તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Neighboring Countries Say 'thank You India' For India's 'Sanjeev', China's Stomach Aches From Vaccine Diplomacy

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતે નિભાવ્યો પડોશીધર્મ:ભારતની 'સંજીવની' મેળવી પડોશી દેશોએ કહ્યું- થેન્ક્યુ ઈન્ડિયા!, વેક્સિન ડિપ્લોમસીથી ચીનના પેટમાં દુખ્યું, ભારતે કયા દેશને કેટલા ડોઝ આપ્યા; જાણો સંપૂર્ણ લિસ્ટ

એક મહિનો પહેલાલેખક: નિલેશ ઝીંઝુવાડીયા

ભારતે કોરોના મહામારીમાં નેપાળ, ભુતાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, માલદિવ્સ અને શ્રીલંકા સહિત 6 પડોશી અને બીજા દેશોમાં 55 લાખથી વધારે વેક્સિનના ડોઝ મોકલ્યા છે. ભારતની આ વેક્સિન ડિપ્સોમસીથી ચીનના પેટમાં તેલ રેડાયું છે, કારણ કે એક યા બીજી રીતે ચીન ધીમે ધીમે આ દેશ પર પોતાનું પ્રભુત્વ સ્થાપવા ઈચ્છતું હતું, પરંતુ મોદી સરકારે માસ્ટર સ્ટોક મારીને તમામ દેશોને પોતાના તરફ વાળી લીધા છે. પડોશીમાં ભારતની સૌથી નજીક પાકિસ્તાન છે, પરંતુ તેની સાથેના વણસેલા સંબંધોને કારણે ભારતે તેને વેક્સિન આપી નથી. તમામ પડોશી દેશમાં માત્ર એક પાકિસ્તાન જ બાકાત રહેતાં ત્યાંના સ્થાનિક લોકોએ પણ સોશિયલ મીડિયામાં પોતાની ભડાશ કાઢી ઈમરાન સરકારને કહ્યું હતું કે ભારત સાથેના સંબંધો સુધારો. બન્ને દેશ સાથે આઝાદ થયા હોવા છતાં ભારત અનેક દેશને કોરોના વેક્સિન આપવા માટે સક્ષમ બની ગયું છે, જ્યારે પાકિસ્તાન વેક્સિનની ભીખ માગી રહ્યું છે. બીજી તરફ ભારતની આ સંજીવની મેળવીને વિશ્વના દેશો કહી રહ્યા છે...થેન્કયુ ઈન્ડિયા....

ભારતે પડોશી દેશો સહિત વિશ્વના દેશોને મદદરૂપે આપેલા વેક્સિન ડોઝ

દેશવેક્સિનના ડોઝ
સેલ્શેસ50 હજાર
મોરિશિયસ1 લાખ
બહેરીન1 લાખ
માલદિવ્સ1 લાખ
ભુતાન1.5 લાખ
શ્રીલંકા5 લાખ
નેપાળ10 લાખ
મ્યાનમાર15 લાખ
બાંગ્લાદેશ20 લાખ

આ ઉપરાંત ભૌગોલિક તથા આર્થિક રીતે નાના દેશોની પણ આ મહામારીમાં કાળજી લીધી છે અને નજીકના ભવિષ્યમાં ભારત ઓમાનને આશરે 1 લાખ ડોઝ, CARICOM દેશોને 5 લાખ ડોઝ, નિકારાગુઆને 2 લાખ ડોઝ અને પેસિફિક ટાપુના દેશોમાં આશરે 2 લાખ દેશોને વેક્સિનના ડોઝ ઉપલબ્ધ કરાવશે.

ભારત તેના પડોશી દેશોને વિનામૂલ્યે વેક્સિનનો પુરવઠો પૂરો પાડી એક સારા પડોશી તરીકેનો ધર્મ નિભાવી રહ્યો છે. ભારત અત્યારસુધીમાં પડોશી દેશ ભુતાન, માલદિવ્સ, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, મ્યાનમાર જેવા દેશોને વેક્સિન પહોંચાડી ચૂક્યો છે. આ ઉપરાંત અનેક દેશોને પણ વેક્સિન પૂરી પાડવાની ખાતરી આપી છે. ભારત અત્યારસુધીમાં તેના પડોશી દેશ સહિતના વિશ્વના અનેક દેશોને કોરોના વેક્સિનના આશરે 55 લાખથી વધારે ડોઝ મોકલી ચૂક્યું છે.

બીજી બાજુ, દક્ષિણ એશિયામાં ભારતની વેક્સિન ડિપ્લોમસીને લીધે ચીન દંગ છે. ચીન સરકારે ભારતની વેક્સિનેશન ડિપ્લોમસીથી વધતા પ્રભુત્વને જોતાં તેનાં અખબારોમાં ભારત તથા ભારતની વેક્સિન વિશે પાયા વગરના અહેવાલો અનેક વખત છાપ્યા હતા.

ભારતનો પડોશી ધર્મ
ભારતે ઘરઆંગણે વિશ્વનું સૌથી મોટું વેક્સિનેશન અભિયાન શરૂ કરી દીધું છે, ત્યારે પડોશી દેશોને પણ વેક્સિનનો પુરવઠો ઉપલબ્ધ કરાવી રહ્યું છે.
ભુતાન

ભારતમાંથી મોકલવામાં આવેલા વેક્સિન કન્સાઇનમેન્ટ ભુતાન દ્વારા સ્વીકારવામાં આવ્યું.
ભારતમાંથી મોકલવામાં આવેલા વેક્સિન કન્સાઇનમેન્ટ ભુતાન દ્વારા સ્વીકારવામાં આવ્યું.

ભુતાનમાં ભારતમાંથી મોકલવામાં આવેલા 1.5 લાખ વેક્સિન ડોઝ સ્વીકારવા માટે પ્રધાનમંત્રી લોતે શેરિંગ પોતે આવ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર આ અંગે કેટલીક તસવીરો શેર કરી હતી. ભારત કોરોના મહામારી સમયે પણ ભુતાનને આશરે રૂપિયા 2 કરોડ 89 લાખ રૂપિયાના કોરોનાથી સુરક્ષા આપતાં તબીબી સાધનસામગ્રી ઉપલબ્ધ કરાવી ચૂક્યું હતું. આ ઉપરાત ભારતે વંદે ભારત મિશન હેઠળ વિવિધ દેશોમાં ફસાયેલા આશરે બે લાખ ભુતાનના નાગરિકોને તેમના દેશમાં સુરક્ષિત પહોંચાડ્યા હતા.

ચીન અને ભુતાન વચ્ચેના સંબંધઃ ગયા વર્ષે ચીને ભુતાનના સકતેંગ વન્યજીવ અભયારણ્ય વિસ્તાર પર પોતાનો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે ચીન અને ભુતાન વચ્ચે ક્યારેય સીમાનું રેખાંકન કરવામાં આવ્યું જ નથી. ચીનના તમામ પ્રકારના દાવાને ભુતાનેે નકારી દીધા હતા. ચીન સતત ભુતાનના પૂર્વી-મધ્ય-પશ્ચિમના કેટલાક વિસ્તારો પર પોતાનો દાવો કરે છે, બન્ને દેશ વચ્ચે વર્ષ 1984થી 2016 સુધીમાં 24 તબક્કાની વાતચીત યોજાઈ ચૂકી છે. ભારત અને ભુતાન વચ્ચે કોઈ જ મતભેદ કે વિવાદ નથી, પણ તાજેતરમાં આસામના બાક્સા જિલ્લામાં સેંકડો ખેડૂતોએ નારાજગી દર્શાવી ભુતાન સામે વિરોધપ્રદર્શન કર્યું હતું. આ ખેડૂતોનો આરોપ હતો કે ભુતાને તેની સીમામાં કાલા નદીમાંથી સિંચાઈ માટે મળતા પ્રવાહને અટકાવી દીધો હતો.

