તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Heavy Rains In Mumbai For 3 Hours, Order To Evacuate Dilapidated Buildings; Severe Heat In Punjab Haryana

મોન્સૂન ટ્રેકર:મુંબઈમાં 3 કલાક સુધી ભારે વરસાદ, જર્જરિત ઈમારતો ખાલી કરાવવાનો આદેશ; પંજાબ-હરિયાણામાં સખત ગરમી

નવી દિલ્હી11 દિવસ પહેલા
  • ગુજરાત, દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તરપ્રદેશમાં 20 જૂન પછી મોનસૂન પહોંચવાનુ અનુમાન

એક દિવસ પહેલાં નોર્થ-ઈસ્ટનાં રાજ્યોમાં પહોંચ્યા પછી મોન્સૂન હવે મુંબઈ સહિત મહારાષ્ટ્રના 30 ટકા વિસ્તારમાં એની અસર બતાવી રહ્યો છે. અહીં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. મુંબઈમાં સોમવારે સવારે 3 કલાક જોરદાર વરસાદ થયો. એ પછી જર્જરિત ઈમારતોને ખાલી કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. એક તરફ કેરળ, લક્ષદ્રીપ, સમગ્ર દક્ષિણ ભારત અને ઉત્તર પૂર્વી રાજ્યોમાં વરસાદી માહોલ છે, તો બીજી તરફ પંજાબ અને હરિયાણામાં સખત ગરમી પડી રહી છે.

મોસમ વિભાગ(IMD)ના જણાવ્યા મુજબ, ગુજરાત, દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તરપ્રદેશમાં 20 જૂન પછી મોન્સૂન પહોંચવાનું અનુમાન છે. આ દરમિયાન રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાના, આંધ્રપ્રદેશ, ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, બિહાર, સિક્કિમ, આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં મંગળવારે વરસાદનું યલો અલર્ટ આપવામાં આવ્યું છે.

બંગાળમાં વીજળી પડવાથી 26નાં મૃત્યુ, PMએ 2-2 લાખના વળતરની જાહેરાત કરી
પશ્ચિમ બંગાળમાં સોમવારે વરસાદે ભારે આફત સર્જી હતી. રાજ્યના 3 જિલ્લામાં વીજળી પડવાથી 26 લોકોનાં મૃત્યુ થયાં. મૃત્યુ પામનારાઓમાંથી 11 હુગલી, 9 મુર્શિદાબાદ, 2 બાંકુરા અને 2 પૂર્વી મિદનાપુરના છે. મુર્શિદાબાદમાં વીજળી પડવાથી 3 લોકો ઘાયલ થયા, જેમની સારવાર જંગીપુર હોસ્પિટલમાં ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃત્યુ પામનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, મારી સંવેદનાઓ લોકોની સાથે છે, જેમણે વીજળી પડવાની ઘટનાઓમાં પોતાનાં સ્વજનોને ગુમાવ્યાં છે. આ દુર્ઘટનાઓમાં ઘાયલ થનારાઓ ઝડપથી સાજા થઈ જાય એવી કામના. PMએ પીડિત પરિવારો માટે વળતરની જાહેરાત કરી છે. દુર્ઘટનામાં મૃત્યુ પામનારા પરિવારોને પ્રધાનમંત્રી રાહત કોષ(PMNRF)માંથી 2 લાખ અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.

કોલકાતાના જિલ્લાઓમાં ભારે વરસાદની સાથે વીજળી પડી.
કોલકાતાના જિલ્લાઓમાં ભારે વરસાદની સાથે વીજળી પડી.

ગૃહમંત્રીએ પણ દુઃખ વ્યક્ત કર્યું
ગૃહમંત્રી અમિત શાહે પણ વીજળી પડવાથી બંગાળમાં થયેલાં મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં ઘણા વિસ્તારોમાં વીજળી પડવાથી ઘણા લોકોનાં મૃત્યુ થયાં એ ખૂબ જ દુઃખદ વાત છે. દુર્ઘટનામાં જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છું. ઘાયલો ઝડપથી સાજા થાય એવી પ્રાર્થના.

મધ્યપ્રદેશઃ ઈન્દોર અને છિંદવાડા સહિત ઘણા જિલ્લાઓમાં વરસાદ
રાજ્યમાં હાલ પ્રી-મોન્સૂન ચાલુ છે. સોમવારે ભોપાલ, ઈન્દોર, છિંદવાડા, શાજાપુર, મંદસૌર અને સાગર સહિત રાજ્યોના ઘણા જિલ્લાઓમાં વરસાદ થયો. ભોપાલમાં સોમવારે રાતે 7.30 વાગ્યે વરસાદ શરૂ થયો અને અડધો કલાકમાં જ 14.5 મિમી વરસાદ થયો. જ્યારે ઈન્દોરના ગાંધીનગર, એરપોર્ટ રોડ, કલાનીનગર અને રાજેન્દ્રનગર સહિત ઘણા વિસ્તારોમાં મોડી રાત સુધી 3 ઈંચ વરસાદ નોંધાયો.

ભોપાલમાં 31 દિવસથી સામાન્યથી ઉપર નથી પહોંચ્યો પારો
મોન્સૂન પહેલાં સૌથી વધુ તપનાર મે અને જૂનમાં પણ ભોપલ આ વર્ષે ગરમીથી તપયું નથી. અહીં 7 મેથી 7 જૂન(31 દિવસ) સુધી તાપમાન સામાન્યથી ઓછું રહ્યું હતું. મોટા ભાગના દિવસો દરમિયાન વાદળો રહ્યાં હતાં, ક્યારેક ધીમો વરસાદ પણ થયો. આ પહેલાં 6 મેના દિવસે તાપમાન 42.8 ડીગ્રી નોંધાયું હતું, જે સામાન્યથી 2 ડીગ્રી વધુ હતું. શહેરમાં સોમવારે સાંજે 50 કિલોમીટર પ્રતિકલાકની ગતિથી પવન ફૂંકાયો હતો. શાહજહાં પાર્કની પાસે વીજળીલાઈન પર મોબાઈલ ટાવર પડી ગયો.

સોમવારે સાંજે ભોપાલમાં કાળાં વાદળો હતાં અને સાંજે ઝડપી પવનની સાથે વરસાદ થયો.
સોમવારે સાંજે ભોપાલમાં કાળાં વાદળો હતાં અને સાંજે ઝડપી પવનની સાથે વરસાદ થયો.

ઝારખંડઃ ઘણા જિલ્લાઓમાં વરસાદ અલર્ટ
ઝારખંડના ઘણા જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ધનબાદમાં મંગળવારે સવારે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. અહીં 2-3 એમએમ વરસાદ થઈ શકે છે. જિલ્લામાં જૂન મહિનાના મોસમના ઈતિહાસ પર નજર કરવામાં આવે તો અહીં સરેરાશ તાપમાન 35.8 અને ન્યૂનતમ 25.1 ડીગ્રી સેલ્સિયસ રહ્યું છે.

પંજાબઃ 11 જૂનથી ધીમો વરસાદની શકયતા
રાજ્યમાં સોમવારે જોરદાર તાપ રહ્યો હતો, જેને કારણે ગરમીએ જોર પકડી લીધું છે. મોસમ વિભાગે 3 દિવસ આવું જ વાતાવરણ રહેવાની વાત કહી છે. 8થી 10 જૂન સુધી ઘણા જિલ્લાઓમાં 25થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી પવન ફૂંકાવાની શક્યતા છે, જ્યારે 11થી 13 જૂન સુધી ધીમા વરસાદની શક્યતા છે. આ દરમિયાન ઝડપી પવન ફૂંકાશે. સમગ્ર દિવસ દરમિયાન આંશિક વાદળો છવાયેલા રહેવાથી ગરમીથી રાહત મળશે.

આસામમાં ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, ફોટો ગુવાહાટીનો છે.
આસામમાં ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, ફોટો ગુવાહાટીનો છે.

હરિયાણાઃ પારો 43 ડીગ્રીની નજીક પહોંચ્યો
રાજ્યમાં હવે ગરમીનો પ્રકોપ વધવા લાગ્યો છે. સોમવારે સિરસામાં તાપમાન 42.9 ડીગ્રી સેલ્સિયસ પહોંચી ગયું, જ્યારે હિસારમાં 42.5, નારનૌલમાં 41.8 ડીગ્રી રહ્યું. મોસમ વિજ્ઞાનિકોનું કહેવું છે કે 8થી 11 જૂન સુધી રાજ્યમાં તાપમાન ઝડપથી વધી શકે છે. અધિકતમ તાપમાન બેથી ચાર ડીગ્રી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જૂનના પ્રથમ સપ્તાહમાં 16.5 મિલીમીટર વરસાદ થયો છે, એ સામાન્યથી 274 ટકા વધુ છે.