તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદેશયાત્રા પ્રતિબંધ:તમે કોવેક્સિન લીધી?, તો તમે હાલ US-યુરોપ નહીં જઈ શકો

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારત બાયોટેકની વેક્સિન ડબ્લ્યુએચઓની યાદીમાં નથી
  • મોદી સહિત અનેક મંત્રીઓ-કેન્દ્રીય અધિકારીઓએ આ વેક્સિન લીધી છે
  • દેશભરમાં તેના 2 કરોડ ડૉઝ લાગી ચૂક્યા છે, જૂનમાં નિર્ણય શક્ય

કોરોના વેક્સિન લઈ ચૂકેલા લોકોને અનેક દેશો પોતાને ત્યાં આવવા અને હવાઈ મુસાફરી કરવા સહિતની છૂટ મળી રહી છે પણ ભારત બાયોટેકની વેક્સિન કોવેક્સિન લઈ ચૂકેલા લોકોને હાલ આ છૂટ નહીં મળે. કારણ એ છે કે આ વેક્સિન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)ની યાદીમાં સામેલ નથી.

ખરેખર તો દુનિયાના તમામ દેશ ડબ્લ્યૂએચઓની ઈમરજન્સી યુઝ લિસ્ટિંગ(ઈયુએલ) તરફથી મંજૂર કરાયેલી વેક્સિનને માન્ય ગણાવી રહ્યા છે. તે પોતાને ત્યાં વેક્સિન લીધાનું પ્રમાણપત્ર બતાવી આંતરરાષ્ટ્રીય મુસાફરી કરવાની છૂટ આપી રહ્યા છે.

આવનારા દિવસોમાં ખાનગી ઉપરાંત સરકારી વિદેશ પ્રવાસ પર પણ અસર થઇ શકે છે.
આવનારા દિવસોમાં ખાનગી ઉપરાંત સરકારી વિદેશ પ્રવાસ પર પણ અસર થઇ શકે છે.

ઈયુએલમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશીલ્ડ, મોડર્ના, એસ્ટ્રાજેનેકા, ફાઈઝર, જોનસન એન્ડ જોનસન અને સિનોફાર્મ/બીબીઆઈપીની જ વેક્સિન સામેલ છે. તેમાં ભારત બાયોટેકની કોવેક્સિનનું નામ સામેલ નથી. ડબ્લ્યુએચઓના તાજેતરના દિશા-નિર્દેશો અનુસાર ઈયુએલમાં સામેલ થવા માટે ભારત બાયોટેકે અરજી કરી છે પણ ડબ્લ્યુએચઓએ તેના વિશે કંપની પાસેથી વધુ માહિતી માગી છે.

પીએમ મોદી સહિત અનેક મંત્રીઓએ લીધી છે કોવેક્સિન
ભારતમાં વડાપ્રધાન મોદી સહિત અનેક મંત્રીઓએ કોવેક્સિન લીધી છે. દેશભરમાં અત્યાર સુધી કોવેક્સિનના 2 કરોડ ડૉઝ લાગી ચૂક્યા છે. મહત્ત્વપૂર્ણ એ છે કે દિલ્હીના તમામ કેન્દ્રીય મંત્રાલયોના અધિકારીઓને પણ કોવેક્સિન જ અપાઇ છે. એટલા માટે આવનારા દિવસોમાં ખાનગી ઉપરાંત સરકારી વિદેશ પ્રવાસ પર પણ અસર થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...