• Gujarati News
  • National
  • Wrote In A Letter To The Islamic Organization Ordered A Survey To Please Hindus; Judge's Security Was Beefed Up

જ્ઞાનવાપી કેસના જજને ધમકી:ઇસ્લામિક સંગઠને પત્રમાં લખ્યું- હિન્દુઓને ખુશ કરવા માટે સર્વેનો આદેશ આપ્યો; જજની સુરક્ષા વધારવામાં આવી

વારાણસી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વધુ નવ પોલીસકર્મીઓને તહેનાત કરવામાં આવ્યા છે.

વારાણસીના જ્ઞાનવાપી કેમ્પસના સર્વેનો આદેશ આપનાર જજને ધમકી મળી છે. ઇસ્લામિક આગાજ મૂવમેન્ટના નામે આ ધમકીભર્યો પત્ર રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા જજ રવિ કુમાર દિવાકરને મોકલવામાં આવ્યો છે. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ જજનાં લખનઉ અને વારાણસીમાં આવેલ ઘરોની સુરક્ષા માટે વધુ નવ પોલીસકર્મીઓને તહેનાત કરવામાં આવ્યા છે. જ્યારે, વારાણસીના કમિશનરનાં કેન્ટ પોલીસ સ્ટેશન અને ક્રાઈમ બ્રાન્ચને આ પત્રની તપાસ કરવા જણાવાયું છે.

પત્રમાં લખ્યું- જજ કેસરિયામાં રંગાઈ ગયા છે ન્યાયાધીશ રવિ કુમાર દિવાકરે 'ભાસ્કર'ને કહ્યું, એક રજિસ્ટર્ડ લેટર મને ઈસ્લામિક આગઝ મૂવમેન્ટ, નવી દિલ્હીના નામથી મળ્યો છે. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે હવે ન્યાયાધીશો પણ કેસરિયામાં રંગાઈ ગયા છે. ચુકાદો ઉગ્રવાદી હિંદુઓ અને તેમની તમામ સંસ્થાઓને ખુશ કરવા માટે સંભળાવવામાં આવ્યો છે. અને પછી, દોષનું ઠીકરું વિભાજિત ભારતના મુસ્લિમો પર ફોડવામાં આવે છે.

પત્રમાં આગળ લખવામાં આવ્યું છે કે, 'આજકાલ ન્યાયિક અધિકારીઓ પવનની દિશા જોઈને ચાલાકી બતાવી રહ્યા છે. તમે નિવેદન આપ્યું હતુ કે જ્ઞાનવાપી મસ્જિદ સંકુલનું નિરીક્ષણ એક સામાન્ય પ્રક્રિયા છે. તમે પણ મૂર્તિપૂજક છો. તમે મસ્જિદને મંદિર તરીકે જાહેર કરી દેશો. કોઈપણ મુસ્લિમ મૂર્તિપૂજક હિન્દુ ન્યાયાધીશ પાસેથી યોગ્ય ચુકાદાની આશા રાખી શકે નહીં.

જજને આ ધમકીભર્યો પત્ર મળ્યો છે...

જજે ચુકાદામાં સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી
સિવિલ જજ સિનિયર ડિવિઝન રવિ કુમાર દિવાકરે 30 દિવસ પહેલા જ્ઞાનવાપીમાં સર્વેના ચુકાદા દરમિયાન તેમની સુરક્ષા અંગેની ચિંતા વ્યક્ત કરી હતી. આ ચુકાદામાં તેમણે ફરીથી જ્ઞાનવાપીનો સર્વે કરવાનો આદેશ આપ્યો હતો, જેમાં જણાવાયું હતું કે, સર્વે ભલે તે તાળું ખોલીને હોય કે તાળું તોડીને હોય, તે અટકવો ન જોઈએ.

આ ચુકાદાના પેજની નકલ છે જેમાં ન્યાયાધીશે ડર વિશે લખ્યું છે. જેમાં તેમણે દરેક પરિસ્થિતિમાં જ્ઞાનવાપીનો સર્વે કરવા આદેશ કર્યો હતો.
આ ચુકાદાના પેજની નકલ છે જેમાં ન્યાયાધીશે ડર વિશે લખ્યું છે. જેમાં તેમણે દરેક પરિસ્થિતિમાં જ્ઞાનવાપીનો સર્વે કરવા આદેશ કર્યો હતો.

આ ચુકાદામાં જ તેમણે લખ્યું હતું કે- સામાન્ય બાબતને અસાધારણ બનાવીને ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. ડર એટલો કે મારાપરિવારને સતત મારી અને મને મારા પરિવારની ચિંતા રહે છે. જ્યારે હું ઘરની બહાર હોઉં ત્યારે પત્ની મારી સુરક્ષા માટે ચિંતિત રહે છે. 11 મેના રોજ મારી માતાએ મારી સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કદાચ તેમને ખબર પડી હશે કે મારે કમિશનર તરીકે જ્ઞાનવાપીમાં જઈ રહ્યો છું. મારી માતાએ પણ મને કમિશનમાં જવાની મનાઈ કરી હતી, કારણ કે મારી સલામતી માટે ખતરો હોઈ શકે છે.

જજની સુરક્ષા વધારવામાં આવી, પત્રની તપાસના આદેશ
​​​​​​​જજે ડીજીપી, અધિક મુખ્ય સચિવ ગૃહ અને પોલીસ કમિશનર વારાણસીને ફરિયાદ કરી છે. પોલીસ કમિશનર એ. સતીશ ગણેશે જણાવ્યું હતુ કે ACJM રવિ કુમાર દિવાકર દ્વારા રજિસ્ટર્ડ પોસ્ટમાંથી મળેલા પત્રની તપાસ DCP વરુણા ઝોનને સોંપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...