તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Yogi Government's Claim WHO Also Shocked By The Management Of Their Corona In Villages; But In Reality There Is No Medicine In The Villages And No Testing, Death Cannot Be Counted

UPમાં ડેમેજ કંટ્રોલનું ફેક મોડલ:યોગી સરકારનો દાવો- ગામોમાં તેમના કોરોના મેનેજમેન્ટથી WHO પણ ચકિત; પરંતુ વાસ્તવમાં ગામોમાં ન તો દવા છે અને ન કોઈ ટેસ્ટિંગ, મોત એટલા કે ગણી ન શકાય

લખનઉ2 મહિનો પહેલા
  • દિવ્ય ભાસ્કરે યુપીના 9 જિલ્લાના ગામોમાં સરકારના કોવિડ મેનેજમેન્ટ સંબંધિત દાવાની તપાસ કરી
  • ગામ લોકોનું કહેવું છે કે રિપોર્ટ પોઝિટિવ હોવા છતાં આરોગ્ય વિભાગનો કોલ આવતો નથી

UPમાં કોરોનાની બીજી લહેરે પરિસ્થિતિને બેકાબૂ બનાવી દીધી છે. સંક્રમણ શહેરમાંથી ગામડાઓમાં ફેલાયું છે. દરેક ગામના દરેક ઘરમાં બેથી ત્રણ લોકો તાવથી પીડિત છે. ત્યાં ન તો દવા છે અને ન કોઈ ટેસ્ટિંગ. આ હોવા છતાં, યોગી સરકાર પોતાપી પીઠ થપથપાવવામાં કોઈ કસર છોડી રહી નથી. તેમનો દાવો છે કે રાજ્યના ગામડાઓમાં કોરોનાના માઇક્રો મેનેજમેન્ટની દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે. ત્યાં સુધી કે WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન) પણ યોગીના કોવિડ મેનેજમેન્ટથી ચકિત થઈ ગયું છે. સરકારે WHOનું એક ટ્વીટ પણ રિટ્વીટ કર્યું છે.

WHOના હવાલેથી શું કહેવામા આવી રહ્યું છે
સરકારની અખબારી યાદીમાં જણાવાયું છે કે WHOએ 10,000 ઘરો સુધી પહોંચીને યોગીના કોવિડ મેનેજમેન્ટના મોડલને જોયું. પરિસ્થિતિ જોઇને સંગઠન યોગી સરકારના કોવિડ મેનેજમેન્ટથી ચકિત થઈ ગયું. ગ્રામીણ વિસ્તારોમાં 60 હજારથી વધુ મોનિટરિંગ સમિતિઓના 4 લાખ સભ્યો કોરોના સામે દિવાલ બનીને ઉભા છે. ગામોમાંઘરે-ઘરે આરોગ્ય વિભાગની 1.41 લાખ ટીમો જઈને તપાસ કરી રહી છે. જો કે, જ્યારે આ બાબતે ભાસ્કરે WHOની ઓફિસ પાસેથી માહિતી માંગી ત્યારે તેમણે ઇનકાર કરી દીધો.

દિવ્ય ભાસ્કરનું રિયાલિટી ચેક
સત્ય જાણવા ભાસ્કરે 9 જિલ્લાના ગામોમાંથી અહેવાલ આપ્યો છે. તેમાં જુઓ, પરિસ્થિતિ અને વાસ્તવિકતા શું છે. વાસ્તવિકતા એ છે કે કોરોના યુપીના ગામોમાં સતત ફેલાઇ રહ્યો છે. ગામડામાંથી આવતા મોતના આંકડા ડરામણા છે. તાવ અને ત્યારબાદ થતાં મૃત્યુથી લોકો ગભરાઈ ગયા છે. રાજધાની લખનઉના ગ્રામીણ વિસ્તારો અને પડોશી જિલ્લા બારાબંકીના ઘણા ગામોમાં પણ હજી સુધી કોઈ સરકારી ટીમ પહોંચી નથી. અને કોઈ તપાસ કરવામાં પણ આવી નથી.

1. લખનઉથી: ડિઘારી ગામમાં 80% પરિવારો તાવની ઝપેટમાં આવી ચૂક્યા
લખનઉથી 40 કિમી દૂર ડિઘારી ગામની વસ્તી 1,500 લોકોનીછે. છેલ્લા એક મહિનામાં, 80% પરિવારોને તાવ, શરદી, શરીરમાં દુખાવો અને શ્વસન સંબંધી મુશ્કેલી જેવી સમસ્યાઓ આવી છે. ગ્રામજનો કહે છે કે બધા લક્ષણો કોરોનાના હતા, પરંતુ જ્યારે તપાસ કરવામાં આવી નથી, ત્યારે એવો દાવો પણ કરી શકતા નથી કે બધાને કોરોના છે. ગામના વડા કહે છે કે તાવ હવે થોડા દિવસોથી નીચે આવ્યો છે, પરંતુ છેલ્લા બે દિવસમાં 2 લોકોનાં મોત નીપજ્યાં છે. ગામના જ રેનૂ સિંહ જણાવે છે કે તેમના પરિવારમાં 11 લોકો છે. ટેસ્ટ કરાવતા 6 લોકો પોઝિટિવ આવ્યા છે. આરોગ્યની ટીમને આ બાબતની જાણકારી આપવામાં આવી છે.

કોરોનાને કારણે ફૈઝાબાદ રોડને અડીને આવેલા સેમરા ગામની હાલત ખૂબ જ નાજુક છે. ગામના બ્રિજલાલ કહે છે કે દરેક ઘરમાં 2-4 બીમાર લોકો છે. છેલ્લા 15-20 દિવસથી દરરોજ કેકોઈને કોઈ લોકો મૃત્યુ પામે છે. મારી માહિતીમાં 18 લોકોના મોત થયા છે. ઘણા એવા લોકો પણ છે જેઓ ઘરે ઓક્સિજન સિલિન્ડરો લઈને સારવાર લઈ રહ્યા છે. આ પછી પણ આરોગ્ય વિભાગની કોઈ ટીમ હજી સુધી આવી નથી.

ચીનહટના ખારગપુર ગામમાં પણ આવી જ સ્થિતિ છે. ગામના વડા કિરણ પ્રકાશ વિશ્વકર્મા કહે છે કે 17 દિવસમાં 28 મોત થયા છે. ગામની વસ્તી લગભગ 20 હજાર છે, પરંતુ લોકોની ફરિયાદ છે કે મેડિકલ ટીમ એકવાર પણ અહીંયા આવી નથી.

લખનઉ જિલ્લાનું સેમરા ગામ. જ્યાં ક્યારેય સેનિટાઈઝ નથી થયુ, ન તો આરોગ્યની કોઈ ટીમ ગઈ છે.
લખનઉ જિલ્લાનું સેમરા ગામ. જ્યાં ક્યારેય સેનિટાઈઝ નથી થયુ, ન તો આરોગ્યની કોઈ ટીમ ગઈ છે.

2. બનારસથી: લોકો એક પછી એક મરી રહ્યા, વહીવટી ટીમ પણ આવી, પણ કોઈ રાહત નહીં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસીના ગામોમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. સરનાથ ક્ષેત્રના તિલમાપુર ગામમાં 9 એપ્રિલથી આજ સુધી એક જ પરિવારના 5 સભ્યો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. ત્યારબાદથી ગામમાં હંગામો મચ્યો છે. તિલમાપુરના પૂર્વ વડા નાગેશ્વર મિશ્રા કહે છે કે હવે તંત્ર સક્રિય થયુ છે, ડોર ટુ ડોર હેલ્થ વિભાગની​​​​​​​ ટીમ પણ આવી રહી છે.

બીજી તરફ, લોહતા પોલીસ સ્ટેશનના કોરોતા ગામમાં એક મહિનામાં 12 લોકોનાં મોત નીપજ્યાં છે. ગામના આલોક સિંઘનું કહેવું છે કે આરોગ્ય વિભાગની ટીમ આવી રહી છે, પરંતુ મોતનો સિલસિલો તે પછી બંધ થયો નથી. સરોની ગામના રહેવાસી એડવોકેટ સંદિપસિંહે જણાવ્યું કે અમે હાલમાં જ મારો મોટો ભાઈ અજિતસિંહ ગુમાવ્યો છે. દિલ્હીથી પરિવારને લઈને ગામ આવ્યા છે. બીજા ઘણા લોકોને પણ સંક્રમણ લાગ્યું છે. વારાણસીના 8 બ્લોક્સના દરેક ગામમાં કોરોનાની અસર છે. આ પછી પણ લોકો તપાસ કરાવવામાં ખચકાતા હોય છે.

3. કાનપુરથી: રામનગરના દરેક ઘરમાં તાવ, 5 હજાર લોકોની વસ્તી અને એક મહિનામાં 20 મોત
કાનપુર ગ્રામ્ય વિસ્તારનું રામનગર ગામ એક મહિનાથી કોરોનાની પકડમાં છે. અહીં દરેક ઘરમાં તાવ અને ઉધરસના દર્દીઓ છે. 5 હજારની વસ્તીવાળા આ ગામમાં અત્યાર સુધી 20 લોકોનાં મોત નીપજ્યાં છે. ગામમાં એટલો ગભરાટ છે કે લોકો ઘરની બહાર નીકળી રહ્યા નથી. હજી સુધી ગામમાં ફક્ત 40 લોકોના જ ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે.

પંચાયતની ચૂંટણીએ પરિસ્થિતિ વધુ વણસી હતી. રજનીકાંતની માતા રાગિની (63), જે ગામની રહેવાસી છે, 15 એપ્રિલે મત આપીને આવી હતી, ત્યારબાદ તેની તબિયત લથડતી હતી. તીવ્ર તાવ અને શ્વાસ લેવાની તકલીફને લીધે તેને હેલટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, પરંતુ તેનું મોત નીપજ્યું.

આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર ગામની પરિસ્થિતિથી સંપૂર્ણ જાગૃત છે. આ હોવા છતાં, સેમ્પલિંગના નામે માત્ર 40 લોકોનામે કોરોના ટેસ્ટ થયા છે. જ્યારે ગામના દરેક વ્યક્તિને કોરોના ટેસ્ટની​​​​​​​જરૂરી છે. રામનગરના અજય પાંડેએ જણાવ્યું છે કે પંચાયતની ચૂંટણી 15 એપ્રિલના રોજ યોજાઈ હતી. 16 એપ્રિલથી તાવ આવવાનું શરૂ થયું. 19 ના રોજ, કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. મેં કોરોના કંટ્રોલ સેન્ટ્રલથી લઈને CHC સુધી ફોન કર્યા, પણ કોઈ મદદ મળી નહીં. મોતથી ગભરાયેલા ગ્રામજનો હવે તાવને છુપાવી રહ્યા છે.

4. મેરઠથી: સૂમસામ થઈ શેરીઓ, બહારની વ્યક્તિને અહીં આવવાની મનાઈ છે
મેરઠમાં કોરોનાનો કહેર શહેરમાંથી ગામડાઓમાં પહોંચી ગયો છે. દૌરાલા ક્ષેત્રના માટૌર ગામમાં સૌથી વધુ મોત નોંધાયા છે. 6,500 ની વસ્તીવાળા આ ગામના મોટાભાગના લોકોમાં કોરોના જેવા લક્ષણો હતા. અને છેલ્લા 25 દિવસમાં અહીં 17 લોકોએ જીવ ગુમાવ્યો છે. ગામના મોટાભાગના ઘરોમાં લોકોને હજી તાવ છે. ગામમાં જ તેમની સારવાર ચાલી રહી છે.

નારંગપુર, છૂર, હરા, સરુરપુર સહિતના અનેક ગામોમાં થયેલ મોતને મોત આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાથી મોત થયેલ ગણતા નથી. આરોગ્ય વિભાગની ટીમ સોમવારે માટૌરના ગામમાં ગઈ હતી. ગામમાં શેરીમાં બેનરો લગાવ્યા છે, જેમાં લખ્યું છે કોઈ બહારના વ્યક્તિને અહીં આવવાની મંજૂરી નથી. અહીં કોઈ સેનિટાઈઝેશન નથી, ન કોઈને કીટ મળી છે.

મેરઠના માટૌર ગામમાં બહારના લોકોને આવતાં અટકાવવા માટે એક બેનર લગાવવામાં આવ્યું છે.
મેરઠના માટૌર ગામમાં બહારના લોકોને આવતાં અટકાવવા માટે એક બેનર લગાવવામાં આવ્યું છે.

5. બારાબંકી: પોઝિટિવ રિપોર્ટ આવે તો પણ કોઈ સંપર્ક કરતું નથી
બારાબંકીના દેવા બ્લોકમાં કુદલુપુર ગામના રામલાલ કહે છે કે આજદિન સુધી તેમના ગામમાં કોઈ સરકારી સહાય આવી નથી કે કોઈ મેડિકલ ટીમ પણ આવી નથી. તેઓ પોતે પોતાની માતાને તાવ અને ઉધરસ થયા પછી તેને બારાબંકીની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા અને તપાસ કરાવાઈ. તપાસ રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી પણ કોઈએ તેમનો સંપર્ક કર્યો ન હતો. તેથી, ખાનગી ડોક્ટર દ્વારા સારવાર કરાવી. નજીકના ગામોમાં ન તો કોઈ ટીમ આવી. રામલાલ કહે છે કે સરકાર માત્ર ખોટું બોલી રહી છે. જો અમને ઘરે દવાઓ અને સુવિધાઓ મળે છે, તો પછી કોઈ પણ કેમ બારાબંકી અથવા લખનઉ જશે.

6. ગોંડા- શહેરમાં કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા, માટે ગામના લોકો નથી જતાં
ગોંડાના રુપઇડીહ બ્લોકના બનગાઇ ગામના જ્ઞાનેન્દ્ર મિશ્રા કહે છે કે તેમના ગામમાં છેલ્લા 14 દિવસમાં 4 થી 5 મોત થયા છે. ગામમાં કોઈ તપાસ નથી થતી, તેથી મોતનું કારણ જાણી શકાતું નથી કે શું છે, પરંતુ ગામના મોટાભાગના લોકોને તાવ કે કફની સમસ્યા છે. લોકો સ્થાનિક ડોકટરની સારવાર લઈ રહ્યા છે. આજદિન સુધી કોઈ મોબાઈલ વાન ગામમાં આવી નહોતી. આરોગ્ય વિભાગની કોઈ ટીમ નથી આવી. આવી સ્થિતિમાં સરકાર દ્વારા ટ્રેસિંગ અને ટ્રેકિંગનો દાવો ખોટો છે. ગોંડા શહેરમાં RT-PCR ટેસ્ટ કરવામાં આવે છે, પરંતુ ગામના લોકો ડરના કારણે ત્યાં જતા નથી.

7. જોનપુરથી: પિલકીછા ગામમાં એક મહિનામાં લગભગ 25 લોકોનાં મોત
ઉત્તર પ્રદેશના જોનપુરના પિલકીછા ગામમાં એક મહિનામાં લગભગ 25 લોકોનાં મોત નીપજ્યાં છે. આમાંના મોટાભાગના લોકો શ્વાસ, શરદી અને ઉધરસથી મુશ્કેલીમાં હતા. લોકો કહે છે કે આ હોવા છતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગામમાં સેનિટાઈઝ કામગીરી કરવામાં આવી નથી. જો કે, મીડિયા કર્મચારીઓ ગામમાં પહોંચ્યા બાદ તરત જ આશા કાર્યકરોને મોકલીને દવા કીટ આપવાનું કામ શરૂ કરવામાં આવ્યું. ગામમાં સતત મોતને કારણે લોકોમાં ભયનો માહોલ છે, ડરને કારણે લોકોએ એક બીજાના ઘરે જવા- આવવાનું બંધ કરી દીધું છે.

