તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જવાબદારી સમજો:જ્યાં ઈચ્છો, જ્યારે ઈચ્છો ત્યારે ધરણાં ના કરી શકો: સુપ્રીમકોર્ટ

નવી દિલ્હી12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોર્ટે કહ્યું- લોકોને દેખાવો કરવાનો અધિકાર પણ કેટલીક જવાબદારી પણ છે

સુપ્રીમકોર્ટે કહ્યું છે કે લોકોને દેખાવો કરવાનો અધિકાર છે, પણ તે ક્યાંય પણ અને ગમે ત્યારે હોઈ શકે નહીં. સુપ્રીમકોર્ટે આ વાત શનિવારે શાહીનબાગ દેખાવ અંગે 7 ઓક્ટોબર 2020ના રોજ આપેલા પોતાના ચુકાદા વિરુદ્ધ દાખલ કરાયેલી પુનઃવિચાર અરજીઓને ફગાવતા કહ્યું હતું. આ સુનાવણી જસ્ટિસ એસ.કે. કૌલ, જસ્ટિસ અનિરુદ્ધ બોઝ અને જસ્ટિસ કૃષ્ણા મુરાનીની બેન્ચે કરી હતી.

બેન્ચે સ્પષ્ટ કર્યું કે દેખાવોના બંધારણીય અધિકારની સાથે કેટલીક જવાબદારી પણ હોય છે. દેખાવો અને મતભેદ દરમિયાન કોઈપણ જાહેરસ્થળ હંમેશને માટે ઘેરી રાખી શકાય નહીં. કોર્ટે અરજી ફગાવતાં કહ્યું કે ક્યાંક કેટલાક સ્વૈચ્છિક દેખાવો થઈ શકે છે. પરંતુ કોઈપણ પ્રકારના લાંબા દેખાવો માટે જાહેરસ્થળોને લાંબા સમય સુધી ઘેરીને રાખી શકાય નહીં. ખાસ કરીને એવા સ્થળો કે જ્યાં બીજાના અધિકારો પર પ્રતિકૂળ અસર પડતી હોય. સુનાવણી જસ્ટિસની ચેમ્બરમાં થઈ હતી અને આ કેસની સુનાવણી ખુલ્લી કોર્ટમાં કરવાનો આગ્રહ પણ ફગાવાયો હતો.

ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2019માં સીએએ વિરુદ્ધ દેખાવો શરૂ થયા હતા. દિલ્હીના શાહીનબાગ વિસ્તારમાં સેંકડોની સંખ્યામાં લોકોએ રસ્તા પર ઘેરાવ કર્યો હતો. ત્યારે દિલ્હી અને નોઈડા વચ્ચેનો એક તરફનો રસ્તો જામ થઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો