• Gujarati News
  • National
  • Yasin Malik Terror Funding Case Latest News Updates Delhi Court Pronounce Punishment Today

યાસીન મલિકને આજીવન કેદ:ટેરર ફંડિંગને લગતા બે કેસમાં યાસીનને આજીવન કેદ; 4 કેસમાં દસ-દસ વર્ષની જેલ,10 લાખ દંડ કરાયો

એક મહિનો પહેલા
  • શ્રીનગરમાં સુરક્ષાદળો ઉપર પથ્થરમારો,ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી

અલગતાવાદી નેતા યાસીન મલિકને પટિયાલા હાઉસ કોર્ટે ટેરર ફંડિંગ કેસમાં આજીવન કેદની સજા ફટકારી છે. યાસીનને NIA કોર્ટ અગાઉ જ દોષિત ઠરાવી ચુકી છે. યાસીન પર પાકિસ્તાનનું સમર્થન કરી કાશ્મીર ઘાટીમાં આતંકવાદી ઘટનાઓને ફંડિંગ કરવા તથા આતંકવાદીઓને શસ્ત્રો-હથિયારો ઉપલબ્ધ કરાવવાનો આરોપ છે. બીજી બાજુ શ્રીનગરના અનેક બજારો બંધ થઈ ગયા છે. લાલ ચોક સહિત અનેક વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે.શ્રીનગરની આજુબાજુના વિસ્તારોમાં મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે.

બે કેસમાં આજીવન અને 5 કેસમાં 10-10 લાખ દંડ
સ્પેશ્યલ જજે યાસીન ઉપર IPC કલમ-120B હેઠળ 10 વર્ષ, 10 હજાર દંડ, 121A અંતર્ગત 10 વર્ષની સજા 10 હજાર દંડ જ્યારે 17UAPA હેઠળ આજીવન કારાવાસ તથા 10 લાખ દંડની સજા ફટકારવામાં આવી છે. UAPAની કલમ 13 હેઠળ 5 વર્ષની સજા, UAPAની કલમ 15 હેઠળ 10 વર્ષની સજા, UAPAની કલમ 18 હેઠળ 10 વર્ષની સજા અને 10 હજાર દંડ, UAPA 20 હેઠળ 10 વર્ષની સજા અને 10 હજાર દંડ, UAPAની કલમ 38 તથા 39 હેઠળ 5 વર્ષ 5 હજાર દંડની સજા કરવામાં આવી છે.

નિર્ણયને લગતા અપડેટ્સ....

  • સજાની જાહેરાત અગાઉ કોર્ટ રૂમમાં ફક્ત વકીલો અને દિલ્હીના DCPને એટ્રી આપવામાં આવી છે.
  • યાસીન મલિકને કોર્ટ રૂમમાં લાવ્યા બાદ ચાર ગેટ બંધ કરવામાં આવ્યા. કોર્ટ કેમ્પસ છાવણીમાં તબદિલ થઈ ગઈ
  • ચૂકાદા અગાઉ શ્રીનગરમાં યાસીનના ઘરની બહાર રહેલા તેના સમર્થકોએ સુરક્ષાદળો ઉપર પથ્થરમારો કર્યો. જ્યારે સુરક્ષા દળોએ તેમને હાંકી કાઢવા ટીયર ગેસ છોડ્યો.

ઈમરાને યાસીનની સજાને ગણાવી ફાસીવાદી રણનીતિ
પાકિસ્તાની પૂર્વ PM ઈમરાન ખાને યાસીન મલિકને સજા આપવાની વાતનો વિરોધ કર્યો છે. ઈમરાને લખ્યું છે કે, હું કાશમીરી નેતા યાસીન મલિક સામે મોદી સરકારની તે ફાસીવાદી રણનીતિની નિંદા કરુ છું. મલિકને બિનકાયદે કારાવાસથી લઈને ખોટા આરોપોમાં સજા આપવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે ફાસીવાદી મોદી શાસનના રાજકિય આતંકવાદ સામે કાર્યવાહી કરવી જોઈએ.

મલિકે આરોપોને પડકાર આપવાનો ઈનકાર કર્યો
દોષિત જાહેર થયા પછી મલિકે કોર્ટમાં કહ્યું હતું કે, તે UAPAની કલમ 16 (આતંકવાદી ગતીવિધિ), 17 (આતંકવાદી પ્રવૃતિ માટે ફંડ ભેગું કરવું), 18 (આતંકવાદી પ્રવૃતિનું કાવતરું ઘડવું), 20 (આતંકવાદી સમુહ અથવા સંગઠનના સભ્ય હોવું) અને ભારતીય દંડ સહિતાની કલમ 120-બી (ગુનાહિત પ્રવૃત્તી) અને 124-એ (દેશદ્રોહ) અંતર્ગત પોતાના પર લાગેલા આરોપોને પડકાર આપવા માંગતો નથી. મલિક 2019થી દિલ્હીની તિહાર જેલમાં કેદ છે.

યાસીન મલિક પર કયા કયા આરોપ લાગ્યા છેયાસીન મલિક જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF) સાથે જોડાયેલો છે. 2019માં કેન્દ્ર સરકારે JKLF પર પ્રતિબંધ લગાવી દીધો હતો. મલિક અત્યારે તિહાર જેલમાં બંધ છે. યાસીન પર 1990માં એરફોર્સના 4 જવાનની હત્યાનો આરોપ છે, જે તેણે પણ સ્વીકારી લીધું છે. તેના પર મુફ્તી મોહમ્મદ સઈદની દીકરી રુબિયાનું પણ અપહરણ કરવાનો આરોપ છે. મલિક પર 2017માં કાશ્મીરમાં આતંકવાદ અને ભાગલાવાદી પ્રવૃત્તિઓ કરવાના પણ ગંભીર આરોપ છે. યાસીન મલિકે દિલ્હીની કોર્ટમાં UAPA અંતર્ગત લગાવવામાં આવેલા દરેક આરોપ સ્વીકારી લીધા છે.

JKLFએ જ કાશ્મીરી પંડિતોને વિસ્થાપન માટે મજબૂર કર્યા હતાજમ્મુ-કાશ્મીરના પૂર્વ ડીજીપી ડૉ. એસપી વૈદે જણાવ્યું હતું કે 1989ના અંતમાં અને 1990ની શરૂઆતમાં JKLF જ એકમાત્ર સંગઠન હતું. તેમણે જ પંડિતોને વિસ્થાપન માટે મજબૂર કર્યા હતા. આ સંગઠન કાશ્મીરની આઝાદીની નારેબાજી કરતા હતા. એ પાકિસ્તાનને પસંદ નહોતું, કારણ કે તેઓ કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવવા માગતા હતા. JKLF તરફથી ઘાટીની સ્થિતિ ખરાબ કર્યા પછી પાકિસ્તાને હિજબુલને મહત્ત્વ આપવાનું શરૂ કર્યું.

ત્યાર પછી JKLFએ તેમનો રસ્તો અલગ કરી દીધો. ટેરર ફંડિગથી લઈને અન્ય આતંકી ઘટનાઓમાં સામેલ થઈ ગયા. JKLFએ આતંકીઓ જ માત્ર કાશ્મીરી પંડિતો પર જ નહીં, પરંતુ દેશભક્ત મુસ્લિમો પર પણ હુમલો કર્યો હતો. તેમનું કહેવું હતું કે યાસીન મલિકની સજાથી આખી ઘાટીમાં આતંકવાદની ઈકો સિસ્ટમને જબરદસ્ત ઝટકો લાગશે.

અન્ય સમાચારો પણ છે...