ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથ 5 વર્ષ પછી પોતાના ગામ પંચુર પહોંચી ગયા છે. તેઓ સંન્યાસના 28 વર્ષ પછી પહેલી વખત પોતાના ઘરમાં રાત વિતાવશે. યોગીને મળવા તેમના ત્રણ બહેન પહેલેથી ઘરે પહોંચી ગયા છે. તો તેમના ત્રણ ભાઈ પણ ઘરમાં જ છે.
આ પહેલા પંચુરથી 2 કિલોમીટર દૂર બિથ્યાણીમાં યોગીએ મહાયોગી ગુરુ ગોરખનાથ રાજકીય મહાવિદ્યાલયમાં ગુરુ અવૈધનાથની પ્રતિમાનું અનાવરણ કર્યું. ગુરુને યાદ કરતા યોગી ભાવુક થયા હતા. તેમને કહ્યું, "આજે મને મારા ગુરુઓનું સન્માન કરવાનું સૌભાગ્ય મળ્યું. હું 35 વર્ષ પછી મારા અધ્યાપકોને મળી રહ્યો છું. હું આજે જે કંઈ પણ છું તે મારા માતા-પિતા અને ગુરુ અવૈધનાથના કારણે જ છું."
પંચુર તરફ જતા રસ્તા પર સુરક્ષા વધારવામાં આવી
યોગીના આ કાર્યક્રમને કવર કરવા માટે દેશભરમાંથી મીડિયા પહોંચ્યું છે. જો કે ઉત્તરાખંડ પ્રશાસને યોગીના ઘરથી એક કિલોમીટર પહેલા જ મીડિયા પર રોક લગાવી દીધી છે.
યોગીએ કહ્યું- જે વાતચીતથી નહીં માને, તે કાયદાથી માનશે
યોગીએ UPમાં લાઉડસ્પીકર હટાવવાનો ઉલ્લેખ પણ કર્યો. તેમને કહ્યું- "UPમાં લાઉડસ્પીકરનો દેકારો ખતમ થયો છે. એક લાખથી વધુ લાઉડસ્પીકર ઉતારવામાં આવ્યા છે. ક્યાંય રસ્તા ઉપર નમાઝ નથી પઢવામાં આવતી. UPમાં ગુંડાગર્દી નથી થતી. જે લોકો સંવાદથી નહીં માને, તેઓ કાયદાથી માનશે. આસ્થાનું સન્માન જરુરી, પરંતુ સમસ્યને અવગણી ન શકાય. ઉત્તરપ્રદેશમાં માફિયાની કમર હવે તૂટી ગઈ છે. હવે તેઓ સીધા ઊભા પણ નથી રહી શકતા."
ઉત્તરાખંડમાં ભાજપ સરકાર ન બની હોય તો લગભગ હું મારા ગામમાં ન આવી શક્યો હોત
યોગીએ કહ્યું, "ઉત્તરાખંડમાં ભાજપ સરકાર ન બની હોત તો લગભગ હું અહીં આજે પણ આવી શક્યો ન હોત. હું ધન્યવાદ આપું છું CM પુષ્કરસિંહ ધામીનો, જેમની સરકારના કારણે હું મારા ગામમાં આજે પરત ફર્યો છું."
ગામમાં વીતેલું બાળપણ અને પોતાના ગુરુને યાદ કરી ભાવુક થયા યોગી
CM યોગી આદિત્યનાથે મંચ પર લોકોને સંબોધિત કરતા કહ્યું, "આજે ગુરુની મૂર્તિનું અનાવરણ કરવા અને મારા સ્કૂલી ગુરુઓનું સન્માન કરવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. હું 35 વર્ષ પછી મારા સ્કૂલના ગુરુઓને મળી રહ્યો છું. હું આજે જં કંઈ પણ છું તે હું માતા-પિતા અને ગુરુ અવેધનાથના કારણે જ છું." આ દરમિયાન તેઓ પોતાના ગુરુઓને યાદ કરીને ભાવુક થઈ ગયા.
સ્કૂલના 6 શિક્ષકોને શાલ ઓઢાડિને સન્માનિત કર્યા
CM યોગી આદિત્યનાથે પોતાની સ્કૂલના શિક્ષકોને સન્માનિત કર્યા. 6 શિક્ષકોને શાલ આપીને તેમનો આભાર માન્યો. તેમને કહ્યું કે હું અહીં ધોરણ 1થી 9 સુધી ભણ્યો છું. મને યાદ છે કે 1940થી 2014 સુધી મારા ગુરુ અહીં ન આવી શક્યા. જ્યારે કે તેમનો જન્મ અહીં જ થયો હતો.
CM પુષ્કર ધામીએ કહ્યું- ઉત્તરાખંડની માટીના લાલનું સ્વાગત છે
ઉત્તરાખંડના CM પુષ્કરસિંહ ધામીએ કહ્યું કે, આજે મહંત અવૈધનાથની મૂર્તિનું અનાવરણ આજે અક્ષય તૃતિયાના દિવસે તેમના શિષ્ય UP યોગી આદિત્યનાથે કર્યો છે, જેનાથી વધુ ગર્વની વાત શું હોય શકે. મહંત અવૈધનાથે હિન્દુ ધર્મને સશક્ત કરવા અને સમાજમાં પાછળ રહી ગયેલા લોકોને બરાબરીનો દરજ્જો આપવા માટે મોટા સ્તરે કામ કર્યું. આજે યોગી પોતાના જન્મસ્થાને આવ્યા છે. હું ઉત્તરાખંડની માટીના લાલનું સ્વાગત કરું છું.
ત્રિવેન્દ્ર બોલ્યા, રામ જન્મભૂમિ માટે મહંત અવૈધનાથનું સમર્પણ હંમેશા યાદ રહેશે
ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે કહ્યું કે રામ જન્મભૂમિ માટે મહંત અવૈધનાથની ભૂમિકા પ્રશંસનિય હતી. તેમના માર્ગદર્શનમાં યોગીએ કાર્ય કર્યા હતા. આ ઘણી ગર્વની વાત છે કે CM યોગીને મળવા માટે પૌડીના દૂર દૂરના વિસ્તારના લોકો તેમજ આજુબાજુના જિલ્લાના લોકો પણ આવ્યા છે.
ગુરુ અવૈધનાથની મૂર્તિનું અનાવરણ કર્યું
યોગી આદિત્યનાથે બિથ્યાનીના મહાયોગી ગુરુ અવૈધનાથ રાજકીય મહાવિદ્યાલયમાં પોતાના ગુરુ અવૈધનાથની મૂર્તિનું અનાવરણ કર્યું. આ દરમિયાન મંચ પર તેમની સાથે પૂર્વ મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત, ત્રિવેન્દ્રસિંહ રાવત અને પર્યટન મંત્રી સતપાલ મહારાજ સહિતના લોકો હાજર રહ્યાં. તેમના સ્વાગત માટે લાઈનમાં ઊભેલી કોલેજની છાત્રાઓ ઉત્તરાખંડના પારંપરિક વેશભૂષામાં તૈયાર થઈને આવી હતી.
સાંજે પહોંચ્યા પોતાના ઘરે
કાર્યક્રમ પછી યોગીનો કાફલો તેમના ગામ પંચુર તરફ આગળ વધ્યો. માત્ર 2 કિલોમીટરનો સફર પૂરો કરીને યોગી પોતાના ઘરે પહોંચ્યા. પરિવાર સહિત આખું ગામ તેમના સ્વાગત માટે તૈયાર હતું. પૂરાં 5 વર્ષ પછી યોગી પોતાના 84 વર્ષના માતાને મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.