તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓલિમ્પિક માટે આપણે કેટલા તૈયાર?:રેસલિંગ - તૈયારી માટે અમેરિકા, યુરોપમાં ખેલાડી ટ્રેનિંગ લઈ રહ્યા છે

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિનેશ ફોગાટની તસવીર - Divya Bhaskar
વિનેશ ફોગાટની તસવીર
  • ઓલિમ્પિકમાં અત્યાર સુધી એક સિલ્વર અને 4 બ્રોન્ઝ જીત્યા છે

ઓલિમ્પિક માટે અત્યાર સુધી આપણા 4 ફ્રીસ્ટાઈલ પહેલવાન ક્વોલિફાય કરી ચુક્યા છે. જેમાં 3 પુરુષ અને એક મહિલા ખેલાડી છે. અન્ય પાસે એશિયન ક્વોલિફાયર, વર્લ્ડ ક્વોલિફિકેશન ટૂર્નામેન્ટ દ્વારા ક્વોલિફાય કરવાની તક હશે. રેસલિંગમાં અત્યાર સુધી એક સિલ્વર, 4 બ્રોન્ઝ મળ્યા છે. ભારતીય ખેલાડી વિદેશી ખેલાડીને પડકાર આપવા અમેરિકા-યુરોપમાં ટ્રેનિંગ મેળવી રહ્યા છે. આવો જાણીએ, મેડલના દાવેદાર ખેલાડીઓનું તાજેતરનું પ્રદર્શન કેવું છે? તેમને કયા ખેલાડી પાસેથી પડકાર મળી શકે છે?

વિનેશ ફોગાટ : 53 કિગ્રા
હરિયાણાની વિનેશ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનારી એકમાત્ર મહિલા રેસલર છે. તેણે 2019 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ જીત્યો હતો. આ વર્ષે ફેબ્રુઆરીમાં દિલ્હીની એશિયન ચેમ્પિયનશિપમાં પણ બ્રોન્ઝ જીત્યો હતો.

તૈયારી - ઓગસ્ટમાં પોઝિટિવ આવી. અત્યારે હંગરીમાં ટ્રેનિંગ લઈ રહી છે. 24 જાન્યુ.થી 5 ફેબ્રુ. સુધી પોલેન્ડમાં પણ ટ્રેનિંગ. લૉકડાઉન પહેલા નોર્વેમાં ટ્રેનિંગ લીધી હતી.
પડકાર - 2017-19 વર્લ્ડ ચેમ્પિયનશિપની સિલ્વર મેડલિસ્ટ જાપાનની મુકેદી વિરુદ્ધ ત્રણેય મેચમાં પરાજય થયો છે. પેન અમેરિકન ચેમ્પિયન હિલ્ડબ્રાન્ડ પણ પડકાર.
એક્સપર્ટ એડવાઈસ - મહિલા ટીમના કોચ કુલદીપ મલિક કહે છે, સ્ટેમિના વધારવાની જરૂર છે. સારા પાર્ટનર સાથે પ્રેક્ટિસ કરીને ટેક્નિકનું રીપિટેશન કરવાની જરૂર છે.

બજરંગ પૂનિયા: 65 કિગ્રા
​​​​​​​
હરિયાણાના બજરંગ પૂનિયાએ 2019 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ જીતીને ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું. એપ્રિલ, 2019માં ચીનમાં યોજાયેલી એશિયા ચેમ્પિયનશિપમાં તેને ગોલ્ડ અને 2020માં સિલ્વર મળ્યો હતો.

તૈયારી - ​​​​​​​અત્યારા અમેરિકામાં ટ્રેનિંગ લઈ રહ્યો છે. તેને મિશિગનની ક્લિફ કીન રેસલિંગ ક્લબમાં ટ્રેનિંગની મંજુરી મળી છે. સાઈના સોનીપત સેન્ટરમાં પણ ટ્રેનિંગ લીધી હતી.
પડકાર - 2018 વર્લ્ડ ચેમ્પિયનશિપનો ગોલ્ડ મેડલિસ્ટ તાકોતો ઓટોગુરો. ઓટોગુરો વિરુદ્ધ બંને મેચ હાર્યો છે. રશિયાનો ગદજહીમુરાદ રશિદોવ પણ ખતરો છે.

દીપક પૂનિયા : 86 કિગ્રા
​​​​​​​
ભારતને 2019 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં એકમાત્ર સિલ્વર મેડલ અપાવ્યો હતો. ઈજાને કારણે ફાઈનલ રમી શક્યો ન હતો. જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો હતો. એશિયન ચેમ્પિયનશિપમાં બે બ્રોન્ઝ જીત્યા હતા.

તૈયારી - સપ્ટેમ્બરમાં પોઝિટિવ આવ્યા પછી હરિયાણાના દીપકે વાઈરસને હરાવી સાઈમાં ટ્રેનિંગ શરૂ કરી હતી. લૉકડાઉનમાં ગામના અખાડામાં ટ્રેનિંગ લીધી હતી.
પડકાર - રિયો ઓલિમ્પિકનો ગોલ્ડ મેડલિસ્ટ ઈરાનનો હસન યાઝદાની સૌથી મોટો પડકાર હશે. 2017 અને 2018 વર્લ્ડ કપ ચેમ્પિયન અમેરિકાનો ડેવિડ ટેલર પણ દાવેદાર છે.​​​​​​​
એક્સપર્ટ એડવા​​​​​​​ઇસઃ નેશનલમાં ભાગ લેવો પડશે. તેનાથી તૈયારીની ખબર પડશે. બજરંગ વિદેશમાં ટ્રેનિંગ લઈ રહ્યો છે, જ્યારે દીપકે સોનીપતમાં ટ્રેનિંગ શરૂ કરી છે. બંનેએ ટેક્નીક, એટેક, ડિફેન્સ પર કામ કરવું જોઈએ. - જગવિંદર સિંહ, ચીફ કોચ, ભારતીય ટીમ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો