તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
26/11ની 12મી વરસી પર ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન રતન ટાટાએ ઘણી જ ભાવનાત્મક પોસ્ટ લખી છે. ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર તાજ હોટલની એક તસવીરને પોસ્ટ કરી ટાટાએ લખ્યું, 'જે લોકોએ દુશ્મન પર જીત મેળવવામાં મદદ કરી, અમે તેમના બલિદાનને હંમેશા યાદ રાખીશું.' મુંબઈ ફરી બેઠું થયું તે જુસ્સાને પણ સલામ કરતા ટાટાએ લખ્યું કે આપણી એકતાને આપણે સંભાળીને રાખવાની જરૂર છે.
'અમને યાદ છે' નામના ટાઈટલની સાથે પોસ્ટમાં લખવામાં આવ્યું કે....
રતન ટાટાની પોસ્ટ...
— Ratan N. Tata (@RNTata2000) November 26, 2020
પોસ્ટની નીચે શહીદોને યાદ કરી રહ્યાં છે લોકો
રતન ટાટાની આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ઘણી જ વાયરલ થઈ રહી છે. લોકો શહીદોની તસવીરને ફરીથી પોસ્ટ કરીને તેમને નમન કરી રહ્યાં છે. હુમલામાં જીવતા પકડાયેલા એક માત્ર આતંકી અજમલ કસાબને કોન્સ્ટેબલ તુકારામા ઓમ્બલેએ પકડ્યો હતો, તેમને લોકો નમન કરી રહ્યાં છે. ઓમ્બલે આતંકવાદીઓની ગોળીનો શિકાર બન્યા હતા. શહીદોમાં જોઈન્ટ સીપી હેમંત કરકરે, એસપી અશોક કામટે, ઈન્સ્પેક્ટર વિજય સાલસ્કર, મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન સહિત અનેક પોલીસકર્મી સામેલ હતા.
— Prasanna Adigilli (@Prasann69794927) November 26, 2020
60 કલાકમાં આ હુમલામાં લગભગ 160 લોકોના મોત થયા હતા
10 આતંકવાદીઓએ દક્ષિણ મુંબઈના મુખ્ય સ્થળો છત્રપતિ શિવાજી ટર્મિનસ (CST) રેલવે સ્ટેશન, નરીમન હાઉસ કોમ્પ્લેક્સ, લિયોપોલ્ડ કાફે, તાજ હોટલ અને ટાવર, ઓબેરોય-ટ્રાઈડેન્ટ હોટલ અને કામા હોસ્પિટલને નિશાન બનાવી હતી. આ આતંકી હુમલામાં લગભગ 160 લોકોના જીવ ગયા હતા અને 300થી વધારે ઘાયલ થયા હતા. 60 કલાક સુધી ચાલેલા ઓપરેશન પછી સુરક્ષાદળોએ 9 આતંકીઓને ઠાર કર્યા હતા, જેમા એક આતંકી અજમલ આમિર કસાબ જીવતો પકડાયો હતો.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.