તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • PM Modi To Meet Yogi Today; The Reason For The Sudden Visit To Delhi Was A Discussion About The Change In Government And Organization

યોગી મંત્રીમંડળ વિસ્તરણ અંગે મોદી લગાવશે મહોર:PM મોદીને મળવા પહોંચ્યા અમિત શાહ અને જેપી નડ્ડા, UPમાં મંત્રીમંડળ વિસ્તરણ મુદ્દે બેઠક

નવી દિલ્હી3 મહિનો પહેલા
 • ઉત્તરપ્રદેશના કેટલાક સાંસદો, ધારાસભ્યો અને મંત્રીઓ પાસેેથી મળેલા ફીડબેક પછી ભાજપની લીડરશિપ પરેશાન છે

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી અગાઉ ભાજપ સંગઠન અને સરકારમાં સર્જરીની લગભગ તમામ તૈયારી પૂરી કરી લીધી છે. આ અંગે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અંતિમ મહોર લાગે તેની સૌ રાહ જોઈ રહ્યા છે. દિલ્હીમાં સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે. સવારે UPના મુખ્યમંત્રી આદિત્યનાથ PM નરેન્દ્ર મોદી તથા ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. સાંજે નડ્ડા તથા ગૃહમંત્રીને પણ મળવા માટે પહોંચ્યા હતા. એવી માહિતી પણ મળી રહી છે કે UPમાં યોગી મંત્રીમંડળ અને સંગઠનમાં પરિવર્તન માટે મનોમંથન કરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્રણેય નેતાઓ વચ્ચે કેન્દ્રીય મંત્રીમંડળ અંગે પણ ચર્ચા શઈ શકે છે.

એમ કહેવાઈ રહ્યું છે આ બેઠકમાં યોગીએ તેમના ચાર વર્ષના કામકાજનો રિપોર્ટ પીએમને સોપ્યો. આ સિવાય UPમાં કેબિનેટ વિસ્તરણ અને આગામી વર્ષે રાજ્યમાં થનાર વિધાનસભા ચૂંટણીને લઈને પણ મંથન થયું. તે પછી યોગી અને BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ યુપીમાં થનાર ફેરફારની રૂપરેખા તૈયાર કરી. બંનેની આ મુલાકાત લગભગ બે કલાક સુધી ચાલી. તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદને પણ મળ્યા હતા.

6 મોટા ફેરફારની તૈયારી

 • પૂર્વાચલને અલગ રાજ્ય બનાવવા પર નિર્ણય લેવાઈ શકે છે.
 • યોગી કેબિનેટનું ઝડપથી વિસ્તરણ થઈ શકે છે.
 • જિતિન પ્રસાદ અને મોદીના નજીકના MLC એકે શર્માને મંત્રી બનાવવામાં આવી શકે છે.
 • યૂપી સંગઠનમાં મોટા ફેરફાર થઈ શકે છે.
 • ખેડૂતોને મનાવવા માટે યોગી કેબિનેટમાં જાટ સમુદાય સાથે જોડાયેલા ચહેરાઓને સામેલ કરવામાં આવી શકે છે.
 • નારાજ ધારાસભ્યોને મંત્રીમંડળ અને નેતાઓને આયોગ અને નિગમમાં મહત્વની જવાબદારી અપાઈ શકે છે.
યોગી આદિત્યનાથે BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરીને તેમને પુસ્તક ભેટમાં આપ્યું.
યોગી આદિત્યનાથે BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરીને તેમને પુસ્તક ભેટમાં આપ્યું.

UPના રાજકારણમાં છેલ્લા 15 દિવસમાં શું થયું?

 • 27 મેના રોજ અચાનક મધ્યપ્રદેશનો પ્રવાસ પૂર્ણ કરીને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ યુપી પહોંચ્યા હતા.
 • રાજ્યપાલના આવતા જ મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથે તેમની સાથે મુલાકાત કરી. બંનેની વચ્ચે લગભગ એક કલાક સુધી વાતચીત થઈ થઈ.
 • એક જૂને BJPના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ અને યુપીના પ્રભારી રાધા મોહન સિંહ લખનઉ પહોંચ્યા.
 • બીએલ સંતોષ અને રાધા મોહન સિંહે યુપીના કેબિનેટ મંત્રીઓ અને સંગઠનના નેતાઓ સાથે મુલાકાત કરી.
 • 5 અને 6 જૂને BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ બીએલ સંતોષ, રાધા મોહન સિંહ પાસેથી યુપીનો રિપોર્ટ લીધો.
 • 5 જૂનની સાંજે જેપી નડ્ડા અને બીએલ સંતોષે પીએમ મોદી સાથે મુલાકાત કરી.
 • 9 જૂને કોંગ્રેસના મોટા નેતા અને રાહુલ ગાંધીના નજીકના જિતિન પ્રસાદ BJPમાં સામેલ થયા.
 • 10 જૂને યોગી આદિત્યનાથ દિલ્હી પહોંચ્યા અને તેમણે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી.
 • 11એ યોગીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જેપી નડ્ડા સાથે મુલાકાત કરી. રાષ્ટ્રપતિને પણ મળશે.
ગુરુવારે યોગી આદિત્યનાથે ગુહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.
ગુરુવારે યોગી આદિત્યનાથે ગુહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.

