તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Yoga Guru Says Doctor Is Reading The Syllabus Prepared By Drug Mafias, If I Speak, It Roars Over Me

બાબા રામદેવનો એલોપેથી પર ફરી હુમલો:યોગગુરુએ કહ્યું- ડ્રગ-માફિયાઓ દ્વારા તૈયાર કરાયેલો સિલેબસ વાંચી રહ્યા છે ડોક્ટર, હું બોલું છું તો મારી પર ગરજે છે

ગાઝીયાબાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બાબા રામદેવ મંગળવારે ગાઝિયાબાદના ગામ સીકરી કલાનમાં પતંજલિ યોગપીઠનું ઉદઘાટન કરવા આવ્યું હતું. - Divya Bhaskar
બાબા રામદેવ મંગળવારે ગાઝિયાબાદના ગામ સીકરી કલાનમાં પતંજલિ યોગપીઠનું ઉદઘાટન કરવા આવ્યું હતું.

સારવારની દેશી પદ્ધતિ અને એલોપેથી અંગે સર્જાયેલો વિવાદ અટકવાનું નામ લઈ રહ્યો નથી. યોગગુરુ બાબા રામદેવે એલોપેથિક સારવાર અને ડોક્ટરોમુદ્દે ફરી એક વખત મોટું નિવેદન આપ્યું છે. તેમણે ડોક્ટરોનું નામ લીધા વગર કહ્યું છે કે તેમને જે સિલેબસ ભણાવવામાં આવે છે તે ડ્રગ-માફિયાઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને હું બોલુ છું તો મારી પર ગરજે છે.

યોગગુરુએ કહ્યું હતું કે ડોક્ટર જે એવિડેન્સ બેસ્ડ મેડિસિન (રિસર્સ પેપર) કહે છે તે હકીકતમાં ફક્ત ડ્રગ ઈન્ડસ્ટ્રીઝનો સિલેબસ છે. રામદેવે કહ્યું કે અસ્થમા, સુગર, આર્થરાઈટીસની ક્યોર થાય છે. અલબત તેમને કંઈ ખબર હોતી નથી. બાબા રામદેવ મંગળવારે ગાઝીયાબાદના ગામ સીકરી કલાંમાં પતંજલિ યોગપીઠનું ઉદઘાટન કરવા આવ્યા હતા. તે સમયે તેમણે આ નિવેદન આપ્યું હતું. બાબાએ કહ્યું કે તેમણે ડાયાબિટીસ ટાઈપ-વનના આશરે 100 દર્દીને નોન ડાયાબિટિક કરી ચુક્યા છે. આ વિશ્વમાં આ પ્રથમ વખત આમ થયું છે. તે વિશ્વમાં પ્રથમ વખત છે. જે લોકો કોમામાં હતા, તેમને યોગ થેરાપી નેચર થેરેપીથી સાજા કરવામાં આવ્યા છે.

રામદેવે ત્યારે એલોપેથીને ગણાવી હતી સ્ટુપિડ અને દેવાળિયું સાયન્સ
સ્વામી રામદેવે તેના કેટલાક દિવસ અગાઉ કહ્યું હતું કે એલોપેથિક દવાઓ ખાવાથી લાખો લોકોના મોત થયા છે. તેમણે એલોપેથીને સ્ટુપિડ અને દેવાળિયુ સાયન્સ પણ કહ્યું હતું. આ નિવેદન બાદ IMAએ સખત વાંધો ઉઠાવ્યો હતો. આયુર્વેદ અને એલોપેથી સારવાર અંગે વ્યાપક પ્રમાણમાં વિવાદ થયો હતો. જોકે ત્યારબાદ બાબાએ કહ્યું કે તેઓ પોતાનું નિવેદન પાછું ખેંચી આ અંગેના વિવાદને વિરામ આપી રહ્યા છે.

સારવારના નામે લોકો સાથે છેતરપિંડી થઈ
ગાઝીયાબાદમાં કાર્યક્રમમાં બાબા રામદેવે એમ પણ કહ્યું હતું કે હરિદ્વાર સ્થિત પતંજલિ યોગપીઠમાં આગામી 6 મહિના સુધી સારવાર માટે જગ્યા નથી. બધુ જ હાઉસફુલ છે. તેમ છતાં લોકોને છેતરવામાં આવે છે. તેમા તમામ નેતા, IAS-IPS અધિકારીનો સમાવેશ થાય છે. અમે કહી રહ્યા છીએ કે રજિસ્ટ્રેશન વગર સારવાર થતી નથી, તેમ છતાં લોકોને તેમની ભૂલોથી છેતરવામાં આવી રહ્યા છે. બાબા રામદેવે કહ્યું કે અત્યાર સુધીમાં લોકો પાસેથી 5 કરોડ રૂપિયાથી વધારે છેતરપિંડી કરવામાં આવી છે. આ સંદર્ભમાં પતંજલિ તરફથી નૈનીતાલ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે અને સમગ્ર છેતરપિંડીની CBI તપાસની માગ કરવામાં આવી છે.