માલદિવ્સ

ભારતે માલદિવ્સને પણ વેક્સિનના એક લાખ ડોઝ મોકલ્યા છે. ભારતની આ પહેલની ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મોહમ્મદ નશીદે પ્રશંસા કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારત સરકારનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. માલદિવ્સના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહે ભારતમાં તૈયાર થયેલી કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ પણ લીધો છે. આ અગાઉ ભારતે માલદિવ્સને સુનામી, વર્ષ 1988ના સૈન્ય વિદ્રોહ, જળસંકટ અને હવે કોરોના સંકટમાં મદદનો હાથ લંબાવ્યો છે.

ચીન-માલદિવ્સઃ માલદિવ્સ વર્ષ 2013થી ચીનને પોતાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે સાંકળી રહ્યું છે. જોકે હવે માલદિવ્સ ચીનના ભારે દેવાં હેઠળ ફસાઈ ગયું છે. માલદિવ્સ જેવા પર્યટન પર સંપૂર્ણ આધાર રાખતા દેશ પર ચીનનું 1.1-1.4 અબજ ડોલરનું દેવું છે. માલદિવ્સ માટે આ દેવું ઘણું કહેવાય છે. ભારતને ભૌગોલિક રીતે ઘેરવા માટે ચીન માલદિવ્સને પણ પોતાની ચાલમાં સાંકળવાનો પ્રયત્ન કરી રહ્યું છે. માલદિવ્સના સોશિયલ મીડિયા પર ગયા વર્ષે 'ઈન્ડિયા આઉટ કેમ્પેન'ને જોર પક્યું હતું, જેને ચીનના ઈશારે સ્થાનિક વિપક્ષી પાર્ટીઓ દ્વારા હવા આપવામાં આવી હોય એવું માનવામાં આવતું હતું. આ દેશમાં ભારતીય સૈનિકોની ઉપસ્થિતિને સંપ્રભુતા અને સ્વતંત્રતા વિરુદ્ધ ગણાવવામાં આવી હતી.

શ્રીલંકાઃ
ભારતે ગયા મહિને શ્રીલંકાને ઉપહાર સ્વરૂપે કોરોનાના 5 લાખ ડોઝ મોકલ્યા હતા. ભારતમાંથી ડોઝ મળ્યા બાદ શ્રીલંકાએ દેશમાં મોટે પાયે વેક્સિનેશન કાર્યક્રમની શરૂઆત કરી છે. શ્રીલંકાની વિવિધ હોસ્પિટલોમાં કર્મચારીઓને ભારતીય વેક્સિન લગાવવામાં આવી રહી છે.

રાષ્ટ્રપતિ રાજપાક્સે કોલંબો આંતરરાષ્ટ્રીય વિમાની મથક ખાતે કન્સાઇનમેન્ટ પ્રાપ્ત કરતા જોવા મળે છે.
રાષ્ટ્રપતિ રાજપાક્સે કોલંબો આંતરરાષ્ટ્રીય વિમાની મથક ખાતે કન્સાઇનમેન્ટ પ્રાપ્ત કરતા જોવા મળે છે.

ચીન-શ્રીલંકાઃ ભારત અને શ્રીલંકા સદીઓ જૂના ઐતિહાસિક સંબંધ ધરાવે છે. સુનામી તથા કુદરતી આપદાના સમયમાં શ્રીલંકાને સૌથી પહેલા ભારત તરફથી મદદ મળતી રહી છે. વેક્સિનની બાબતમાં પણ આ પરંપરા જળવાઈ રહી છે, પરંતુ શ્રીલંકામાં ગૃહયુદ્ધ બાદ પુનઃનિર્માણની કામગીરીમાં ચીન પાસેથી અબજો ડોલરનું દેવું મેળવ્યું હતું, જેની ચુકવણી કરવામાં શ્રીલંકા અસક્ષમ બની ગયું. શ્રીલંકાએ તેના હમ્બનટોટા પોર્ટ તૈયાર કરવા 1.5 અબજ ડોલરનું રોકાણ કર્યું હતું, પણ આ રકમ પરત નહીં કરી શકતાં શ્રીલંકાએ આ પોર્ટ વર્ષ 2017માં ચીનની એક સરકારી કંપનીને 70 ટકા હિસ્સેદારી સાથે 99 વર્ષ માટે ભાડાપટ્ટા (લીઝ) પર આપવું પડ્યું હતું. આ ઉપરાંત આ પોર્ટની આજુબાજુ આશરે 15 હજાર એકર જમીન ઈકોનોમિક ઝોન તૈયાર કરવા ચીનને આપવી પડી હતી. ચીનનાં દેવાંની આ આડઅસરની વિશ્વભરમાં ભારે વિવાદ થયો હતો અને ધ્યાન આકર્ષાયું હતું. શ્રીલંકાનું ચીનતરફી વલણ અંગે ભારત ચિંતિત હતું, કારણ કે તે ભૌગોલિક રીતે ભારત માટે ખૂબ મહત્ત્વ ધરાવે છે. .

