તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનેક ગરબડ:અયોધ્યા મંદિર જમીન કૌભાંડમાં યોગીની ઊંઘ ઊડી, રિપોર્ટ મંગાવ્યો

લખનઉ3 મહિનો પહેલાલેખક: વિજય ઉપાધ્યાય
  • કૉપી લિંક
  • ટ્રસ્ટના અધ્યક્ષની અવગણના કરાઈ રહી છે

2 કરોડ રૂપિયાની જમીનને શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા રૂ. 18.5 કરોડમાં ખરીદવા સંબંધિત વિવાદ પર યોગી સરકાર સાવચેત થઈ છે. આ મામલે યોગી સરકારે રિપોર્ટ માગ્યો છે. સોમવારે મહેસૂલ વિભાગના અધિકારીઓને બોલાવી સંપૂર્ણ માહિતી લેવાઈ હતી. જમીનનો મુદ્દો ઉછળતાં ટ્રસ્ટમાં ઘમસાણ મચી ગયું છે. ટ્રસ્ટ પાસે પ્રજાના આપેલા 4 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ છે. લાંબા સમયથી બીમારીમાં સપડાયેલા રહેલા ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસના ઉત્તરાધિકારી કમલનયન દાસે પણ અવાજ ઉઠાવ્યો છે. તમામ નિર્ણય મહાસચિવ ચંપતરાય જ લઈ રહ્યા છે.

એગ્રીમેન્ટ-દસ્તાવેજમાં અનેક ગરબડ
2 કરોડ રૂપિયામાં ખરીદ કરેલી જમીન 18.5 કરોડમાં વેચવામાં આવેલી જમીનના દાવા અને હકીકતમાં અનેક ગરબડ છે. સોમવારે ટ્રસ્ટનાં સૂત્રો અને જમીન વેચનારાઓ તરફથી સપ્ટેમ્બર 2019ના એગ્રીમેન્ટની એક કોપી અપાઈ પણ અા એગ્રીમેન્ટનો જમીનના વેચાણ રેકોર્ડમાં કોઈ ઉલ્લેખ જ નથી. કથિત એગ્રીમેન્ટમાં 8 લોકો છે પણ પાઠકથી જમીન ખરીદાયાના વેચાણ દસ્તાવેજમાં 8માંથી ફક્ત સુલતાન અન્સારી અને રવિમોહન તિવારીનું નામ છે. જોકે ટ્રસ્ટ સાથેના એગ્રીમેન્ટમાં રવિમોહન તિવારી સાક્ષી તરીકે છે.

ડીલ પર ITની નજર, રજિસ્ટ્રી વિભાગે રિપોર્ટ મોકલ્યો
સર્કલ ગાઈડલાઈન દર અનુસાર તે જમીનનો ભાવ 5.79 કરોડ થાય છે. તેને ફક્ત 2 કરોડમાં ખરીદવા મામલે અયોધ્યા રજિસ્ટ્રાર ઓફિસે આઈટી વિભાગને જાણ કરીને પોતાની જવાબદારી પહેલાથી નિભાવી હતી. રજિસ્ટ્રાર વિભાગને 30 લાખથી વધુ કિંમતની જમીનની ખરીદી કે વેચાણની ઓનલાઇન માહિતી વિભાગને આપવાની હોય છે. સૂત્રો મુજબ આઈટી વિભાગ જમીન વેચનારા હરીશ તથા કુસુમ પાઠક પર 5.79 કરોડની આવકના આધારે 30 ટકા ટેક્સ લગાવશે.

અયોધ્યાના મેયરના ઘરે સોદો
અયોધ્યાના મેયર ઋષિકેશ ઉપાધ્યાય પણ શંકાના ઘેરામાં છે. તેમના ઘરે 18 માર્ચ 2021ના રોજ જમીન 2 કરોડમાં વેચાણ દસ્તાવેજ તૈયાર કરાયા હતા. જ્યારે રૂ. 18.5 કરોડમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર માટે આ જમીનનો એગ્રીમેન્ટ પણ બન્યો. તેના માટે રજિસ્ટ્રાર વિભાગના અધિકારીઓને મેયરના ઘરે બોલાવાયા હતા ત્યાં તમામ હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...