• Gujarati News
  • National
  • Young Man Commits Suicide From Sixth Floor Of Hospital; The Family Claims That The Leg Had Slipped

ગર્લફ્રેન્ડને હગ કરીને મોતની છલાંગ, LIVE વીડિયો:જતાં જતાં હાથમાં કિસ કરી અને છઠ્ઠા માળેથી કૂદી ગયો, રાજસ્થાનના ભરતપુરનાં હચમચાવતાં દૃશ્યો

એક મહિનો પહેલા

રાજસ્થાનના ભરતપુરમાં એક યુવકે હોસ્પિટલના છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત કર્યો હતો. યુવકના મોત પહેલાંનો એક વીડિયો પણ સામે આવ્યો છે. તેમાં એવું જોવા મળે છે કે તે પહેલાં એક છોકરીને ગળે લગાવે છે, પછી તેના હાથને કિસ કરે છે. બન્ને લગભગ એક મિનિટ સુધી મળે છે. આ પછી તે યુવક છઠ્ઠા માળેથી કૂદી જાય છે. જોકે તેનાં પરિવારજનો કહી રહ્યાં છે કે તેનું મોત પગ લપસી જવાથી થયું છે!

આ ઘટના મથુરા ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની RBM હોસ્પિટલનો સોમવાર રાતનો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, ચંદ્રપાલ (22) નામના યુવકનાં પરિવારજનોએ જણાવ્યું હતું કે તે એક સંબંધીને મળવા હોસ્પિટલ ગયો હતો.

જ્યારે તે બારીમાંથી થૂંકતો હતો ત્યારે તેનો પગ લપસી ગયો હતો અને તેનું મોત થયું હતું. સંબંધીઓના આ દાવા પછી સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે, જેમાં ચંદ્રપાલ કૂદતો જોવા મળી રહ્યો છે.

આ RBM હોસ્પિટલનો પાંચમો માળ છે. આમાં યુવક બારીમાંથી કૂદતા પહેલાં હાથ લંબાવીને કંઇક ઈશારો કરતો અહીં ઊભો જોવા મળે છે.
આ RBM હોસ્પિટલનો પાંચમો માળ છે. આમાં યુવક બારીમાંથી કૂદતા પહેલાં હાથ લંબાવીને કંઇક ઈશારો કરતો અહીં ઊભો જોવા મળે છે.

નોકરી પર જવાનું કહીને નીકળ્યો હતો, પરંતુ પરત ફર્યો નહોતો
પરિવારજનોએ જણાવ્યું હતું કે ચંદ્રપાલ ભરતપુરમાં એક આશ્રમમાં કામ કરતો હતો. સોમવારે સાંજે 8 વાગ્યાની આસપાસ તે નોકરી પર જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો. આ પછી તે ઘરે પરત ફર્યો નહોતો. મંગળવારે મળેલા CCTVમાં જોવા મળે છે કે ચંદ્રપાલ સોમવારે મોડી રાત્રે લગભગ 2.39 વાગે RBM હોસ્પિટલના પાંચમા માળે ગયો હતો.

ત્યારે તે થોડીવાર રોકાયો હતો અને આ પછી તે હાથથી ઈશારા કરીને કોઈને બોલાવતો હતો. આ પછી, તે લગભગ 1 મિનિટ 16 સેકન્ડ સુધી આવી રીતે કોઈ સાથે વાત કરતો હતો. પરંતુ કોઈ તેને મળવા આવતું દેખાતું નથી.

આ RBM હોસ્પિટલનો છઠ્ઠો માળ છે. જેમાં ચંદ્રપાલ બારી તરફ જતો જોવા મળે છે. થોડા સમય પછી, તે આ બારીમાંથી કૂદીને મરી જાય છે.
આ RBM હોસ્પિટલનો છઠ્ઠો માળ છે. જેમાં ચંદ્રપાલ બારી તરફ જતો જોવા મળે છે. થોડા સમય પછી, તે આ બારીમાંથી કૂદીને મરી જાય છે.

છોકરીને ગળે મળ્યો અને પછી છઠ્ઠા માળે ગયો
2:41 વાગે લિફ્ટની બાજુમાંથી એક છોકરી આવી હતી. તે છોકરી તેની પાસે આવી હતી. અને આ પછી ચંદ્રપાલે છોકરીને ગળે લગાવી હતી. ગળે મળ્યાં પછી, તેણે છોકરીના હાથને કિસ કરી હતી અને પછી તે છઠ્ઠા માળે જતો રહ્યો હતો.

છઠ્ઠા માળે પહોંચ્યા પછી, ચંદ્રપાલ ફરીથી રેલિંગ પાસે ઊભો રહ્યો હતો. ફરી તે છોકરી સાથે વાત કરતો હતો. તેણે પછી તે છોકરીને હાથના ઈશારાથી બોલાવી હતી. આ પછી તેણે બારી ખોલી હતી. પછી થોડી સીડીઓ નીચે ઊતરીને છોકરીને જોઇ હતી. પરંતુ તે છોકરી આવી નહોતી. ત્યારે તે ચંદ્રપાલ છઠ્ઠા માળેથી કૂદી જાય છે.

ચંદ્રપાલે RBM હોસ્પિટલના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. હોસ્પિટલમાં ગાર્ડ પણ છે, પરંતુ તેઓને આ વાતની જાણ નહોતી.
ચંદ્રપાલે RBM હોસ્પિટલના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. હોસ્પિટલમાં ગાર્ડ પણ છે, પરંતુ તેઓને આ વાતની જાણ નહોતી.

પરિવારે કહ્યું- લપસી જવાથી મોત થયું
મથુરા ગેટ પોલીસ સ્ટેશનના અધિકારી રામનાથે જણાવ્યું હતું કે 'સવારે જ્યારે સંબંધીઓ પહોંચ્યા તો તેઓએ જણાવ્યું હતું કે પગ લપસવાને કારણે તેનું મોત થયું છે. પોસ્ટમોર્ટમ પછી મૃતદેહ પરિજનોને સોંપવામાં આવ્યો છે.'

તેમણે વધુમાં કહ્યું હતું કે 'કેટલાક CCTV ફૂટેજ સામે આવ્યા છે જેના આધારે તપાસ કરવામાં આવી રહી છે. હજુ સુધી તે છોકરી વિશે જાણી શકાયું નથી કે તેનું નામ શું છે, તે કોણ છે અને તે ક્યાંની છે.'

અન્ય સમાચારો પણ છે...