તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • School Reopening Date Updates For India For State Wise; All You Need To Know Education Ministry Guidelines In Detail In Simple Words

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એક્સપ્લેનર:જાણો ક્યારે અને કઈ રીતે ખૂલશે સ્કૂલ, કઈ રીતે લેવાશે પરીક્ષાઓ? સ્ટુડન્ટ્સ અને ટીચર્સ માટે કેટલી બદલાઈ જશે સ્કૂલ?

7 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કેન્દ્રીય શિક્ષા મંત્રાલયે 15 ઓક્ટોબરથી તમામ સ્કૂલ ખોલવા માટે ગાઇડલાઇન્સ જાહેર કરી
 • ક્યારથી અને કયા ધોરણની સ્કૂલ ખોલવાની છે એનો નિર્ણય કેન્દ્રએ રાજ્ય સરકારો પર છોડ્યો

કેન્દ્ર સરકારે રાજ્યોને 15 ઓક્ટોબરથી સ્કૂલ ખોલવાની મંજૂરી આપી દીધી છે. સ્કૂલને કઈ રીતે ખોલવામાં આવે અને ત્યાં કેવા પ્રકારની વ્યવસ્થાઓ હોવી જોઈએ, એના પર 5 ઓક્ટોબરે 54 પેજની ગાઇડલાઈન્સ જાહેર કરવામાં આવી છે.

કેન્દ્રએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે સ્કૂલ ક્યારથી ખોલવાની છે, આ નિર્ણય રાજ્ય સરકારનો હશે. આમ તો મોટે ભાગે રાજ્ય સરકારોએ કલેક્ટરોને આ અધિકાર આપ્યો છે કે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સ્કૂલ ખોલવાનો નિર્ણય લેવામાં આવે.

કયા રાજ્યમાં ક્યારથી સ્કૂલ ખૂલશે?

 • કેન્દ્ર સરકારે ગાઇડલાઇન્સમાં 15 ઓક્ટોબર પછી ફેઝવાઇઝ સ્કૂલ ખોલવાની મંજૂરી આપી દીધી છે, પરંતુ, અંતિમ નિર્ણય સંપૂર્ણ રીતે રાજ્યોનો જ હશે. એનો અર્થ એ છે કે દરેક રાજ્યમાં સ્કૂલ ખોલવાની અલગથી તારીખ જાહેર થશે. કેટલાંક રાજ્યો આ અધિકાર જિલ્લાને આપવા જઈ રહ્યાં છે.
 • દિલ્હી સરકારે નિર્ણય કર્યો છે કે ઓક્ટોબરમાં સ્કૂલ ખોલવામાં નહીં આવે. એવી જ રીતે યુપી સરકારે આ નિર્ણય જિલ્લાઓ પર છોડ્યો છે, જ્યાં કલેકટર કોવિડ-19ની સિચ્યુએશનને જોઈને નિર્ણય કરશે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, છત્તીસગઢ સહિત અનેક રાજ્યોમાં હજુ સુધી ચિત્ર સ્પષ્ટ નથી.

ક્યા ધોરણ પહેલા ખોલવામાં આવશે?

 • કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઈન્સમાં કંઈ જ સ્પષ્ટ નથી. આ નિર્ણય રાજ્ય સરકાર લઈ શકે છે. એટલું જરૂરથી કહેવામાં આવ્યું છે કે જો શક્ય હોય તો ધોરણ 1થી 5 સુધીના વિદ્યાર્થીઓ માટે સ્કૂલબેગ પર પ્રતિબંધ ન રાખવામાં આવે.
 • કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સપ્ટેમ્બરમાં ધોરણ 9થી 12 સુધીના સ્ટુડન્ટ્સને સ્કૂલમાં ટીચર્સને મળવાની મંજૂરી આપવામાં આવી હતી. આ રીતે જ પ્રેફરન્સ રાજ્ય સરકાર અનલોક 5.0ના પિરિયડમાં આપી શકે છે અને શરૂઆતમાં હાયર એજ્યુકેશનવાળાં ધોરણો માટે સ્કૂલ ખોલવામાં આવી શકે છે.
 • જો કોઈ રાજ્ય ઈચ્છે કે નાનાં બાળકો માટે સ્કૂલ પહેલા ખોલવામાં આવે તો તેમાં કેન્દ્રીય શિક્ષા મંત્રાલયને કોઈ જ પરેશાની નહીં હોય. જોકે એ જરૂર છે કે જો કોઈ બાળક ઘરે રહીને જ ઓનલાઈન ક્લાસથી ભણવા માગે તો સ્કૂલ તેને મંજૂરી આપશે.

