તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Youths Stunt While Standing On Car Bonnet, Police Fined Rs 18,000 After Watching Video On Twitter

ગાઝિયાબાદ:કારના બોનેટ પર ઉભા રહીને યુવકોએ સ્ટંટ કર્યા, પોલીસે ટ્વિટર પર વીડિયો જોઈને 18 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો

24 દિવસ પહેલા

પુલ નીચેના રોડ પરથી પસાર થતી કારના બોનેટ ઉપર ઊભા રહીને સ્ટંટ કરતાં આ બંને યુવકનો વીડિયો ગાઝિયાબાદનો છે. આ યુવકોએ સોશિયલ મીડિયામાં તેમની નામના મેળવવા માટે કાયદા અને સમજદારીને પણ નેવે મૂકી જીવના જોખમમાં મૂકી દીધો હતો. કારના બોનેટ પર ઊભા રહીને રોડ પર નીકળેલા બંને યુવકનો વીડિયો બનાવવા તેમનો સાથી બીજી કાર પર પહેલાંથી જ સવાર હતો. આ બંને યુવકોને બાજુમાંથી પસાર થતાં વાહનોની જરાય પણ ચિંતા નથી તે વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. એટલું જ નહીં બંને યુવક હાથ ઊંચા કરી એક પ્લેટ બતાવી રહ્યા છે. જોકે, બંનેનો વીડિયો વાઇરલ થઈ જતાં પોલીસે ગાડીના નંબરના આધારે તપાસ કરી યુવકોને 18 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

ટ્રાફિકના એસ.પીએ જણાવ્યું હતું કે, બ્રેઝા કારની ઓળખ કરીને તેના માલિકની સામે પરમિશન વગર જાહેર માર્ગ પર જોખમી રીતે વાહન હંકારવાના ગુના અંતર્ગત 5 હજાર રૂપિયા, દિશાનિર્દેશના ભંગ બદલ 2 હજાર રૂપિયા, ધ્વનિ પ્રદૂષણ ફેલાવવા બદલ 10 હજાર રૂપિયાનો દંડ તો વાહનને મોડિફાઈડ કરાવવા બદલ એક હજાર રૂપિયાનો દંડ એમ મળીને કુલ 18 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સાથે જ વીડિયોમાં દેખાતી સ્કોર્પિયોની પણ શોધખોળ આદરી છે.