તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Yamunanagar Youth Changed Religion For Girlfriend, Court Said Police Responsibility For Security

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હરિયાણામાં ધર્મ ન બન્યો દીવાલ:અકરમ બન્યો અરવિંદ, પ્રેમિકા સાથે મંદિરમાં ફેરા લીધા; હાઈકોર્ટમાં બન્નેએ કહ્યું-અમારે સાથે રહેવું છે

યમુનાનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
હરિયાણાના યમુનાનગરમાં એક અકરમ નામના યુવકે હિન્દુ ધર્મ અપનાવ્યો અને મંદિરમાં હિન્દુ સમુદાયની યુવતી સાથે લગ્ન કર્યા. કોર્ટે બન્નેને સુરક્ષા આપવાનો આદેશ આપ્યો છે(પ્રતિકાત્મક તસવીર)
  • યમુનાનગરના એક ગામની દીકરી 8 નવેમ્બરથી ઘરેથી નીકળી ગઈ હતી, પોલીસે કેસ નોંધ્યો
  • યુવકનું વાસ્તવિક નામ અકરમ છે, તે મંડેબેરીનો રહેવાસી છે.

હરિયાણાના યમુનાનગરમાં એક મુસ્લિમ યુવકે હિન્દુ સમુદાયની યુવતી સાથે લગ્ન કરવા માટે હિન્દુ ધર્મ અપનાવી લીધો હતો. તેને હિન્દુ ધર્મની યુવતી સાથે મંદિરમાં લગ્ન કર્યા. પોતાનું નામ અકરમથી બદલીને અરવિંદ કરી લીધું. અકરમ પર યુવતીનું અપહરણ કરી લેવાનો આરોપ લાગ્યો હતો. પોલીસે આ મામલામાં કેસ પણ નોંધ્યો હતો.

બન્નેને પોલીસે પ્રોટેક્શન આપીને કોર્ટમાં રજુ કર્યા. અહીંયા બન્નેએ કહ્યું કે, તેઓ સાથે રહેવા માંગે છે. કોર્ટે સુરક્ષાનો હવાલો આપી બન્નેને પોલીસને સોંપી દીધા. પોલીસે બન્નેને સેફ હાઉસમાં મોકલી દીધા છે.

અકરમથી અરવિંદ
અકરમ યુમનાનગરના મંડેબરીનો રહેવાસી છે. તેનું હિન્દુ સમુદાયની યુવતી સાથે અફેર હતું. છપ્પર પોલીસ સ્ટેશન વિસ્તારની આ યુવતી 8 નવેમ્બરની રાતે ઘરેથી નીકળી ગઈ હતી.પરિવાર તેને શોધી ન શક્યો. ત્યારપછી પોલીસ સ્ટેશનમાં અકરમ પર યુવતીના અપહરણનો આરોપ લગાવી કેસ નોંધાવ્યો. પોલીસે તપાસ શરૂ કરી. આ બધાની વચ્ચે પોલીસ પાસે હાઈકોર્ટથી મેસેજ આવ્યો કે બન્નેએ લગ્ન કરી લીધા અને સુરક્ષા માટે કોર્ટ પહોંચ્યા છે.

મળતી માહિતી પ્રમાણે, અકરમે અરવિંદ બનીને યુવતી સાથે પંચકૂલાના સેક્ટર-19ના એક મંદિરમાં લગ્ન કરી લીધા. ત્યારપછી તેમણે પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટમાં સુરક્ષા અરજી કરી. આ અંગે કોર્ટે એસપી યમુનાનગરને આદેશ આપ્યા હતા કે બન્નેને સુરક્ષા આપવામાં આવે. બન્ને હાઈકોર્ટના આદેશ લઈને શુક્રવારે એસપી પાસે પહોંચ્યા હતા. હાલ બન્નેને સેફ હાઉસમાં મોકલી દેવાયા છે. શનિવારે તેમને ફરી કોર્ટમાં રજુ કરાયા. મેજિસ્ટ્રેટ સામે યુવતીનું નિવેદન નોંધવામાં આવ્યું. યુવતીએ કહ્યું કે, એ યુવતી આ યુવક સાથે રહેવા માગે છે. ત્યારપછી બન્નેને સેફ હાઉસમાં મોકલી દેવાયા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો