રેશનકાર્ડમાં દત્તાને બદલે 'કુત્તા' લખી દીધું, VIDEO:અધિકારી સામે કૂતરાની જેમ ભસીને વિરોધ કર્યો, નામમાં બે વાર સુધારો કરાવ્યો છતાં ભૂલ કરી

11 દિવસ પહેલા

પશ્ચિમ બંગાળના બાંકુરા જિલ્લાના બિકના ગામમાં પુરવઠા વિભાગે ભૂલથી રેશનકાર્ડમાં દત્તાને બદલે શ્રીકાંત દત્તાનું નામ કુત્તા કરી દીધું. શ્રીકાંતે બે વખત સુધારો કરાવ્યો, પરંતુ ભૂલ સુધારી નહીં. તેણે પોતાના અપમાનનો બદલો લેવા માટે એક અનોખી રીત અપનાવી. અધિકારીની કાર પાસે જઈને તેઓ કૂતરાની જેમ ભસવા લાગ્યા. જેના કારણે અધિકારીઓ પરેશાન થઈ ગયા હતા.

'દુઆરે સરકાર યોજના' હેઠળ બીડીઓ શ્રીકાંતના ગામમાં પહોંચ્યા હતા. શ્રીકાંતને કૂતરાની જેમ ભસતા જોઈને બીડીઓને લાગ્યું કે તે બોલી શકતો નથી. પરંતુ જ્યારે મામલો સમજાયો ત્યારે તેમણે સંબંધિત અધિકારીને ભૂલ સુધારવાનો આદેશ કર્યો હતો.

બે વાર સુધારો કરાવ્યો, છતાં ભૂલ કરી
40 વર્ષીય શ્રીકાંત દત્તાએ પોતાની સરનેમમાં થયેલી ભૂલો સુધારવા માટે એકવાર નહીં પરંતુ બે વાર અરજી કરી હતી. તેમ છતાં કોઈ સુધારો થયો ન હતો. પહેલી વખત શ્રીકાંત દત્તાને બદલે શ્રીકાંત મંડલ કરી નાખ્યું હતું. જ્યારે સુધારો કરવા માટે ફરીથી અરજી કરી તો શ્રીકાંત કુમાર દત્ત લખી દીધું.

હાથમાં ઘણા બધા કાગળો લઈને પહોંચ્યા
જ્યારે શ્રીકાંતે ફરીથી સુધારો કરવા માટે અરજી કરી ત્યારે તેને શ્રીકાંત દત્તાની જગ્યાએ શ્રીકાંતી કુમાર કુત્તા લખી દીધું હતું. વ્યથિત શ્રીકાંત હાથમાં બેગ અને ઘણાં કાગળો લઈને 'દુઆરે સરકાર' કાર્યક્રમમાં પહોંચ્યા અને કૂતરાની જેમ ભસવા લાગ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...