ભાજપની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેએ પણ સાવરકર પર રાહુલ ગાંધીના નિવેદન પર વાંધો ઉઠાવ્યો છે. રાહુલ ગાંધીએ બુધવારે અકોલામાં મીડિયાને એક પત્ર બતાવ્યો.
તેમણે કહ્યું કે આ ચિટ્ઠી સાવરકરે અંગ્રેજોને લખી હતી. કહ્યું સાવરકરે ડરીને અંગ્રેજો પાસે માફી માંગી લીધી હતી. બીજી તરફ ગાંધી, નેહરુ અને સરદાર પટેલે આવું કર્યું નહીં. રાહુલે કહ્યું આ ચિટ્ઠીની ફડણવીસજી પણ જોઈ લેય. મહારાષ્ટ્રના CM એકનાથ સિંદેએ રાહુલના આ નિવેદન પર ચેતાવણી આપી છે. જ્યારે ઉદ્ધવે કહ્યું- અમે સાવરકરનું સન્માન કરીએ છીએ. ભાજપે કહ્યું અમે આ અપમાનનો જવાબ આપીશું.
સાવરકરના પૌત્રએ કહ્યું-'રાહુલે અપમાન કર્યું'
સાવરકરના પૌત્ર રણજીત સાવરકરે મુંબઈના શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં રાહુલ ગાંધી અને મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેની ફરિયાદ કરી છે. રણજીતે કહ્યું કે, રાહુલે વીર સાવરકરની માફી વાળી ચિટ્ઠી બતાવી અપમાન કર્યું છે.
ચિટ્ઠી પર રાહુલનું નિવેદન...
રાહુલ ગાંધીએ કહ્યું કે, 'આ જુઓ મારા માટે સૌથી મહત્વનો દસ્તાવેજ. આ સાવરકરજીની ચિટ્ઠી છે. તેમાં અંગ્રેજોને તેમણે લખ્યું છે. હું તમારા સૌની સામે ઈમાનદાર નોકર બનીને રહેવા માગુ છું. ફડણવીસજી જોવા માગે તો જોઈ શકે છે. સાવરકરજીએ અંગ્રેજોની મદદ કરી. સાવરકરજીએ આ ચિટ્ઠી સાઈન કરી.
ગાંધી, નહેરું અને સરદાર પટેલ વર્ષો સુધી જેલમાં રહ્યા અને કોઈ ચિટ્ઠી સાઈન નથી કરી. સાવરકરજીએ આ ચિટ્ઠી સાઈન કરી એ તેમનો ડર હતો. જો તેઓ ડરતા ન હોત, તો ચિટ્ઠી સાઈન ન કરત. જ્યારે સાવરકરજીએ હસ્તાક્ષર કર્યા ત્યારે તેમણે ભારતના ગાંધી અને પટેલ સાથે દગો કર્યો. એ લોકોને એમ પણ કહ્યું કે ગાંધી અને પટેલે પણ સહી કરવી જોઈએ.'
એકનાથ અને ઉદ્ધવે પણ રાહુલના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો
મહારાષ્ટ્રના CM એકનાથ સિંદેએ કહ્યું- મહારાષ્ટ્રના લોકો હિંદુ વિચારક વ્યક્તિનું અપમાન સહન નહીં કરે. વીર સાવરકરનું અપમાન સહન નહીં કરીએ. મહારાષ્ટ્રમાં આદરણીય સ્વાતંત્ર્ય સેનાનીનું અપમાન કરવામાં આવ્યું હતું અને કેટલાક એવા પણ હતા જેમણે તેને સહન કર્યું હતું. સાવરકરનું અપમાન કરનારાઓ પ્રત્યે નરમ અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે. શિંદે ઉદ્ધવ ઠાકરેનો ઉલ્લેખ કરી રહ્યા હતા.
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું- અમારી પાર્ટી સાવરકરનું સન્માન કરે છે. અમે સ્વતંત્રતા સેનાની પર રાહુલ ગાંધીની ટિપ્પણીને સમર્થન આપતા નથી. અમને વીર સાવરકર માટે ખૂબ જ આદર અને શ્રદ્ધા છે અને આ ભૂંસી શકાય તેમ નથી. કેન્દ્ર સરકાર સાવરકરને ભારત રત્ન કેમ નથી આપતી?
મારું અપમાન કરનારાઓને યોગ્ય જવાબ આપીશઃ ફડણવીસ
ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે રાહુલ બેશરમીથી જૂઠું બોલે છે. તેમણે કહ્યું કે સાવરકરનું અપમાન કરનારાઓને મહારાષ્ટ્રની જનતા જડબાતોડ જવાબ આપશે. રાહુલ ગાંધી વીર સાવરકર વિશે કંઈ જાણતા નથી અને રોજેરોજ જુઠ્ઠું બોલે છે.
અહિંયાથી વિવાદ શરૂ થયો
રાહુલની ભારત જોડો યાત્રા હાલ મહારાષ્ટ્રમાં છે. મંગળવારે જ્યારે યાત્રા વાશિમ પહોંચી તો રાહુલે બિરસા મુંડાની જયંતિ પર એક રેલીને સંબોધન આપ્યું. તેમણે કહ્યું- સાવરકર ભાજપ અને આરએસએસના પ્રતીક છે. જ્યારે તેમને આંદામાનમાં બે-ત્રણ વર્ષ જેલમાં રાખવામાં આવ્યા ત્યારે તેમણે દયાની અરજીઓ લખવાનું શરૂ કર્યું.
સાવરકરે પોતાના પર એક અલગ નામથી પુસ્તક લખ્યું અને જણાવ્યું કે તેઓ કેટલા બહાદુર હતા. બિરસા મુંડા ક્યારેય એક ઈંચ પણ પીછેહઠ કરતા નથી. ભાજપ-સંઘના પ્રતિક સાવરકરે દયા અરજી લખવાનું શરૂ કર્યું હતું. આ નિવેદન પર રાજનીતિ કરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.