• Gujarati News
  • National
  • Yesterday, Rahul Gandhi Before His Rally In Telangana, Supposedly In Solidarity With Farmers, Asks What Is The Theme, Bolna Kya Hai

રાહુલ ગાંધી ફરી ભાજપના નિશાને:તેલંગાણામાં સંબોધન પહેલાં ટીમને પૂછ્યું- મારે શું બોલવાનું છે? ભાજપના નેતાએ VIDEO શેર કર્યો

13 દિવસ પહેલા
  • ભાજપનેતા અમિત માલવીયએ રાહુલ ગાંધીનો આ વીડિયો શેર કર્યો છે

ભાજપનેતા અમિતમ માલવીયએ તેમના ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો શેર કરીને કોંગ્રેસ સામે આકરા પ્રહાર કર્યા છે. માલવીયએ જે વીડિયો શેર કર્યો છે એમાં રાહુલ ગાંધી કોંગ્રેસના અમુક નેતાઓ અને કાર્યકરો સાથે દેખાય છે. વીડિયોમાં રાહુલ ગાંધી એવું કહેતા દેખાય છે કે આજે થીમ શું છે, મારે શું બોલવાનું છે?

કોંગ્રેસનેતા રાહુલ ગાંધીની વિદેશયાત્રા વિશે આકરા પ્રહાર કરનાર BJP નેતાએ શનિવારે સવારે એક વીડિયો ટ્વીટ કર્યો છે. એમાં રાહુલ ગાંધી તેમના બે દિવસના પ્રવાસે તેલંગાણા પહોંચ્યા છે. માલવીયએ જે વીડિયો શેર કર્યો છે એમાં રાહુલ ગાંધી કોંગ્રેસી નેતાઓ સાથે એક રૂમમાં દેખાય છે. રાહુલ ગાંધી કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરોને એવું પૂછી રહ્યા છે કે આજે થીમ શું છે, મારે શું બોલવાનું છે? દાવો કરવામાં આવ્યો છે કે રાજ્યમાં ખેડૂતોના એક કાર્યક્રમને સંબોધન કરતાં પહેલાં રાહુલ ગાંધીએ આ રીતે કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી હતી અને એ દરમિયાન આ નિવેદન આપ્યું હતું, જેનો કોઈએ વીડિયો ઉતારી લીધો હતો.

માલવીયએ વિદેશયાત્રા અને નાઈટ ક્લબિંગ વિશે પણ આકરા પ્રહાર કર્યા હતા
અમિત માલવીયએ ટ્વિટર પર વીડિયો શેર કરીને કહ્યું હતું કે કાલે રાહુલ ગાંધી તેલંગાણામાં તેમની રેલી પહેલાં પૂછી રહ્યા છે કે થીમ શું છે, બોલવાનું શું છે? તેમણે કહ્યું હતું કે આવું ત્યારે થાય, જ્યારે તમે અંગત વિદેશયાત્રા અને નાઈટ ક્લબિંગની વચ્ચે રાજનીતિ કરતા હોવ. હકીકતમાં અમિત માલવીય તાજેતરમાં એ વાઇરલ થયેલા વીડિયોની વાત કરતા હતા, જેમાં રાહુલ ગાંધી નેપાળના કાઠમંડુની એક પ્રખ્યાત નાઈટ ક્લબમાં જોવા મળ્યા હતા. રાહુલ ગાંધી સોમવારે નેપાળમાં તેમની પત્રકાર મિત્ર સુમિનમા ઉદાસીના લગ્નમાં સામેલ થવા મેરિયટ હોટલ પહોંચ્યા હતા.

અમતિ માલવીયના આ ટ્વીટનો જવાબ આપતા કોંગ્રેસનેતા રણદીપ સુરજેવાલાએ બીજેપીને સલાહ આપી હતી કે કોંગ્રેસનેતાઓનો પીછો કર્યા વગર અન્ય મુદ્દાઓ પર ધ્યાન આપો. રાહુલ ગાંધી તેમના મિત્રના લગ્નમાં સામેલ થવા કાઠમંડુ પહોંચ્યા હતા. ત્યાં તેઓ અંગત મુલાકાતે ગયા હતા. ભાજપ વીજસંકટ, મોંઘવારી જેવા મુદ્દાઓ પર જવાબ કેમ નથી આપતી?

અન્ય સમાચારો પણ છે...