હીરા નગરી નામથી જાણીતા મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં આકરા તાપ વચ્ચે કાળી મજૂરી કરતા એક શ્રમિકનું નસીબ ચમક્યું છે અને ઝારકુઆ ગામના રહેવાસી પ્રતાપ સિંહ યાદવને બુધવારે ખાણમાંથી ખૂબ જ કીમતી ઉજ્જવલ જાતનો હીરો મળી આવ્યો છે. કૃષ્ણ કલ્યાણપુરની ઊથલી ખાણમાં તેમને 11.88 કેરેટનો આ હીરો મળ્યો છે. આ હીરાની અંદાજિત કિંમત રૂપિયા 60થી 70 લાખ આંકવામાં આવે છે.
પ્રતાપ સિંહ યાદવ પન્ના જિલ્લાના હેડ ક્વાર્ટરથી માંડ 30 કિમી અંતરે આવેલા ઝારકુઆ ગામના રહેવાસી છે. ખેતી અને મજૂરી કરીને પરિવારની આજીવિકા રળતા હતા. કેટલાક સમય અગાઉ તેમણે કૃષ્ણ કલ્યાણપુર પટ્ટીમાં ઉત્ખનન માટે મંજૂરી લીધી હતી. આકરા તાપ વચ્ચે મહેનત કરીને હીરાની તેઓ શોધખોળ કરતા હતા. છેવટે બુધવારે તેમનું નસીબ ચમકી ઉઠ્યું. તેમને જે હીરો મળ્યો તે ઓફિસ પહોંચ્યો. જ્યાં હીરાને એકત્રિત કરવામાં આવતા હોય છે. હવે અમે આ હીરાથી શ્રમિકને શું મળશે તેની રસપ્રદ માહિતી તમને આપી રહ્યા છીએ.
ઉજ્જવલ જાતનો હીરોનો અર્થ શું છે?
હીરાના ત્રણ પ્રકાર છે. પ્રથમ- ઉજ્જવલ/જેમ, બીજો-મેલો અને ત્રીજો-મટઠો. સૌથી વધારે કિંમત જેમ ક્વોલિટીના હીરાની મળે છે. તે બિલકુલ સફેદ રંગનો હોય છે. ગુજરાતના સુરતના બજારમાં એક કેરેટની કિંમત સરેરાશ રૂપિયા 8 લાખ હોય છે, જે શુદ્ધતાનું પ્રમાણ પણ આ સાથે હોય છે. પન્ના જિલ્લાની હરાજીમાં સરેરાશ રૂપિયા 4 લાખ બોલી લગાવવામાં આવી છે. તે સંપૂર્ણપણે શુદ્ધ તો નથી હોતો. પણ બ્રાઉન અને કાળા રંગમાં પણ હોય છે.
આશરે રૂપિયા 50 લાખ મળશે
શ્રમિક પ્રતાપને પણ ઉજ્જવલ જાતનો હીરો મળ્યો છે. હવે આ હીરાને આગામી હરાજીમાં રજૂ કરવામાં આવશે. ત્યારબાદ હરાજીમાં મળનારી રકમમાં 12 ટકા વહીવટીતંત્રની રોયલ્ટી તથા 1 ટકા ટેક્સ કાપી બાકીની રકમ પ્રતાપ સિંહના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે. રૂપિયા 60થી 70 લાખ કરતા વધુ હરાજીના સંજોગોમાં તેમને રૂપિયા 50 લાખ જેટલી કિંમત મળી શકે છે.
બાળકોને સારું શિક્ષણ મળશે
બહૂમૂલ્ય હીરો મેળવનાર પ્રતાપ સિંહ યાદવનું કહેવું છે કે ભગવાન જુલગ કિશોરજીની કૃપાથી તેમને આ હીરો મળ્યો છે. હવે પરિવારની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. બાળકોને સારું શિક્ષણ મળશે અને વધુ સારી રોજગારીની તક ઉભી કરવામાં મદદ મળશે.
આ રીતે હીરા શોધવામાં આવે છે
ફોર્મ ફરવાની પ્રક્રિયા પૂર્ણ કર્યાં બાદ હીરા કાર્યાલય 8 બાઈ 8 મીટરનો પટ્ટો ઈશ્યુ કરે છે. ત્યારબાદ કોન્ટ્રેક્ટર પોતે અથવા શ્રમિકોને કામે લગાવી હીરા શોધવામાં આવે છે. હીરા પટ્ટી ખાણમાં રહેલા સિદ્ધી લાલ સિપાહીએ કહ્યું કે માટીને ઝીણવટપૂર્વક કાઢીને બહાર ફેકવામાં આવે છે. પથ્થરવાળી માટીને પાણીમાં ધોવામાં આવે છે. ત્યારબાદ તેને સુકવીને ચાળવામાં આવે છે. તેમાંથી જ હીરા મળી આવે છે,જે એક નસીબ તથા મહેનતનો ખેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.