તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહારાષ્ટ્ર:ધસમસતાં પૂરમાં યુવક અને વૃદ્ધ તણાયા, પાણી હોવા છતાં પુલ ક્રોસ કરવાનું સાહસ ભારે પડ્યું

3 મહિનો પહેલા

મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. મૂશળધાર વરસાદને કારણે નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી છે. આ દરમિયાન પાણીના પ્રવાહમાં લોકો તણાયા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. નાંદેડના એક ગામમાં પુલ પર પાણી હોવા છતાં વૃદ્ધે નદી ક્રોસ કરવાનું સાહસ કર્યું હતું. આ દરમિયાન અધવચ્ચે પહોંચતા જ બેલેન્સ ગુમાવ્યું અને ધસમસતાં પ્રવાહમાં તણાઈ ગયા હતા. કલાકો બાદ પાણી ઓસર્યું ત્યારે તેમનો મૃતદેહ મળ્યો હતો. આ જ રીતે અકોલા જિલ્લામાં પણ બાઈક સાથે યુવક તણાયો હતો. આ યુવકે પુલ પર પાણી હોવા છતાં બાઈક જવા દીધી હતી. જો કે, સદનસીબે આ યુવકને તરતાં આવડતું હોવાથી તેનો બચાવ થયો હતો. સ્થાનિકોની મદદથી તે નદીમાંથી બહાર નીકળવામાં સફળ થયો હતો. આ તરફ અકોલા જિલ્લામાં જ નદીમાં ગાય તણાઈ હોવાના વીડિયો પણ સામે આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...