તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • Youngest Cabinet, Average Age 58 Years; Also Involved Are 4 Former CMs, Including Doctors, Engineers And Retired IAS Officers

વધુ એક વર્ષ યુવાન થશે મોદી ટીમ:સૌથી યુવાન કેબિનેટ, સરેરાશ ઉંમર 58 વર્ષ; ડોકટર, એન્જિનિયર અને રિટાયર્ડ IAS અધિકારીઓ સહિત 4 પૂર્વ CM પણ સામેલ

નવી દિલ્હીએક મહિનો પહેલા
 • કૉપી લિંક

વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી 7 વર્ષમાં સૌથી મોટા કેબિનેટનું વિસ્તરણ કરવા જઈ રહ્યાં છે. સાંજે 6 વાગ્યે 43 મંત્રીઓને શપથ અપાવવામાં આવશે, જેમાં 24 નવા ચહેરાઓ ફાઈનલ કરવામાં આવ્યા છે. વિસ્તરણ પહેલાં હાલ 9 જેટલાં મંત્રીઓના રાજીનામા લેવામાં આવ્યા છે અને પ્રમોટ થનારા 7 મંત્રીઓના નામ પણ નક્કી થઈ ગયા છે.

દાવો કરવામાં આવી રહ્યો છે કે નવી કેબિનેટ પહેલાંથી વધુ યુવાન હશે, તેની સરેરાશ ઉંમર ગત કેબિનેટ કરતાં દોઢ વર્ષ ઓછી હશે. PM મોદીની ગત કેબિનેટની સરેરાશ ઉંમર 59.36 વર્ષ હતી, જેમાં સૌથી યુવાન સ્મૃતિ ઈરાની અને સૌથી વૃદ્ધ રામવિલાસ પાસવાન હતા. જો કે આ નવી કેબિનેટમાં અત્યાર સુધીની સૌથી યુવાન ટીમ કહેવામાં આવે છે, જેમની ઉંમરની એવરેજ 58 વર્ષ છે. જાણો વધુ શું ખાસ છે મોદીની આ નવી ટીમમાં...

1. એક્સપિરિયન્સ

 • 4 પૂર્વ મુખ્યમંત્રી છે. 18 પૂર્વ રાજ્ય મંત્રી છે.
 • 39 પૂર્વ ધારાસભ્ય છે. જેમાંથી 23 એવા સાંસદ છે, જે 3થી વધુ વખત લોકસભાનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે.
 • 46 મંત્રીઓને કેન્દ્ર સરકારની સાથે કામ કરવાનો અનુભવ છે.

2. એજ્યુકેશન અને ઉંમર

 • 13 વકીલ, 6 ડોકટર અને 5 એન્જિનિયર છે. આ ઉપરાંત 7 પૂર્વ સિવિલ સર્વન્ટ છે. એટલે કે 43 શપથ લેનારાઓમાં 31 હાઈલી એજ્યુકેટેડ છે.
 • આ નવી ટીમની એવરેજ ઉંમર 58 વર્ષ છે. જેમાં પણ 14 મંત્રી એવા હશે, જેમની ઉંમર 50 વર્ષથી પણ ઓછી છે.
 • નવી ટીમમાં 11 મહિલાઓ હશે અને જેમાંથી બેને કેબિનેટ મંત્રીનો દરજ્જો આપવામાં આવશે.

3. જાતીય સમીકરણ

 • 5 મંત્રી અલ્પસંખ્યક સમુદાયના લોકો હશે, જેમાંથી એક મુસ્લિમ, 1 શીખ, 1 ક્રિશ્ચિયન અને 2 બૌદ્ધ હશે.
 • 27 મંત્રી OBC સમુદાયના હશે. જેમાંથી 5ને કેબિનેટ મંત્રીનો દરજ્જો આપવામાં આવશે.
 • 8 ST શપથ લેશે, જેમાંથી 3ને કેબિનેટ મંત્રીનો દરજ્જો મળશે. જે અરૂણાચલ, ઝારખંડ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ,મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા અને આસામથી હશે. આ ગોંડ, સંથાલ, મિઝી, મુંડા, ટી ટ્રાઈબ, કોકના, સોનોવાલ જાતિઓમાંથી આવે છે.
 • 12 SC શપથ લેશે, જેમાંથી 2ને કેબિનેટ મંત્રીનો દરજ્જો આપવામાં આવશે. તેઓ બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડુથી હશે. જેમાં રામદસિયા, ખટીક, પાસી, કોરી, માદિગા, મહાર, અરનદથિયાર, મેઘવાલ, ધંગાર જાતિઓના લોકો હશે.

નવી કેબિનેટ માત્રે 24 નામ ફાઈનલ
મોદી મંત્રીમંડળમાં 24 નવા ચહેરાઓના નામ ફાઈનલ કરાયા છે. આ ઉપરાંત ખાલી 28 પદને જોતા વધુ 4 ચહેરાઓને શપથ અપાવવામાં આવી શકે છે. એટલે કે કુલ 28 મંત્રી શપથ લઈ શકે છે. કેટલાંકના પ્રમોશન થશે અને કેટલાંકના ડિમોશન. કુલ 43 મંત્રીઓ શપથ ળેશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હાલ જે નામ ફાઈનલ થયા છે, તેમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, મીનાક્ષી લેખી, સર્વાનંદ સોનોવાલ, હિના ગાવિત અને અનુપ્રિયા પટેલ જેવા યુવા ચહેરાઓ છે.

નિશંક સહિત 11 મંત્રીઓના રાજીનામા
નવા મંત્રીઓના શપથગ્રહણ પહેલાં હાલના મંત્રીઓના રાજીનામા લેવાયા છે. જેમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન, શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક, સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અશ્વિનિ ચૌધરી, મહિલા બાળ વિકાસ મંત્રી દેબોશ્રી ચૌધરી, રસાયણ મંત્રી સદાનંદ ગૌડા, શ્રમ રાજ્ય મંત્રી સંતોષ ગંગવાર, શિક્ષણ રાજ્ય મંત્રી સંજય ધોત્રે, બાબુલ સુપ્રિયો, પ્રતાપ સારંગી અને રતનલાલ કટારિયાના રાજીનામા લેવામાં આવ્યા છે. કેન્દ્રીય સામાજિક ન્યાય મંત્રી થાવરચંદ ગહેલોતે મંગળવારે જ રાજીનામું આપી દીધું હતું. અત્યાર સુધીમાં કુલ 11 મંત્રીઓએ રાજીનામા આપ્યા છે.

7 મંત્રીઓના થશે પ્રમોશન, કેબિનેટ મંત્રી બનશે
1. અનુરાગ ઠાકુરઃ હિમાચલના હમીરપુરથી સાંસદ અનુરાગ ઠાકુર 46 વર્ષના છે. તેઓ હાલના સમયમાં ફાયનાન્સ અને કોર્પોરેટ રાજ્ય મંત્રી છે. BCCIના અધ્યક્ષ રહી ચુક્યા છે.

2. જે. કિશન રેડ્ડીઃ ગૃહ રાજ્યમંત્રી છે. સિકંદરાબાદ લોકસભાથી સાંસદ છે અને આંધ્રપ્રદેશ ભાજપના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે.

3. મનસુખ માંડવિયાઃ સરકારમાં રાસાયણિક મંત્રી છે. 2012થી ગુજરાતથી રાજ્યસભાના સાંસદ છે.

4. કિરણ રિજિજુઃ કેન્દ્રીય ખેલ મંત્રી છે. અરૂણાચલ પશ્ચિમથી સાંસદ છે અને અલ્પસંખ્યક મામલાઓના મંત્રાલયની પણ જવાબદારી ભજવી રહ્યાં છે.

5. આરકે સિંહઃ કૌશલ વિકાસ અને ઉદ્યમિતા રાજ્ય મંત્રી છે. આરા લોકસભા સીટથી સાંસદ છે. અને પૂર્વ IAS અધિકારી પણ રહી ચુક્યા છે.

6. હરદીપ સિંહ પુરીઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) છે. 2018થી રાજ્યસભાના સાંસદ છે અને સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પરમેનેન્ટ રિપ્રેઝેન્ટેટિવ પણ રહી ચુક્યા છે.

7. પુરુષોત્તમ રૂપાલાઃ કેન્દ્રીય પંચાયતી રાજ, કૃષિ અને કિસાન કલ્યામ રાજ્ય મંત્રી છે. રાજ્યસભાથી સાંસદ છે અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે.

અન્ય સમાચારો પણ છે...