ઓડિશાના મલકાનગીરીમાં સ્નેહાશીષ નામના એક યુવકે કોલ્ડ્રિંક પીવાની પાઇપથી કોબરાને CPR એટલે કે, એટલે મોઢાથી શ્વાસ આપ્યા હતાં. આ પ્રયત્ન પછી કોબરામાં થોડી હલનચલન થઈ અને તે ભાનમાં આવી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, એક યુવકે તેના ઘરમાં કોબરા જોઈ રેસ્ક્યૂ ટીમને જાણ કરી હતી. સ્નેક હેલ્પલાઇન સભ્ય સ્નેહાશીષ પોતાની ટીમ સાથે દોડી આવ્યા ત્યારે ઘરની દીવાલ પર તેમને કોબરા બેભાન હાલતમાં જોવા મળ્યો હતો. આ પછી સ્નેહાશીષે કોલ્ડ્રિંક પીવાના પાઇપની મદદથી કોબરાનો જીવ બચાવ્યો હતો. થોડીવાર પછી ટીમના સભ્યોએ કોબરાને જંગલમાં છોડી દીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.