એક દિવસ પહેલાં જ શાહ અને જિતિન પ્રસાદ સાથે મુલાકાત કરી
યોગી આદિત્યનાથે ગુરૂવારે સાંજે લગભગ ચાર વાગ્યે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. તો બીજી તરફ BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. મળતી માહિતી મુજબ યોગી સાથેની મુલાકાત પહેલાં નડ્ડા અને PM મોદીએ યુપીને લઈને લગભગ બે કલાક સુધી વાતચીત કરી. જેમાં સંગઠન, સરકાર અને કેબિનેટના પ્રસ્તાવને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ થઈ. જે બાદ મોડી રાત્રે હાલમાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થનારા પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદે યુપી ભવનમાં યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી. બંને વચ્ચે લગભગ એક કલાક સુધી વાતચીત થઈ.

કયા કારણે યોગી દિલ્હી દોડ્યા?
ઉત્તરપ્રદેશના કેટલાક સાંસદો, ધારાસભ્યો અને મંત્રીઓ પાસેેથી મળેલા ફીડબેક પછી ભાજપની લીડરશિપ પરેશાન છે. માત્ર પાર્ટી જ નહિ, સંઘ પણ ચિંતત છે. ઘણી બેઠકો બંનેની વચ્ચે થઈ છે. લખનઉમાં ત્રણ દિવસની રિવ્યૂ બેઠક પછી ભાજપના વરિષ્ઠ નેતા બીએલ સંતોષ અને રાધા મોહન સિંહએ પણ આ ચિંતા જાહેર કરી છે.

દિલ્હીમાં યોગીનો એજન્ડા શું છે?
યોગી શાહને મળી ચૂક્યા છે. હવે મોદીને મળશે. સૂત્રો કહી રહ્યાં છે કે યોગી પોતાની સાથે એ દસ્તાવેજો લઈ ગયા છે, જેનાથી તેઓ એ સાબિત કરી શકે કે કોરોનાની બીજી લહેર દરમિયાન તેમની સરકારે પગલાં ઉઠાવ્યાં અને મિસમેનજમેન્ટ થવા દીધું નથી. આ દસ્તાવેજો વિવિધ વિભાગોમાંથી એકત્રિત કરવામાં આવ્યા છે.

આવતી વિધાનસભા ચૂંટણીમાં ચહેરો કોણ, શું આ બાબતે શંકા છે?
બિલકુલ નહિ, ચૂંટણી થવામાં એક વર્ષ બાકી છે અને એવામાં યુપીમાં સ્ટાર કેમ્પેનર તરીકે યોગીનો ચહેરો હટાવવો એ બિલકુલ ઊલટું સાબિત થઈ શકે છે. એવામાં આ બાબતે ભાજપની ટોપ લીડરશિપ અને સંગઠન બંને રાજી નથી. ભાજપ પહેલેથી સ્પષ્ટ કરી ચૂક્યું છે કે ચહેરો યોગી જ હશે.

યોગી-મોદી મીટિંગમાં કયા મુદ્દાઓ પર વાત?
યુપીમાં ચહેરો યોગી હશે, પરંતુ ડેમેજ કન્ટ્રોલ કઈ રીતે કરી શકાશે. સરકાર અને સંગઠનના સ્તરે આ ફેરફાર થવાનું નિશ્ચિત છે. આ જ બે મોટા મુદ્દા છે. ભલે હજી આ વાતને સ્પષ્ટ કહેવાઈ રહી ન હોય. સૂત્રો જણાવે છે કે ટોપ લીડરશિપ વચ્ચેનો રસ્તો કાઢી રહી છે. મંત્રીમંડળના વિસ્તરણને લઈને યોગી વાત કરવા દિલ્હી પહોંચ્યા છે. કેન્દ્રીય નેતૃત્વ મોદીના નજીકના બ્યુરોક્રેટ એ. કે. શર્મા જેવા ચહેરાઓને યુપી કેબિનેટમાં ઈચ્છે છે.

20 દિવસમાં UPમાંથી મળ્યા 5 મોટા સંકેત

 • ઝડપથી જ યુપી કેબિનેટનું વિસ્તરણ થઈ શકે છે. નવા ચહેરાઓને મંત્રીમંડળમાં જગ્યા મળી શકે છે.
 • સરકારથી નારાજ ધારાસભ્યોને સંગઠનમાં મોટું પદ અને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવી શકે છે.
 • BJPના ચૂંટણી મેદાનમાં ઊતરતાં પહેલાં RSSની એક ટીમ લોકોની વચ્ચે જશે.
 • મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જ આગામી વર્ષે થનારી ચૂંટણીમાં BJPનો ચહેરો હશે.
 • ડેપ્યુટી CM કેશવ મૌર્યને પણ મોટી જવાબદારી મળી શકે છે.
એ. કે. શર્માને મૂકવાનો મૂળ હેતુ યુપીની ચૂંટણી પહેલાં પૂર્વાંચલની રચના કરવાની નેમ
એ. કે. શર્માને મૂકવાનો મૂળ હેતુ યુપીની ચૂંટણી પહેલાં પૂર્વાંચલની રચના કરવાની નેમ

CM યોગી આદિત્યનાથે PM સહિતની ભાજપની ટોચની નેતાગીરી સામે બાથ ભીડી
છેલ્લા ઘણા સમયથી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતની ભાજપની ટોચની નેતાગીરી સામે બાથ ભીડી છે. આ બાથ ભીડવાનું કારણ જણાવતાં વિશ્વસનીય સૂત્રોએ કહ્યું હતું કે મૂળ મડાગાંઠ ઉત્તરપ્રદેશનું વિભાજન કરીને યુપીના પૂર્વ વિસ્તારને પૂર્વાંચલ બનાવવાનો છે. આ વિસ્તારમાં યોગીના આધિપત્યવાળો ગોરખપુર જિલ્લો પણ આવે છે.

આ પ્રદેશને ઉત્તરપ્રદેશમાંથી અલગ કરવો, એટલે યોગીના આધિપત્યનું વિભાજન
આ પ્રદેશને ઉત્તરપ્રદેશમાંથી અલગ કરવો, એટલે યોગીના આધિપત્યનું વિભાજન કરવું. દરમિયાન યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન મોદી વચ્ચે બેઠક યોજાય એવી શક્યતા છે. રાજકીય અને સનદી સૂત્રોના કહ્યા પ્રમાણે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ. કે. શર્માને ઠાઠમાઠવાળી સરકારી નોકરી મુકાવીને ભાજપમાં પ્રવેશ અપાવ્યો હતો.

યોગી અને ભાજપ મોવડીમંડળ વચ્ચે ગજગ્રાહ
ભાજપમાં પ્રવેશ કરાવ્યા પછી સીધા તેમને યુ.પી.ની વિધાન પરિષદના સભ્ય(એમ.એલ.સી. ) બનાવ્યા હતા, જેનો હેતુ યુપીની વિધાનસભાની ચૂંટણી ચાલુ વર્ષના અંતે આવે એ પહેલાં યુપીનું વિભાજન કરીને પૂર્વ યુપીને પૂર્વાંચલ બનાવવાનો છે. વિવાદએ છે કેયુપીનો પૂર્વ વિસ્તારે, જે પૂર્વાંચલ વિસ્તારમાં આવે છે, એમાં યોગી આદિત્યનાથના મત વિસ્તારમાં ગોરખપુર આવે છે, જ્યાંથી 1998થી 2017 સુધી યોગી સાંસદ હતા. આ વિસ્તાર યોગીના વિશેષ પ્રભુત્વવાળો ગણાય છે. આ વિસ્તાર પૂર્વાંચલમાં જાય છે, એટલે ઉત્તરપ્રદેશથી અલગ થઇ જાય છે. ઉત્તરપ્રદેશથી અલગ થઇ જાય એટલે પૂર્વાંચલ એક નવું રાજ્ય થાય અને જેણે તેની ઓળખ ઊભી કરવાની થાય. આવા સંજોગોમાં યોગીનું રાજકીય રીતે કદ ઘટે, જેને કારણે યોગી અને ભાજપ મોવડીમંડળ વચ્ચે ગજગ્રાહ ઉત્પન્ન થયો છે. આ જ બાબત વિવાદનું કારણ હોવાથી યોગી તેમના મોવડીમંડળને મળી રહ્યા છે. તેઓ મંગળવારે પણ ભાજપના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓને મળ્યા હતા.

પૂર્વાંચલમાં 23થી 25 જેટલા જિલ્લા-125 જેટલી વિધાનસભા બેઠકનો સમાવેશ થઇ શકે
આયોજન પ્રમાણે પૂર્વાંચલ રાજ્યમાં ગોરખપુર સહિત 23થી 25 જિલ્લાનો સમાવેશ થઇ શકે છે. આશરે 125 આસપાસની વિધાનસભા બેઠકનો સમાવેશ કરવાનું આયોજન છે. ગોરખપુર, કુશીનગર, બસ્તી, જોનપુર, ગોંડા, બહરાઇજ સહિતના જિલ્લાનો સમાવેશ કરવાનો અંદાજ છે.

અન્ય સમાચારો પણ છે...