નેપાળઃ

ભારત અને નેપાળ વચ્ચે ગયા વર્ષથી સીમાક્ષેત્ર પર વિવાદની સ્થિતિમાં તણાવ યથાવત્ છે. જોકે કોરોના વાઈરસની મહામારીમાં ભારતે નેપાળને ખુલ્લા હૃદયથી મદદ કરી છે, જેની પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી પણ પ્રશંસા કરી ચૂક્યા છે. ભારતે નેપાળને 10 લાખ વેક્સિનના ડોઝ ઉપલબ્ધ કરાવ્યા છે. નેપાળે તાજેતરમાં ચીનની વેક્સિન અંગે આશંકા વ્યક્તિ કરી હતી અને ભારતની વેક્સિન પર વિશ્વાસ દર્શાવ્યો હતો.

નેપાળના પ્રધાનમંત્રી ઓલી તાજેતરમાં ભારતવિરોધી નિવેદનો આપી ચૂક્યા છે. તેમણે ભગવાન રામ અયોધ્યા (ભારત)ના નહીં, પણ નેપાળમાં હોવાનું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ ઉપરાંત ભારતનો ભૌગોલિક ભાગ કાલાપાની, લિમ્પિયાધુરા અને લિપુલેખને નેપાળના હિસ્સા તરીકે ગણાવ્યા હતા અને નવો નકશો પ્રકાશિત કર્યો હતો.

ચીન-નેપાળઃ ચીન ભારતને ઘેરવા માટે નેપાળનો ઉપયોગ કરી રહ્યું છે. ચીને નેપાળમાં માર્ગો, વીજ સ્ટેશનો તથા નિર્માણકાર્યોમાં મોટે પાયે રોકાણ કર્યું છે. તાજેતરના સમયમાં ભારત સાથે નેપાળનો જે સીમાવિવાદ થયો છે એની પાછળ ચીનની ચાલ હોવાનું માનવામાં આવે છે. નેપાળની પ્રજાનું લોકમાનસ ભારત સાથે છે, પણ સ્થાનિક સરકાર તાજેતરમાં ચીનતરફી વલણ અપનાવી રહી છે. નેપાળમાં ચીનનાં રોકાણ તથા સીમા અંગેના તાજેતરનાં નિવેદનોનો ભારે વિરોધ થઈ રહ્યો છે.

બાંગ્લાદેશઃ
પડોશી દેશ બાંગ્લાદેશને ભારતે ઉપહાર સ્વરૂપે 20 લાખ ડોઝ ઉપલબ્ધ કરાવ્યા છે. આ ઉપરાંત ભારત આગામી સમયમાં બાંગ્લાદેશને ત્રણ કરોડ ડોઝ ઉપલબ્ધ કરાવશે. સીરમ ઈન્સ્ટિટ્યુૂટ, પુણેમાં તૈયાર થયેલી કોવિશીલ્ડ વેક્સિન બાંગ્લાદેશને મોકલવામાં આવી છે. આ અગાઉ ચીન બાંગ્લાદેશને વેક્સિન આપવા તૈયાર હતું, પણ પરીક્ષણ પાછળ જે ખર્ચ થયો છે એ બાંગ્લાદેશ પાસે માગ્યો હતો, જેને પગલે બાંગ્લાદેશે ભારતીય વેક્સિનની પસંદગી કરી.

ભારતીય રાજદૂત વિક્રમ કે. દોરાઈસ્વામીએ બાંગ્લાદેશના વિદેશમંત્રી એકે અબ્દુલ મોમેન તથા આરોગ્યમંત્રી ઝાહિદ માલેક્યુને એક કાર્યક્રમમાં વેક્સિન સોંપી હતી..
ભારતીય રાજદૂત વિક્રમ કે. દોરાઈસ્વામીએ બાંગ્લાદેશના વિદેશમંત્રી એકે અબ્દુલ મોમેન તથા આરોગ્યમંત્રી ઝાહિદ માલેક્યુને એક કાર્યક્રમમાં વેક્સિન સોંપી હતી..

ભારત અને બાંગ્લાદેશે વર્ષ 2015માં 41 વર્ષ જૂના સીમાવિવાદનો ઉકેલ મેળવી લીધો હતો. બન્ને દેશો વચ્ચે સંબંધ મિત્રતાભર્યા છે. જોકે હિમાલયમાંથી આવતી અને સિક્કિમ તથા પશ્ચિમ બંગાળમાંથી પસાર થઈ આસામમાં બ્રહ્મપુત્ર નદી (બાંગ્લાદેશમાં જમુના નદી)માં વિલય થતી તિસ્તા નદીના જળ વહેંચણીને લઈ બન્ને દેશ વચ્ચે સંભવતઃ મતભેદ છે.

ચીન-બાંગ્લાદેશ
ચીન ભારતને ઘેરવા માટે કોઈ ચાલ છોડતું નથી. ચીને ભારતના સૌથી નજીકના પડોશી દેશ બાંગ્લાદેશને પોતાની તરફ વાળવા માટે શક્ય તમામ પ્રયત્ન કર્યાં છે. તેણે બાંગ્લાદેશને મોટી રાહત આપતાં 97 ટકા ઉત્પાદનો પર એક્સાઇઝ ડ્યૂટીમાંથી મુક્તિ આપી હતી. ચીન બાંગ્લાદેશમાં મોટા પાયે રોકાણ કરવાની યોજના ધરાવે છે.

મ્યાનમારઃ
ભારતે સીરમ ઈન્સ્ટિટ્યૂટમાં તૈયાર થયેલી કોવિશીલ્ડ વેક્સિનના 15 લાખ ડોઝ મ્યાનમારને મોકલ્યા હતા. મ્યાનમાર ભારતનું પરંપરાગત મિત્ર છે. ભારતમાં સક્રિય નક્સલવાદ મ્યાનમારનાં જંગલોમાંથી દોરીસંચાર કરતા હોવાનું માનવામાં આવતાં ભારત અને મ્યાનમારની સેનાએ સંયુક્ત ઓપરેશનો હાથ ધરી ભૂતકાળમાં નક્સલવાદનો ખાતમો બોલાવવા પ્રયાસ કર્યા હતા.

મ્યાનમારમાં ભારતીય વેક્સિન આવી પહોંચી ત્યારની આ તસવીર છે.
મ્યાનમારમાં ભારતીય વેક્સિન આવી પહોંચી ત્યારની આ તસવીર છે.

ચીન-મ્યાનમાર- ચીન મ્યાનમારમાં વ્યાપક પ્રમાણમાં રોકાણ કરી રહ્યું છે અને આર્થિક બાબતોને લગતાં ઉલ્લંઘનો કરી રહ્યું છે તેમ જ ચીનના વિસ્તારવાદને લઈ મ્યાનમાર શાસક વર્ગ તથા સામાન્ય નાગરિકોમાં નારાજગી પ્રવર્તી રહી છે. મ્યાનમાર ચીન સાથેનો વેપાર ઘટાડીને અડધો કરવાની દિશામાં છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો