• Gujarati News
  • National
  • Young Man Falls While Giving Injection, Stabbed To Death, Scary Video From Uttar Pradesh

LIVE મોત:ઈન્જેક્શન આપતાં જ યુવક ઢળી પડ્યો, તરફડિયા મારી મારીને મોત, ઉત્તર પ્રદેશનો ડરામણો વીડિયો

3 મહિનો પહેલા

ઉત્તરપ્રદેશના હાપુડથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનાના CCTV ફૂટેજ જોઈ તમારા પણ રૂંવાડા ઉભા થઈ જશે. ગઢ મુક્તેશ્વર કોતવાલી વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં એક યુવક પોતાની કાકીને સારવાર માટે લઈને ગયો હતો .આ દરમ્યાન યુવકના પેટમાં પણ દુખાવો ઉપડે છે. આથી હોસ્પિટલના કર્મચારી દ્વારા યુવકને દુખાવાનું ઈન્જેકશન આપવામાં આવે છે. ઈન્જેકશન લગાવ્યા પછી જે થયું તેની કલ્પના હોસ્પિટલના સ્ટાફ કે યુવકને પણ નહોંતી. ઈન્જેકશન આપવાની સાથે જ યુવક તરફડિયા મારવા લાગે છે અને સ્થળ પર જ તેનું મોત થાય છે. યુવકનું લાઈવ મોત CCTV કેમેરામાં કેદ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...