તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિલ્હી:પાડોશી મહિલાને ઘરની બહાર બોલાવી યુવકે છરીના ઘા માર્યા, જુઓ શૉકિંગ CCTV

7 દિવસ પહેલા

આ કમકમાટીભર્યાં CCTV ફૂટેજ દિલ્હીના રોહિણી વિસ્તારના છે. અહીં માથાફરેલાં યુવકે પાડોશી મહિલા પર આડેધડ છરીના ઘા ઝીંકી દીધા. આ સમગ્ર ઘટના શેરીમાં લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, કાર પાસે ઊભેલી રેણુ નામની મહિલા ફોનમાં વ્યસ્ત છે. આ દરમિયાન તેની પાછળ ઊભેલો નરેશ નામનો યુવક અચાનક જ છરીથી હુમલો કરી દે છે. જો કે મહિલાએ બચવા માટે બૂમાબૂમ કરતાં લોકો તરત જ દોડી આવ્યા હતાં. અને ગંભીર રીતે ઘાયલ મહિલાને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. મહત્ત્વનું છે કે, એક મહિના પહેલા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો, આ સમયે રેણુએ પોલીસ ફરિયાદ કરી હતી. જેનો બદલો લેવા યુવકે હુમલો કર્યો હોવાનું માનવામાં આવે છે. પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...