જાલૌનમાં નશામાં ધૂત યુવકોએ પેટ્રોલ પંપની અંદર પૂરપાટ ઝડપે કારને ઘુસાડી પંપમાં ઘુસી પેટ્રોલથી ભરાયેલ ટેંકરને ટક્કર મારે છે. આ ઘટના થી પેટ્રોલ પંપ પર ભયનો માહોલ સર્જાયો હતો. કારચાલક યુવકોની આ ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. આ ઘટના બાદ કારચાલક યુવકોએ પેટ્રોલ પંપ પર પણ હોબાળો મચાવ્યો હતો, જેની જાણ પંપ માલિકે ઓરાઇ સ્ટેશન પોલીસને કરી હતી. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, પોલીસે કાર ચાલક યુવકોની અટકાયત કરી કાર્યવાહી શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.