તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Write 'I LOVE U' And 'I MISS U' On The Two And A Half Kilometer Road To Get The Message To Girlfriend

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહારાષ્ટ્રના કોલ્હાપુરની ઘટના:ગર્લફ્રેન્ડ સુધી મેસેજ પહોંચાડવા માટે અઢી કિલોમીટરના રસ્તા પર લખ્યું 'I LOVE U'અને 'I MISS U'

કોલ્હાપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુણેના શિવડેમાં પણ એક શખ્સે પોતાના ગર્લફ્રેન્ડ માટે 300 બેનર લગડાવ્યા હતા.

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક ઘણો જ આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક શખ્સે પોતાના ગર્લફ્રેન્ડ સુધી પ્રેમનો સંદેશ પહોંચાડવા માટે રસ્તા પર અઢી કિલોમીટર સુધી 'I LOVE U'અને 'I MISS U'લખી નાંખ્યું. જેની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સ્થાનિક પ્રશાસને સતર્ક થયું અને કર્મચારીને મોકલીને પેન્ટથી લખેલા મેસેજ પર પીંછડો ફેરવ્યો.

આ ઘટના કોલ્હાપુર જિલ્લાના શિરોલ તાલુકાના ધરણગુત્તી ગામનો છે. મંગળવાર સવારે લોકોની ઊંઘ ખુલી તો ગામના મુખ્ય રસ્તા પર પ્રેમનો એકરાર જોવા મળ્યો. પ્રેમનો આ રીતે એકરાર કરનારા પ્રેમીની ઓળખ થઈ નથી, પરંતુ સ્થાનિક પોલીસનું કહેવું છે કે આ હરકત ગામનાં કોઈ યુવકની જ છે.

ગ્રામ પંચાયતના કર્મચારીઓ આ પ્રેમ સંદેશાને દૂર કરવા માટે ઘણી મહેનત કરવી પડી
ગ્રામ પંચાયતના કર્મચારીઓ આ પ્રેમ સંદેશાને દૂર કરવા માટે ઘણી મહેનત કરવી પડી

પુણેમાં પણ થઈ હતી આવી ઘટના
ધરણગુત્તી ગ્રામપંચાયતે આ મેસેજને દૂર કરવાની સાથે આ લખનાર યુવકની તલાશ પણ શરૂ કરી દિધી છે. પંચાયતના એક સભ્યએ જણાવ્યું કે આ ઘટના જયસિંહપુરથી ધરણગુત્તી માર્ગ પર થઈ છે. કોઈએ ઓઈલ પેન્ટથી રસ્તાને ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે. થોડાં દિવસ પહેલાં પુણેના શિવડેમાં પણ એક શખ્સે પોતાના ગર્લફ્રેન્ડ માટે 300 બેનર લગડાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો