• Gujarati News
  • National
  • Wrote 145 Days Left To Free From Hate; Sangh Said His Father And Grandfather Also Tried The Same

કોંગ્રેસની RSS અંગે વિવાદિત પોસ્ટ:લખ્યું- નફરતથી આઝાદ કરવા માટે 145 દિવસ બાકી; સંઘે કહ્યું- તેમના પિતા અને દાદાએ પણ આવો જ પ્રયાસ કર્યો હતો

16 દિવસ પહેલા

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા સતત વિવાદોમાં ઘેરાયેલી છે. કેરળમાં આ યાત્રાના બીજા દિવસે એટલે કે 12 સપ્ટેમ્બરે કોંગ્રેસે પોતાના ટ્વિટર અકાઉન્ટ હેન્ડલ ઉપરથી ખાખીના હાફપેંટનો ફોટો પોસ્ટ કર્યો હતો. જેમાં લખ્યુ હતું કે 'દેશને નફરતથી આઝાદ કરવા માટે 145 દિવસ બાકી છે.'

જેનો RSSએ વળતો જવાબ આપતા કહ્યું હતું કે 'આમના બાપ-દાદાએ પણ ખૂબ જ તિરસ્કાર કર્યો હતો. પરંતુ સંઘ આટલેથી અટક્યો નહતો.' તો ભાજપે કોંગ્રેસ ઉપર શીખ વિરોધી રમખાણોનો આરોપ લગાવ્યો હતો.

સૌથી પહેલા જાણો, કોંગ્રેસની પોસ્ટ વિશે

કોંગ્રેસે આ પોસ્ટમાં ખાખીનું હાફપેન્ટનો એક ભાગ સળગતો બતાવ્યો હતો. અને તેની નીચે લખ્યું હતું કે '145 દિવસ બાકી છે.' ફોટો સાથે કોંગ્રેસે કૈપ્શન આપ્યું હતું કે 'દેશને નફરતના ચુંગાલમાંથી મુક્ત કરાવવાનો અને ભાજપ અને RSSએ કરેલા નુકસાનની ભરપાઈ કરવાનું અમારા લક્ષ્ય પર અમે ધીરે-ધીરે પહોંચી રહ્યા છીએ.'

RSSએ વળતો જવાબ આપ્યો-કોંગ્રેસ લોકોને નફરત સાથે જોડાવવા માગે છે
RSSના કાર્યકર્તા ડો. મનમોહન વૈદ્યે સોમવારે રાયપુરમાં આનો વળતો જવાબ આપ્યો હતો. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે કોંગ્રેસ લોકોને નફરતથી જોડાવવા માગે છે. તેમના બાપ-દાદા પણ સંઘનો તિરસ્કાર કરતા હતા અને પૂરી તાકાત સાથે સંઘને રોકવાનો પ્રયત્ન કરતા હતા. પરંતુ સંઘ રોકાયો નહતો અને તેઓ સતત આગળ વધતા રહ્યા.

ભાજપ નેતાઓએ કોંગ્રેસને શીખ રમખાણોની યાદ અપાવી
આ પછી ભાજપના નેતાઓએ કોંગ્રેસને આડે હાથ લીધા હતા. સાઉથ બેંગ્લુરુથી ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યા, આસામના CM હેમંત બિસ્વા સરમા, દિલ્હી ભાજપ પ્રવક્તા તજિંદર પાલ સિંહ બગ્ગા સહિત અન્ય નેતાઓએ કહ્યું હતું કે કોંગ્રેસે અંતે માની લીધું કે તેઓ દેશને સળગાવી રહ્યા છે.

તેજસ્વી સૂર્યાએ કહ્યું- કોંગ્રેસે હિંસાનું આહ્વાન કર્યું છે

સાઉથ બેંગ્લુરુથી ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ જણાવ્યું હતું કે 'કોંગ્રેસે 1984માં દિલ્હીને સળગાવી દીધું હતું. કોંગ્રેસના ઈકોસિસ્ટમે 2002 ગોધરા 59 કારસેવકોને જીવતા સળગાવી દીધા હતા. આજે ફરી એકવાર કોંગ્રેસે હિંસાનું આહ્વાન કર્યું છે. રાહુલ ગાંધી ભારત સરકારની વિરુદ્ધ લડી રહ્યા છે અને તેમના નેતૃત્વમાં કોંગ્રેસ એવી પાર્ટી બની ગઈ છે જેમને બંધારણીય પદ્ધતિઓમાં વિશ્વાસ નથી રહ્યો.'

આજે કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો પાંચમો દિવસ
કોંગ્રેસે 7 સપ્ટેમ્બરે ભારત જોડો યાત્રા શરૂ કરી હતી. 150 દિવસની આ યાત્રામાં કોંગ્રેસ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની સફર કરશે. હાલ કોંગ્રેસ તમિલનાડુની યાત્રા પૂરી કરીને કેરળની યાત્રાના બીજા દિવસ ઉપર છે.