અટેન્ડન્સનું શું થશે? શું સ્કૂલ ખૂલવાથી બાળકોને સ્કૂલે જવું જરૂરી હશે?

 • કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને શિક્ષા મંત્રાલયની ગાઇડલાઈન્સમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓએ ક્લાસ અટેન્ડ કરવા માટે મજબૂર નહીં કરી શકાય. અટેન્ડન્સ પણ જરૂરી નહીં હોય. આ વાત સંપૂર્ણ રીતે વાલીઓની સહમતી પર નક્કી રહેશે.
 • જે સ્કૂલમાં ઓનલાઈન એજ્યુકેશનની વ્યવસ્થા નહીં હોય, ત્યાં ટીચર્સને સ્ટુડન્ટ્સ અને પેરન્ટ્સ સાથે વાત કરવી પડશે અને એ નિશ્ચિત કરવું પડશે કે બાળકોનો અભ્યાસ યોગ્ય દિશામાં આગળ વધે. એટલું જ નહીં, સ્કૂલને પર્ફેક્ટ અટેન્ડન્સ એવોર્ડ આપવાની પણ મનાઈ કરવામાં આવી છે.

શું સ્ટુડન્ટ્સે પરીક્ષા આપવી પડશે? પરીક્ષાઓનું શું થશે?

 • શિક્ષા મંત્રાલય દ્વારા જાહેર ગાઇડલાઈન્સ મુજબ, સ્કૂલ ખોલવામાં આવ્યા બાદ ઓછામાં ઓછાં બે-ત્રણ સપ્તાહ સુધી કોઈપણ પ્રકારનું એસેસમેન્ટ નહીં હોય. જ્યારે તેઓ પરીક્ષા લેશે તો તમામ ધોરણમાં પેન અને પેપર ટેક્સ્ટ ફોર્મેટથી પરીક્ષા નહીં લેવામાં આવે.
 • રોલ પ્લે, કોરિયોગ્રાફી, ક્લાસ ક્વિઝ, ગેમ્સ, બ્રોશર ડિઝાઈનિંગ, પ્રેઝન્ટેશન, જર્નલ્સ, પોર્ટફોલિયોના આધારે એસેસમેન્ટ કરવામાં આવશે, જેનો ઉપયોગ સામાન્ય રીત ઉપયોગમાં લેવાતી પેન અને પેપર ટેકસ્ટ ફોર્મેટની એક્ઝામની જગ્યાએ કરવામાં આવશે.

સ્કૂલમાં બાળકોની સુરક્ષા કેવી હશે?

 • બાળકો સ્કૂલમાં ત્યારે જ જશે, જ્યારે તેમના વાલી તેમને લેખિતમાં મંજૂરી આપશે. જો પેરન્ટ્સ ઈચ્છે છે કે તેમના બાળકો ઘરમાં રહીને જ અભ્યાસ કરે તો સ્કૂલ તરફથી એ વાતને મંજૂરી આપવી પડશે. આ રીતે બાળક બીમાર છે તો પેરન્ટ્સે તેની જાણકારી સ્કૂલને આપવી પડશે.
 • સ્કૂલ કેમ્પસની સતત સાફસફાઈ થવી જોઈએ તેવા નિર્દેશ પણ આપવામાં આવ્યા છે. એવી જ રીતે એવી જગ્યાઓને ડિસઇન્ફેક્ટ કરવાનું કહેવામાં આવ્યું છે કે જ્યાં બાળકોની અવરજવર વધુ હોય. બાળકોને માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સિંગ ફોલો કરવાથી લઈને સેનિટાઈઝ કરવાનું વારંવાર કહેવામાં આવે.
 • ક્લાસ રૂમમાં અને સ્કૂલમાં એન્ટ્રી-એક્ઝિટના સમયે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે શિફ્ટમાં વર્ગ બોલાવવાની સલાહ આપવામાં આવી છે. જે વર્ગમાં વધુ બાળકો છે, ત્યાં ઓડ-ઈવન મુજબ સ્ટુડન્ટ્સને બોલાવવાની સલાહ આપવામાં આવી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો