• Gujarati News
  • National
  • Youth Sentenced To 10 Years In Kanpur; He Got Married To A Girl Who Hid His Religion

UPમાં લવ જેહાદ કેસમાં પ્રથમ વખત સજા:કાનપુરમાં યુવકને 10 વર્ષની કેદ; ધર્મ છૂપાવી છોકરીને ભગાડી લગ્ન કરી લીધેલા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

લવ જેહાદના આરોપ સાથે સંકળાયેલા એક કેસમાં સુનાવણી કરતા કાનપુર જિલ્લા કોર્ટે આરોપીને 10 વર્ષની સજા ફટકારી છે. આ ઉપરાંત રૂપિયા 30 હજાર દંડ પણ ફટકાર્યો છે. દંડની રકમમાંથી રૂપિયા 20 હજાર પીડિતાને નુકસાન ભરપાઈ તરીકે આપવામાં આવશે. જિલ્લા વહીવટી અધિકારી (DGC) દિલીપ કુમાર અવસ્થીએ દાવો કર્યો છે કે લવ જેહાદના કેસમાં સજા આપવામાં આવી હોય તેવો આ પહેલો કેસ છે.

DGCએ જણાવ્યું કે પીડિતા સમક્ષ ધાર્મિક ઓળખ છૂપાવીને તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે જાવેદ ઉર્ફે મુન્નાએ તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ કર્યું હતું. ન્યાયમૂર્તિ પવન શ્રીવાસ્તવે આરોપી સામે ચુકાદો સંભળાવ્યો છે.

પોતાને હિંદુ તરીકે રજૂ કરી છેતરપિંડી કરી
કેસ 15 મે,2017ના રોજનો છે. જૂહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક છોકરી રહે છે. જાવેદ નામના યુવકે પોતાને હિન્દુ હોવાનું કહી તેની સમક્ષ મુન્ના તરીકે પોતાની ઓળખ આપેલી. બાદમાં બન્ને વચ્ચે ઘનિષ્ઠતા વધવા લાગેલી. ધીમે ધીમે બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો. ત્યારબાદ આરોપી છોકરીને ભગાડીને લઈ ગયેલો અને લગ્ન કરી લીધા હતા.

છોકરીની માતાએ કેસ નોંધાવ્યો
દીકરી ગુમ થયા બાદ પીડિત પરિવારે જૂહી પોલીસ સ્ટેશનમાં જઈ કેસ દાખલ કર્યો હતો. પોલીસે ત્યારબાદ આરોપીની ધરપકડ કરી હતી. વ્યાપક તપાસમાં માલુમ પડ્યું હતું કે યુવકનું સાચુ નામ જાવેદ છે અને તેને છોકરી સમક્ષ પોતાને હિન્દુ તરીકે રજૂ કર્યો હતો, તેમ જ લગ્ન કરી લીધા હતા. છોકરીને આ વાતની જાણ લગ્ન બાદ થઈ હતી અને જ્યારે તે તેના ઘરે પહોંચી તો ધર્મ અંગે હકીકતની જાણ કરી નિકાહ કરવા દબાણ કરેલું. છોકરીએ આ અંગે ઈન્કાર કર્યો હતો. ​​​​​​​

ઉત્તર પ્રદેશમાં 13 મહિના અગાઉ કાયદો બનેલો
UPમાં 24 ફેબ્રુઆરી, 2021 ગેરકાયદેસર ધર્માંતરણ સામે 'ઉત્તર પ્રદેશ વિધિ વિરુદ્ધ ધર્મ પરિવર્તન પ્રતિબંધ વિધેયક 2021' નામથી કાયદો લાગૂ કરવામાં આવ્યો હતો. તેમા ભોળવીને, બળજબરીપૂર્વક, છળ-કપટ કરીને, લાલચ આપીને અથવા લગ્ન માટે ધર્મ પરિવર્તન કરાવવું ગેરકાયદેસર માનવામાં આવે છે. આ સંજોગોમાં મહત્તમ 10 વર્ષની જેલની સજાની જોગવાઈ છે. આ ઉપરાંત રૂપિયા 25 હજાર દંડ પણ લાગશે. આ કાયદાનો SP,BSP અને કોંગ્રેસે વ્યાપક પ્રમાણમાં વિરોધ કર્યો હતો. ઉત્તર પ્રદેશ અગાઉ મધ્ય પ્રદેશમાં આ કાયદો બની ચુક્યો હતો. આ ઉપરાંત કર્ણાટક, હરિયાણા અને ગુજરાતમાં પણ આ કાયદો લાગૂ થયો છે. ​​​​​​​

બરેલીમાં નોંધાયો હતો પ્રથમ કેસ
બરેલીમાં લવ જેહાદનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. આ કેસ ઉત્તર પ્રદેશમાં કાયદો બન્યો તેના ફક્ત 4 દિવસમાં જ આ કેસ નોંધાયો હતો. DGC અવસ્થીના જણાવ્યા પ્રમાણે સમગ્ર રાજ્યમાં જુલાઈ,2021 સુધીમાં કુલ 162 કેસ નોંધાયા છે.