિલ્મો અને શો બનાવવાની તૈયારીઓ કરી છે. માત્ર મોટી કંપનીઓ જ નહીં પરંતુ નાની કંપનીઓ પણ આ ક્ષેત્રે આગળ વધી રહી છે. કોકોમેલોન અને બ્લિપી જેવા હિટ કાર્યક્રમ બનાવતી મૂનબગ એન્ટરટેઈનમેન્ટ કંપનીને ડિઝનીના બે પૂર્વ અધિકારી રૂ.22 હજાર કરોડમાં ખરીદવા તૈયાર છે.

વયસ્કોની તુલનામાં બાળકોના શોમાં વધુ ફાયદો
ઓકલેન્ડ યુનિવર્સિટીના એરિયન મેયર્સનું કહેવું છે કે, અનેક કારણોસર સ્ટ્રીમિંગ કંપનીઓ બાળકો, કિશોરોના કાર્યક્રમ તરફ વળી છે. વયસ્કોનાં કાર્યક્રમોની તુલનામાં બાળકોના ટીવી શો ખાસ કરીને એનિમેટેડ ફિલ્મોનું નિર્માણ સસ્તું પડે છે. તેમની લોકપ્રિયતાનો સમય પણ વધુ રહે છે, કેમકે વયસ્ક દર્શકોની તુલનામાં બાળકો પોતાનો શો લાંબા સમય સુધી જોવે છે. વયસ્ક કોઈ પણ સમયે કાર્યક્રમ સાથેનો સંબંધ તોડી નાખે છે. આ ઉપરાંત બાળકોનાં કાર્યક્રમ સાથે અન્ય વ્યવસાયિક ફાયદા પણ સંકળાયેલા છે. કાર્યક્રમના નામે બાળકોના રમકડાં, કપડાં અને ગેમ્સનું વેચાણ થાય છે.

બાળકો માટે એન્ટરટેઈનમેન્ટ કંપનીઓ શું કરી રહી છે?
ડિઝની: કંપની નવેસરથી યોજના બનાવી રહી છે
બાળકોની સૌથી મનપસંદ બ્રાન્ડ ડિઝનીએ બાળકોના કન્ટેન્ટ પર વધુ ધ્યાન આપવા નવેસરથી યોજના બનાવી છે. પેરામાઉન્ટ પ્લસ પોતાના નિકેલિડિઓન કાર્યક્રમોનો વાલીઓ વચ્ચે પ્રચાર કરી રહી છે.

વાયકોમ: રૂ.2200 કરોડમાં શો ખરીદશે
વાયકોમ સીબીએસ- એલ્વિન એન્ડ ચિપમંક્સ શો રૂ.2200 કરોડમાં ખરીદવા માટે તેના નિર્માતાઓ સાથે વાતચીત કરી રહી છે. જ્યારે વયસ્કો માટે મસાલેદાર, રોમાંચક કાર્યક્રમ બનાવતા એચબીઓ મેક્સે નાના બાળકો પર કેન્દ્રિત પોર્ટલ કાર્ટૂનિટો લોન્ચ કર્યું છે.

નેટફ્લિક્સ: કિડ્સ ક્લિપ્સ શરૂ કરી
સપ્ટેમ્બર મહિનામાં નેટફ્લિક્સે રોનાલ્ડ ડેહલ સ્ટોરી કંપનીને લોકપ્રિય લેખકની વાર્તાના અધિકાર ખરીદવા રૂ.5 હજાર કરોડથી વધુ ચૂકવ્યા છે. રોનાલ્ડ ડેહલે ચાર્લી એન્ડ ચોકલેટ ફેક્ટરી જેવી ચર્ચિત વાર્તાઓ લખી છે. કંપનીએ નવેમ્બરમાં બાળકોનાં કાર્યક્રમો પર નાના વીડિયો શો- ક્લિપ્સની શરૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...