8. મથુરાથી: ગામના લોકો ડોકટરોની સારવાર લઈ રહ્યા
પંચાયતની ચૂંટણી બાદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોની સ્થિતિ કથળી રહી છે. ગોવર્ધન બ્લોકના અડિંગ ગામમાં રસ્તાઓ પર સૂમસામ છે. દુકાનો ઉપર તાળાઓ છે. લગભગ 18 હજારની વસ્તીવાળા આ ગામમાં 10,689 મતદારો છે. તાજેતરમાં મંત્રી બનનાર સંહેલતા રાવત પોતે બિમાર છે. ગામલોકોએ કહ્યું કે 10 દિવસમાં 20 જેટલા મોત નીપજ્યા છે, પરંતુ કોવિડથી થયા અથવા અન્ય રોગોથી આ કહી શકાય નહીં. ગામમાં આવેલી હોસ્પિટલના દરેક બેડ પર દર્દી છે.

મથુરાના અડિંગ ગામમાં કોરોનાના ડરથી શેરીઓ સૂમસામ છે.
મથુરાના અડિંગ ગામમાં કોરોનાના ડરથી શેરીઓ સૂમસામ છે.

9. ઝાંસીથી: હવે પંચાયતની ચૂંટણી બાદ મોકલવામાં આવી રહી છે આરોગ્ય ટીમો
ઝાંસી શહેરને અડીને આવેલા રકસા સહિત નજીકના 5 થી વધુ ગામોમાં કોરોનાના લોકોની ખરાબ હાલત છે. રકસા ગામના વડા રાજેન્દ્ર રાજપૂતે જણાવ્યું હતું કે ગામમાં પાછલા એક મહિનામાં 18 થી 20 લોકોએ કોરોનાથી પોતાનો જીવ ગુમાવ્યો છે, પરંતુ હવે પરિસ્થિતિમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે. સૌથી વધુ કોવિડ દર્દીઓ મૌરાનીપુર, મોઠ અને બંગરા બ્લોકમાં જોવા મળ્યા. ફક્ત આ ત્રણ બ્લોક્સમાંથી, ત્રણ હજારથી વધુ દર્દીઓ સામે આવી ચૂક્યા છે.

ચિરગાંવ, બબીના અને બામૌર બ્લોકમાં કોવિડ દર્દીઓની નોંધપાત્ર સંખ્યા છે, પરંતુ અહીંના ગામલોકો તપાસ માટે આગળ આવતાં ખચકાય છે. બારાગાંવ બ્લોકમાં આશરે 1,300 દર્દીઓ મળી આવ્યા છે. ચૂંટણી બાદ જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે અને હવે ઘરે ઘરે તપાસ માટે ટીમો મોકલવામાં આવી રહી છે અને દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

ઝાંસીના રાક્સાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તાળું લટકી રહ્યું છે.
ઝાંસીના રાક્સાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તાળું લટકી રહ્યું છે.

આરોગ્ય પ્રધાન બોલી રહ્યા- હવે ગામોમાં સ્થિતિ કાબૂમાં છે
દિવ્ય ભાસ્કરના પત્રકારે ઉત્તર પ્રદેશના આરોગ્ય પ્રધાન જય પ્રતાપ સિંહ સાથે સરકારના દાવા અને ડબ્લ્યુએચઓ રિપોર્ટ અંગે વાત કરી હતી. જય પ્રતાપે જણાવ્યું કે હવે ગામોમાં પરિસ્થિતિ કાબૂમાં છે. અમે દરેક ગામ પર પહોંચ્યા છીએ. લોકોને હેલ્પલાઈન દ્વારા ફોન પર પણ માહિતી આપવામાં આવી રહી છે. સ્વચ્છતા અને સેનિટાઈઝેશનનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે.