• Home
  • National
  • Yoga Guru Baba Ramdev Coronil/Coronavirus Medicine Update | Patanjali Ayurved Coronil Medicine/Coronavirus Ayurvedic Vaccine Latest News Updates

કોરોનિલ અંગે બાબા રામદેવ / યોગ ગુરુએ કહ્યું- શ્વાસારિ અને કોરોનિલ પર હવે કોઈ પ્રતિબંધ નથી, આ દવા આજથી આખા દેશમાં મળશે

બાબા રામદેવે દાવો કર્યો હતો કે કોરોનિલના ક્લીનિકલ ટ્રાયલમાં 3 દિવસમાં 69% દર્દી સાજા થયા અને એક પણ દર્દીનું મોત થયું નથી
X

  • પતંજલિએ 23 જૂને કોરોનિલ દવા લોન્ચ કરી હતી, 5 કલાક પછી સરકારે દવાના પ્રચાર પર પ્રતિબંધ લગાવી દીધો
  • રામદેવે દાવો કર્યો હતો કે કોરોનિલના ટ્રાયલમાં 7 દિવસમાં કોરોનાના દર્દી પુરી રીતે રિકવર થઈ ગયા

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 05:29 PM IST

હરિદ્વાર. યોગ ગુરુ બાબા રામદેવે પતંજિલની કોરોનાની દવા અંગે થયેલા વિવાદ પર સ્પષ્ટતા કરી છે.તેમણે બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, કોરોનાની સારવાર માટે પતંજલિની કોરોનિલ અને શ્વાસારિ દવા પર કોઈ કાયદાકીય પ્રતિબંધ નથી. આજથી અમારી કોરોનિલ કીટ દેશભરમાં ઉપલબ્ધ થઈ જશે. અમે અલગ અલગ રાજ્ય સરકારો સાથે પણ વાત કરી છે.
રામદેવે કહ્યું કે, આયુષ મંત્રાલયે માત્ર એટલું કહ્યું કે, તમે ક્યોર શબ્દનો ઉપયોગ ના કરશો તો અમે કહ્યું કે, ઠીક છે આને કોવિડ ક્યોર નહીં પણ કોવિડ મેનેજમેન્ટ કહીશું. તેમણે કહ્યું કે, ડ્રગ માફિયાઓ અને મલ્ટીનેશનલ કંપનીઓએ દવાનો દુષ્પ્રચાર કર્યો છે. તે તેમના ફાયદા માટે યોગ, સ્વદેશી અને ભારતીયતા વિરુદ્ધનું વાતાવરણ ઊભું કરવા માંગે છે.

આયુષ મંત્રાલયે પતંજલિની પ્રશંસા કરી
રામદેવે કહ્યું કે, સવાલ ઉઠાવનારા લોકોની ઈચ્છાઓ પર પાણી ફરી વળ્યું છે. હવે આયુષ મંત્રાલયે કહ્યું કે, પંતજલિએ કોવિડ-19ના મેનેજમેન્ટ માટે સારા પગલા ભર્યા છે. હું કહું છું કે, માનવતા માટે પતંજલિએ જે કામ કર્યું છે તેની પ્રશંસા ન કરો તો કંઈ નહીં, પણ તિરસ્કાર તો ન કરો. 

પ્રોટોકોલના આધારે રિસર્ચ કરી છે 
રામદેવે કહ્યું કે, આ તોફાનને કંટ્રોલ કરવા અને કોરોનાના લક્ષણો પર અને અમારી દવાઓની અસર પણ જે પણ રિસર્ચ કરી હતી તે આયુષ મંત્રાલયને જમા કરાવી છે. ક્લીનિકલ ટ્રાયલના પ્રોટોકોલ નહીં પણ મેડિકલ એક્સપર્ટે બનાવ્યા છે, તેના જ આધારે અમે રિસર્ચ કરી હતી. 10થી વધુ બિમારીઓ પર અમે રિસર્ચના 3 લેવલ પુરા કરી ચુક્યા છીએ. 

રિસર્ચને આગળ વધારીશું
કોરોનિલ પર ચાલી રહેલા વિવાદ અંગે રામદેવે કહ્યું કે, અમારી પાસે આયુર્વેદ પર રિસર્ચ કરનારા 500 સીનિયર વૈજ્ઞાનિકની ટીમ છે. આ લોકો આચાર્ય બાલકૃષ્ણના નેતૃત્વમાં દિવસ રાત કામ કરે છે. અમે કોરોના પર રિસર્ચનો ડેટા મૂક્યો તો જાણે તોફાન આવી ગયું. ડ્રગ માફીયાઓને ભારતીયતાથી મુશ્કેલી થવા લાગી. શું તેમણે રિસર્ચનો ઠેકો લઈ રાખ્યો છે. કોઈ વેદ ભણેલો આચાર્ય કેવી રીતે રિસર્ચ કરી શકે. જે હોબાળો કરી રહ્યા છે એમના જ બનાવાયેલા પ્રોટોકોલના આધારે અમે રિસર્ચ કરી છે. તેને આગળ વધારીશું.

લાઈસન્સ લઈને દવા બનાવી છે 
રામદેવે ત્રણ દવા દેખાડીને કહ્યું કે, આ જે તમે મારા હાથમાં ત્રણ દવા જોઈ રહ્યા છો. આયુષ મંત્રાલય પાસેથી તેનું લાઈસન્સ લઈને બનાવી છે. આજે ઘણા લોકો આની પર હોબાળો કરી રહ્યા છે કે તમે લાઈસન્સ શેનું લીધું અને રિસર્ચ શેના વિશે કરી. લાઈસન્સ તો વૈજ્ઞાનિક આધારે મળે છે. કોઈ પણ દવાનો ટ્રાયલ આયુર્વેદ નક્કી નથી કરતો. મોર્ડન મેડિકલ સાયન્સે જે પેરામીટર બનાવ્યા છે, તેને અમે અનુસરીએ છીએ.

રામદેવની પતંજલિ આયુર્વેદે 23 જૂને કોરોનાની દવા શોધી હોવાનો દાવો કરીને કોરોનિલ દવા લોન્ચ કરી હતી.જેના પાંચ કલાક પછી જ કેન્દ્રએ કહ્યું કે, પતંજલિના આ દાવાના ફેક્ટ અને વૈજ્ઞાનિક તથ્યોની માહિતી નથી. કેન્દ્રએ વધુમાં કહ્યું કે, આ દવાની માહિતી આપે અને અમારી તપાસ પુરી થાય ત્યાં સુધી તેનું પ્રમોશન અને જાહેરાત ના કરે.

વિરોધીઓને મરચા લાગ્યા તો FIR કરાવી
બાબા રામદેવે એટલે સુધી કહી દીધું કે, કોરોનિલના આવવાથી વિરોધીઓને મરચા લાગ્યા છે અને અમારા વિરુદ્ધ આતંકીઓ-દેશદ્રોહીઓની જેમ FIR કરાવી છે. અમે ક્લીનીકલ ટ્રાયલથી માંડીને રજિસ્ટ્રેશન પ્રક્રિયાના નિયમોનું પાલન કર્યું છે.

દેશમાં આયુર્વેદનું કામ કરવું ગુનોઃ રામદેવ
લોકો કહી રહ્યા છે કે પતંજલિએ પલટી મારી છે, ઘણા લોકોએ તો મારી જાતિ, ધર્મ, સંન્યાસ અંગે અને અલગ અલગ પ્રકારે ગંદુ વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કર્યો છે. હવે તો એવું લાગે છે કે હિન્દુસ્તાનમાં આયુર્વેદનું કામ કરવું ગુનો છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી