સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, બંને પાયલટના મૃતદેહ મળ્યા:ચીન બોર્ડર નજીક અરૂણાચલમાં દુર્ઘટના થઈ; સવારે 9:15 કલાકે સંપર્ક તૂટ્યો હતો

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચિત્તા હેલિકોપ્ટરને ભારતીય સેના હિમાલય અને સિયાચિન જેવા 20 હજાર ફૂટથી વધુ ઊંચાઈવાળા વિસ્તારમાં ઓપરેટ કરે છે. ફાઈલ તસવીર - Divya Bhaskar
ચિત્તા હેલિકોપ્ટરને ભારતીય સેના હિમાલય અને સિયાચિન જેવા 20 હજાર ફૂટથી વધુ ઊંચાઈવાળા વિસ્તારમાં ઓપરેટ કરે છે. ફાઈલ તસવીર

અરુણાચલ પ્રદેશમાં ગુરુવારે ઈન્ડિયન આર્મીનું ચિત્તા હેલિકોપ્ટર ક્રેશ થયું છે. ન્યુઝ એજેન્સી મુજબ, હેલિકોપ્ટર મંડલા હિલ્સ વિસ્તારમાં ક્રેશ થયું છે. બંને પાયલટના મૃતદેહ મળી આવ્યા છે. તેમના નામ લેફ્ટનન્ટ કર્નલ વીવીબી રેડ્ડી અને મેજર જયંત એ. છે.

ડિફેન્સ ગુવાહાટીના PRO લેફ્ટિનન્ટ કર્નલ મહેન્દ્ર રાવતે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, આર્મી એવિએશનના ચિત્તા હેલિકોપ્ટરે અરુણાચલ પ્રદેશના બોમ્ડિયાલ પાસે ઓપરેશનલ ઉડાન ભરી હતી. આ દરમિયાન સવારે 9:15 કલાકે તેનો એર ટ્રાફિક કન્ટ્રોલ (ATC) સાથે સંપર્ક તૂટી ગયો હતો.

ગામના લોકોએ પોલીસને ક્રેશની જાણકારી આપી
અરુણાચલ પ્રદેશ પોલીસે જણાવ્યું છે કે, બપોરે અંદાજે 12.30 કલાકે બંગજાલેપ, દિરાંગ પોલીસ સ્ટેશનના ગ્રામવાસીઓએ એક હેલિકોપ્ટર ક્રેશની જાણકારી આપી છે. સેના, SSB અને પોલીસની સર્ચ અને બચાવ ટીમ ઘટના સ્થળ માટે રવાના થઈ ચૂકી છે. અત્યારસુધી કોઈ તસવીર સામે નથી આવી, કારણ કે વિસ્તારમાં કોઈ સિગ્નલ નથી. ઉપરાંત ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ 5 મીટર સુધીની જ છે.

ગયા વર્ષે અરુણાચલ પ્રદેશમાં મિલિટ્રી હેલિકોપ્ટર ક્રેશમાં પાંચના મોત થયા હતા
અગાઉ 21 ઓક્ટોબર 2022ના રોજ અરુણાચલ પ્રદેશમાં સિયાંગ જિલ્લામાં મિલિટ્રી હેલિકોપ્ટર 'રુદ્ર' ક્રેશ થયું હતું. ક્રેશ ટૂટિંગ હેડક્વાર્ટરથી 25 કિલોમીટર દૂર સિંગિંગ ગામ પાસે થયું હતું. આ દુર્ઘટનામાં પાંચના મોત થયા હતા. રુદ્ર સેનાનું અટેક હેલિકોપ્ટર છે. તેને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ( HAL)એ ભારતીય સેના માટે બનાવ્યું છે. તે ધ્રુવ લાઇટ હેલિકોપ્ટરનું વેપન સિસ્ટમ ઇન્ટીગ્રેટેડ (WSI) Mk-IV વર્ઝન છે.

5 ઓક્ટોબરના રોજ અરુણાચલ પ્રદેશના તવાંગમાં ચિત્તા હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. દુર્ઘટના અંદાજે 10 કલાકે બની હતી. હેલિકોપ્ટરમાં બે પાયલટ હતા. દુર્ઘટના પછી બંનેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમાથી લેફ્ટિનન્ટ કર્નલ સૌરભ યાદવે સારવાર દરમિયાન છેલ્લો શ્વાસ લીધો હતો.

ગત વર્ષે ક્રેશ પછી સ્થાનિક લોકો અને સેનાના જવાનોએ બંને પાયલટને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. સારવાર દરમિયાન તેમાથી એકે જીવ ગુમાવ્યો હતો.
ગત વર્ષે ક્રેશ પછી સ્થાનિક લોકો અને સેનાના જવાનોએ બંને પાયલટને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. સારવાર દરમિયાન તેમાથી એકે જીવ ગુમાવ્યો હતો.

12 ઓક્ટોબરના રોજ ગોવામાં નેવીનું વિમાન ક્રેશ થયું હતું
12 ઓક્ટોબરના રોજ ભારતીય નેવીનું મિગ 29-K લડાકુ વિમાન ક્રેશ થયું હતું. નેવીએ તેની જાણકારી આપી હતી કે, વિમાનના પાયલટ સુરક્ષિત હતા અને ક્રેશ તકનીકી ખરીબીના કારણે થયું હતું. નેવી તરફથી બહાર પાડેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, ગોવાથી સમુદ્રની ઉપર નિયમિત ઉડાન ભરી રહેલા MiG 29Kમાં વાપસી દરમિયાન તકનીકી ખરાબી આવી હતી.

ગયા વર્ષે ફેબ્રુઆરીમાં પણ સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું
અગાઉ ફેબ્રુઆરીમાં તેલંગાણાના નલગોંડા જિલ્લામાં સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં બે પાયલટ શહીદ થયા હતા. જ્યારે ચિત્તા અને ચેતક જેવા લાઇટ વેઇટ હેલિકોપ્ટર, જેને ભારતીય સેનાના જવાનો ઉપયોગમાં લે છે, જે ખૂબ જ જૂના થઈ ચૂક્યા છે. તેની જગ્યાએ બીજા હાઈટેક હેલિકોપ્ટરને લાવવાની માગ લાંબા સમયથી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...