પહેલવાન સામે BJP નેતાની 'પહેલવાની':યુપીના સાંસદ બૃજભૂષણ શરણ સિંહે સ્ટેજ પર જ પહેલવાનને લાફો મારી દીધો, સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ

એક મહિનો પહેલા

ઉત્તરપ્રદેશના ભાજપ સાંસદ અને ભારતીય કુસ્તી સંઘ (WFI)ના અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ વિવાદમાં સપડાયા છે.. રાંચીમાં શહીદ ગણપત રાય ઈન્ડોર સ્ટેડિયમમાં ચાલતી અંડર-15 નેશનલ કુસ્તી ચેમ્પિયનશિપના પહેલા દિવસે જ બૃજભૂષણ શરણ સિંહે એક યુવા પહેલવાનને થપ્પડ મારી દીધી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાઇરલ થયો છે. નોંધનીય છે કે બૃજભૂષણ સિંહ આ ટૂર્નામેન્ટમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા.

આ સ્પર્ધા અંડર-15 ઉંમરના લોકો માટે આયોજિત કરવામાં આવી હતી અને જે યુવા પહેલવાનને નેતાજીએ થપ્પડ મારી તેની ઉંમર વધારે હતી. યુવા પહેલવાન પણ યુપીનો જ હતો. જ્યારે ઉંમરનું વેરિફિકેશન કરવામાં આવ્યું ત્યારે તે 15 વર્ષ કરતાં મોટો હોવાનું જાણવા મળ્યું હતું. પરિણામે, તે યુવકને ડિસક્વોલિફાઈ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી તે યુવા પહેલવાન કોઈને પણ કહ્યા-પૂછ્યા વગર એવું વિચારીને સ્ટેજ પર પહોંચી ગયો કે ત્યાં વિનંતી કરવાથી કદાચ કોઈક તેની વાત માની લેશે.

બૃજભૂષણ શરણ સિંહ ઉત્તરપ્રદેશના કેસરગંજ બેઠક પરથી સાંસદ છે.
બૃજભૂષણ શરણ સિંહ ઉત્તરપ્રદેશના કેસરગંજ બેઠક પરથી સાંસદ છે.

યુવા પહેલવાન સ્ટેજ પર જઈને કરગરવા લાગ્યો હતો, પરંતુ ધીમે ધીમે વિવાદ ખૂબ વધી ગયો. તે સ્ટેજ પર ભારતીય કુસ્તી સંઘના અધ્યક્ષ પણ બેઠા હતા. આ દરમિયાન તેમણે ધીરજ ગુમાવી દીધી હતી અને પહેલવાન પર હાથ ઉપાડ્યો હતો. નેતાએ પહેલવાનને થપ્પડ માર્યા પછી વિવાદ વધી ગયો હતો. અધિકારીઓએ કહ્યું હતું કે રમતના નિયમ પર કોઈ કાયદો નથી. યુવા પહેલવાને ખોટું કર્યું હતું. જોકે નેતાએ પહેલવાનને થપ્પડ મારી એ પણ કેટલું યોગ્ય છે એ વિશે કોઈ પણ ટિપ્પણી કરવા તૈયાર નથી.

પહેલવાનને થપ્પડ મારી રહેલા સાંસદ.
પહેલવાનને થપ્પડ મારી રહેલા સાંસદ.

RJDએ કર્યા પ્રહાર
આ મુદ્દે RJDએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ટેગ કરીને લખ્યું છે કે, આ રામરાજ્યની વાત કરી રહ્યા છે ચિલમ છાપ ઢોંગી. માફિયા ડોન ભાજપના સાંસદ બૃજ ભૂષણે કોઈ પણ કારણ વગર કુશ્તી ખેલાડીને સ્ટેજ પર થપ્પડ મારી દીધી છે. આ જ છે રામ રાજ્ય.

અન્ય સમાચારો પણ છે...