• Gujarati News
  • National
  • Yogi In Moradabad Said It Is Shameful To Compare Patel With Jinnah; Akhilesh Apologizes To The Country

યોગીએ કહ્યું- અખિલેશના વિચાર તાલિબાની:મુરાદાબાદમાં યોગી બોલ્યા- જીન્ના સાથે પટેલની સરખામણી શરમજનક; અખિલેશ દેશની માફી માંગે

મુરાદાબાદએક મહિનો પહેલા
  • યોગી આદિત્યનાથે અખિલેશ યાદવ પર સાધ્યું નિશાન

ઉત્તરપ્રદેશમાં જિન્ના બાબતે વિવાદિત નિવેદન ઉગ્ર બન્યા છે. સોમવારે મુરાદાબાદમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અખિલેશ યાદવ પર નિશાન સાધ્યું હતું. તેમને કહ્યું કે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવના વિચાર તાલિબાની છે. યોગીએ કહ્યું કે મે અખિલેશનું ભાષણ સંભાળ્યું. તેઓ રાષ્ટ્રને એક કરનાર સરદાર વલ્લભભાઈ પટેલની સરખામણી દેશના ભાગલા કરનાર જિન્ના સાથે કરી રહ્યા હતા. આ ખુબ જ શરમજનક છે. યોગીવે વધુમાં કહ્યું કે આ બાબતે અખિલેશે દેશની માફી માંગવી જોઈએ.

અખિલેશ યાદવે રવિવારે હરદોઇમાં સંબોધન કરતાં સરદાર પટેલની સરખામણી જિન્ના સાથે કરી હતી. તેમને કહ્યું હતું કે સરદાર પટેલ, મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અને જિન્ના એક જ સંસ્થામાં અભ્યાસ કરીને બેરિસ્ટર બનીને આવ્યા હતા. તેમણે એક જ જગ્યાએ અભ્યાસ કર્યો હતો. તેઓ બેરિસ્ટર બન્યા અને તેમણે આઝાદી અપાવી.

સરદાર પટેલનું અપમાન સ્વીકાર નહીં
મુરદાબાદમાં CM યોગીએ કહ્યું કે આખો દેશ સરદાર પટેલને લોખંડી પુરુષ માને છે. એવા સમયમાં અખિલેશના વિચાર ફરીથી સામે આવ્યા છે. તેમણે દેશના ભાગલા પડનારા જિન્નાને દેશને એક કરનારા સરદાર પટેલની સામે રાખી દીધા છે. તે વિચાર હંમેશા વિભાજનમાં જ વિશ્વાસ રકહ છે. પહેલા તેમણે સમાજને જાતિના નામે વિભાજન કરવાનું કાવતરું ઘડ્યું, પણ નિષ્ફળ રહ્યા તો હવે મહાપુરુષો સામે વિવાદિત નિવેદનો ઉચ્ચારીને આખા સમાજને અપમાનિત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

તેમને (અખિલેશ) તો પહેલેથી જ સમાજને વિભાજિત કરવામાંથી નવરાશ મળતી નહોતી. હજી પણ વિભાજન કરવાની તેમની પ્રવૃત્તિ બંધ નથી. આ લોકોની માનસિકતા જ સમાજને વિભાજન કરવાની છે. આ લોકો શરૂઆતથી જ તુષ્ટિકરણની રાજનીતિ કરતાં રહ્યા છે. સરદાર પટેલનું અપમાન દેશ ક્યારેય સ્વીકારશે નહીં અને રાજ્ય અને દેશની જનતા અખિલેશને ક્યારેય પણ સ્વીકારશે નહીં.

મુરાદાબાદમાં કાર્યક્રમમાં લાભાર્થી મહિલાને પીએમ આવાસની ચાવી સોંપતા યોગી.
મુરાદાબાદમાં કાર્યક્રમમાં લાભાર્થી મહિલાને પીએમ આવાસની ચાવી સોંપતા યોગી.

CMએ વધુ શું કહ્યું?

  • ઉત્તર પ્રદેશ સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય છે. તેમાં કાયદો વ્યવસ્થા, ગુના નિયંત્રણ એક મોટો પડકાર છે.
  • અમારી સરકાર ગુનેગારો સામે જીરો ટોલરેસની નીતિ ધરાવે છે. પોલીસ મુશ્કેલ સ્મયમાં પણ રાત દિવસ પોતાની ફરજ અદા કરીને કામ કરી રહી છે.
  • આજે 1700થી વધુ પરિવારોને મુરાદાબાદની અંદર એક જ દિવસમાં પ્રધાનમંત્રીએ આવાસ યોજનામાં અફોર્દેબલ હાઉસિંગ અંતર્ગત આવાસ યોજનાનો લાભ મળી રહ્યો છે.
  • વર્તમાનમાં ટેકનોલોજીની મદદથી ગુનાને અટકાવી શકાય છે. તેને જોતાં લખનઉમાં ઉત્તર પ્રદેશ સ્ટેટ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફોરેન્સિક સાયન્સની સ્થાપના કરવામાં આવી રહી છે.
  • આ સંસ્થા બન્યા બાદ ફોરેન્સિક સાયન્સ પ્રશિક્ષણની ગુણવત્તામાં વધારો થશે.
  • સીએમ યોગી ડો. ભીમરાવ આંબેડકર પોલીસ એકેડમીમાં ડેપ્યુટી એસપીની પસિંગ આઉટ પરેડને સલામી આપ્યા બાદ પોલીસ લાઇન પહોંચ્યા હતા ત્યાં તેમણે પ્રધાનમંત્રીએ આવાસ યોજનાન લાભાર્થીઓને ઘરની ચાલી સોંપી હતી.

તુષ્ટિકરણ માટે જિન્નાનો મહિમા

મુરાદાબાદમાં પોલીસ લાઇનમાં આયોજિત કાર્યક્રમમાં સીએમ યોગીના સબોધનને સભાળતા લોકો.
મુરાદાબાદમાં પોલીસ લાઇનમાં આયોજિત કાર્યક્રમમાં સીએમ યોગીના સબોધનને સભાળતા લોકો.

સરકારના અન્ય મંત્રીઓએ પણ અખિલેશનો કર્યો ઘેરાવ
મંત્રી મોહસીન રજાએ સપા અધ્યક્ષ અખિલેશ યાદવના વિવેદન સામે પલતવાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે અખિલેશ યાદવને જિન્નાના સબંધીઓ પાસેથી માતાની આશા છે. વિભાજનકારી જિન્નાની વિચારધારા મહાત્મા ગાંધી, સરદાર પટેલ, નહેરુની વિચારધાર છે. એવું કહીને અખિલેશ યાદવે દેશના મહાપુરુષોનું અપમાન કર્યું છે.

મંત્રી સિદ્ધાર્થ સિંહે કહ્યું હતું કે અખિલેશ યાદવના મુંગેરી લાલના સપના પૂર્ણ થઇ રહ્યા છે. તેઓ તુષ્ટિકરણ માટે જિન્નાને સરદાર પટેલ સાથે સરખાવે છે. આ સરદાર પટેલનું અપમાન છે.

અન્ય સમાચારો પણ છે...